________________
५ स्थानकाध्ययने उद्देशः २ आचाराः उग्घातिकाद्यारोपणाः ४३२-४३३ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
(મૂળ) પાંચ પ્રકારે આચાર કહેલા છે, તે આ પ્રમાણે–જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. //૪૩૨//
પાંચ પ્રકારે આચારપ્રકલ્પ એટલે નિશીથસૂત્ર કહેલ છે, તે આ પ્રમાણે–૧. લઘુમાસિક, ૨. ગુરુમાસિક, ૩. લઘુચાતુર્માસિક, ૪. ગુરુચાતુર્માસિક અને પ. આરોપણા. આ પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તને કહેનાર નિશીથસૂત્ર છે. આરોપણા પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—પ્રસ્થાપિતા, સ્થાપિતા, પૂર્ણા, અપરિપૂર્ણા અને જે પ્રાયશ્ચિત્ત તત્કાળ દેવાય તે
હાડહડા. /૪૩૩/l. (ટી0) આચરવું તે આચાર અર્થાત્ જ્ઞાનાદિ વિષયમાં આસેવા-પ્રવૃત્તિ. જ્ઞાનનો આચાર કાળ વગેરે આઠ પ્રકારનો છે, દર્શનસમકિતનો આચાર નિઃશંકિતાદિ આઠ પ્રકારનો છે, ચારિત્રનો આચાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી આઠ પ્રકારનો છે, તપનો આચાર અનશનાદિના ભેદથી બાર પ્રકારનો છે તથા વીર્યનો આચાર આજ્ઞાદિમાં જે વીર્યનું ન ગોપવવું અર્થાત્ ફોરવવું તે જ છે. ૪૩૫//
વાર–પ્રથમ અંગ (સૂત્ર) ના પદવિભાગસામાચારીલક્ષણ પ્રકૃષ્ટ કલ્પ-ઉત્કૃષ્ટ આચારનો કહેનાર હોવાથી પ્રકલ્પ તે આચારપ્રકલ્પ અર્થાત્ નિશીથ અધ્યયન (છેદસૂત્ર) પાંચ પ્રકારે છે, કારણ કે–તે પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તનો કહેનાર છે, તે આ પ્રમાણે—નિશીથ સૂત્રમાં કોઈક ઉદેશકોને વિષે લઘુમાસ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ કહેવાય છે ૧, કોઈક ઉદ્દેશકોને વિષે ગુરુમાસની પ્રાપ્તિ ૨, એવી રીતે લઘુચાતુર્માસ ૩, ગુરુચાતુર્માસ ૪, અને આરોપણ ૫, કહેલ છે. તેમાં માસ વડે થયેલું તે માસિક તપ, તે ઉદ્ઘાત-ભાગ પાડેલ છે જેમાં તે ઉદ્ઘાતિક અર્થાત્ લઘુ. કહ્યું છે કે- अद्धेण छिन्नसेसं, पुव्वद्धेणं तु संजुयं काउं । देज्जाहि लहुयदाणं, गुरुदाणं तत्तियं चेव ।।१३६।।
આ ગાથાની ભાવના માસિક તપને આશ્રયીને બતાવાય છે. અદ્ધમાસ વડે છેદેલ માસના શેષ પંદર દિવસ તે માસની અપેક્ષાએ પૂર્વના અર્થાત્ પચ્ચીશ દિવસના અર્ધ ભાગ વડે-સાડાબાર દિવસ વડે યુક્ત કરેલ સાડીસત્યાવીશ દિવસો થાય છે. આ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આપવું અને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત તો તેટલું જ અર્થાત્ ત્રીસ દિવસનું આપવું. (૧૩૬)
આરોપણા તો 'વડવાન્તિ મણિય દોરૂ'' અર્થાત્ પ્રાયશ્ચિત્તમાં ઉમેરો કરવો તે આરોપણા કહેવાય છે. જે સાધુ, જેમ અતિચારને સેવેલ છે તેમ જ આલોચના કરે છે, તેને પ્રતિસેવા વડે થયેલ જ લઘુમાસ, ગુરુમાસ વગેરે પ્રાયશ્ચિત્ત અપાય છે અને જે સાધુ જેમ અતિચાર સેવેલ છે તેમ આલોચન કરતો નથી તેને તેટલું તો પ્રાયશ્ચિત્ત અપાય છે જ અને માયા વડે થયેલું અન્ય (વધારાનું) પ્રાયશ્ચિત્ત અપાય છે, તે આ આરોપણા. મારવો' તિઉક્ત સ્વરૂપવાળી આરોપણા. “પવિય' ઉત્ત. ઘણા પ્રાયશ્ચિત્તના આરોપણને વિષે જે ગુરુમાસ વગેરે પ્રાયશ્ચિત્તને પ્રસ્થાપે છે–વહન કરવા માટે શરૂ કરે છે તેની અપેક્ષાએ પ્રસ્થાપિત કહેવાય છે. 'કવિ' ત્તિ જે પ્રાયશ્ચિત્ત મળ્યું તે પ્રાયશ્ચિત્તને સ્થાપન કર્યું પરંતુ વહન કરવું શરૂ કર્યું નહિ કેમ કે આચાર્યાદિનું વૈયાવૃત્ય કરવા માટે, તે પ્રાયશ્ચિત્તને વહન કરતો થકી વૈયાવૃજ્યને કરી શકતો નથી અને વૈયાવૃજ્યની સમાપ્તિમાં તો કરશે તે માટે તે સ્થાપિતા કહેવાય છે ૨, વૃત્ની–જેમાં ઝોષ ઓછું કરાતું નથી. ઝોષ એટલે આ તીર્થમાં છ માસ પર્વત જે તપે છે તે કારણથી છ માસની ઉપર જે માસોને પ્રાપ્ત થયેલ અપરાધી હોય તેઓને ક્ષપણ–તપનું અનારોપણ છે, જેમ પ્રસ્થમાં ચાર સેતિકાથી વધારે ધાન્યનું ઝાટન (પતન) થાય છે તેમ [અર્થાત્ માપ કરતાં વધારે ધાન્ય સમાઈ ન શકવાથી નીચે પડે છે તેમ છ માસથી વધારે તપ ન અપાય] ઝોષના અભાવથી તે પરિપૂર્ણ કહેવાય છે ૩, અન્ના એટલે જેમાં છ માસથી અધિક છે તે આરોપણાને જ ઝોષાય છે કેમ કે છ માસથી અધિક તપને દૂર કરવા વડે અપરિપૂર્ણ છે ૪. 'હા ' તિ જે લવુમાસ અને ગુરુમાસાદિ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલ હોય તે જે આરોપણાને વિષે તરત જ અપાય છે તે હાડહડા કહેલ છે. ૫. એનું વિશેષ સ્વરૂપ નિશીથ સૂત્ર વીશમા ઉદ્દેશકથી જાણવું. II૪૩૩|| 1. પ્રથમ જિનના તીર્થમાં બાર માસ પર્વત, મધ્યમ બાવીશ તીર્થમાં અષ્ટ માસ પર્યત અને ચરમ જિનના તીર્થમાં છ માસ પર્યત ઉત્કૃષ્ટ તપ
61