________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ आचाराः उग्घातिकाद्यारोपणाः ४३२-४३३ सूत्राणि
અથ શબ્દ યથાર્થવાચક છે અર્થાત્ કષાય રહિતપણાને લઈને યથાર્થ, આખ્યાત-કહેલ તે યથાખ્યાત, તે જ સંયમ યથાખ્યાત સંયમ. ઉપશાંતમોહ અને ક્ષીણમોહવાળા છદ્મસ્થને અને સયોગી અયોગી કેવલીને આ સંયમ હોય છે. કહ્યું છે કેअहसद्दी जाहत्थो, आङोऽभिविहीए कहियमक्खायं । चरणमकसायमुदियं, तमहक्खायं अहक्खायं ।।१३३।।
[विशेषावश्यक १२७९ त्ति] ‘અથ' શબ્દ યથાર્થપણામાં ‘આ’ અભિવિધમાં ‘ખ્યાત” શબ્દ કહેલ અર્થમાં છે અર્થાત્ યથાર્થપણે અભિવિધએ કહેલ કષાય રહિત જે ચારિત્ર તે અથાખ્યાત અથવા યથાખ્યાત સંયમ કહેવાય છે. (૧૩૩) કહ્યું છે કેतं दुविकप्पं छउमत्थ केवलिविहाणओ पुणेक्केकं । खय-समज-सजोगाजोगि, केवलिविहाणओ दुविहं ।।१३४।।
[વિશેષાવશ્યક ૨૨૮૦ ]િ તેના બે ભેદ છે, એક છદ્મસ્થ સંબંધી અને બીજું કેવળી સંબંધી. પુનઃ તે દરેક બે-બે પ્રકારે છે. છદ્મસ્થને (અગીયારમાં ગુણઠાણે મોહના) ઉપશમથી થયેલું અને (બારમાં ગુણઠાણે મોહના) ક્ષયથી થયેલું. સયોગી કેવળીને (તેરમાં ગુણઠાણે) અને અયોગી કેવળીને (ચૌદમા ગુણઠાણે) એમ કેવળીને પણ બે પ્રકારે છે. (૧૩૪)
fiડિયા vi નીવ' ત્તિ એકેન્દ્રિય જીવો પ્રત્યે (‘ણ’ શબ્દ વાક્યના અલંકારમાં છે.) અસમારંભમાન–સંઘટ્ટાદિ વડે સંબંધને નહિ કરનારને સત્તર પ્રકારના સંયમના મધ્યમાં પાંચ પ્રકારના સંયમ-વિશેષ વિરામનો અનાશ્રવ થાય છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિક જીવોને વિષે સંયમ-સંઘટ્ટાદિકથી વિરામ તે પૃથ્વીકાયિક સંયમ. એવી રીતે બીજા પદો પણ જાણવા. અસંયમસૂત્ર, સંયમસૂત્રની જેમ વિપર્યય વડે વ્યાખ્યા કરવા યોગ્ય છે. ll૪૨૯ો.
' 'પરિયા' નિત્યા૦િ અહિં સત્તર પ્રકારના સંયમમાંથી પંચેન્દ્રિય સંયમલક્ષણ ભેદને, ઇન્દ્રિયના ભેદ વડે જુદી વિવક્ષા કરવાથી, પાંચ પ્રકારપણું છે. તેમાં પંચેન્દ્રિયના અનારંભમાં શ્રોત્રેન્દ્રિયના વ્યાઘાતનું પરિવર્જન તે શ્રોત્રેન્દ્રિય સંયમ, એવી રીતે ચક્ષુરિન્દ્રિય સંયમ વગેરે પણ કહેવા. અસંયમસૂત્ર, સંયમસૂત્રથી વિપર્યાસ વડે જાણવું. 'સવ્વપાને' ત્યાદિ પૂર્વે એકેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના આશ્રય વડે સંયમ અને અસંયમ બન્ને કહ્યા. અહિ તો સર્વ જીવોના આશ્રય વડે કહેલ છે. આ કારણથી જ ‘સર્વ' શબ્દનું ગ્રહણ કરેલ છે. प्राणा द्वित्रिचतुः प्रोक्ता भूतास्तु तरवः स्मृताः । जीवाः पञ्चेन्द्रिया ज्ञेयाः शेषाः सत्त्वा इतीरिताः ।।१३५।।
દ્વિ, ત્રિ અને ચતુરિન્દ્રિયો પ્રાણો કહેવાય છે, તરુઓ-વનસ્પતિકાયિકો ભૂતો કહેવાય છે, પંચેન્દ્રિયો આવો જાણવા અને બાકીના પૃથ્વી, અપુ, તેલ અને વાયુકાયિકો સત્ત્વો કહેવાય છે. (૧૩૫)
અહિં સત્તર પ્રકારના સંયમમાંથી આદિના નવ ભેદો સંગ્રહેલા છે. એકેન્દ્રિય સંયમના ગ્રહણ વડે પૃથ્વી વગેરે પાંચ પ્રકારના સંયમનું ગ્રહણ કરેલ હોવાથી આના વિપરીતપણાથી અસંયમસૂત્ર છે. ll૪૩oll :
''તાવVIક્સ" ઉત્ત. તૃણ વનસ્પતિઓ-બાદર વનસ્પતિઓ અચબીજ વગેરેના ક્રમથી કોરંટક, ઉત્પલકંદ, વાંશ, શલ્લકી તથા વડ વગેરે જાણવા. આની વ્યાખ્યા પૂર્વે કરેલ છે. I૪૩૧| पंचविधे आयारे पन्नत्ते, तंजहा–णाणायारे, दसणायारे, चरित्तायारे, तवायारे, वीरियायारे ।। सू० ४३२।। पंचविधे आयारपकप्पे पन्नत्ते, तंजहा-मासिते उग्घातिते,मासिए अणुग्घातिए, चाउमासिए उग्घाइए, चाउम्मासिए अणुग्घातिए, आरोवणा। आरोवणा पंचविहा पन्नत्ता, तंजहा-पट्टविया, ठविया, कसिणा, अकसिणा,हाडहडा // સૂ૦ ૪૩૩ 1, પૃથ્વી, અ૬, અગ્નિ, વાયુ, વનસ્પતિ, દ્ધિ, ત્રિ, ચલ, પંચેન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રાર્થના, પરિઝાપનિકા, મન, વચન અને કય
આ સત્તર પ્રકારના સંયમમાંથી પંચેન્દ્રિય સંયમરૂપ એક ભેદના આ પાંચ પેટા ભેદો છે. 2. વિકલેન્દ્રિયના ત્રણ, પંચેન્દ્રિયનો એક અને એકેન્દ્રિયના પૃથ્વી વગેરે પાંચ-આ પ્રમાણે નવ ભેદો છે.
60