________________
५ स्थानकाध्ययने उद्देशः २ प्रतिसंलीनसंवरेतराः सामायिकाद्याः एकेंद्रियसंयमेतरौ तृणवनस्पतिः ४२७.४३१ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
' જે.ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છેદ અને વ્રતોમાં ઉપસ્થાપન કરાય, તે અહિં છેદોપસ્થાપનીય કહેવાય છે. તે સાતિચાર અને નિરતિચાર એમ બે ભેદે છે. નવદીક્ષિત શિષ્યને અથવા તીર્થાન્તરસંક્રમણ કરતા સાધુઓને આ નિરતિચાર છેદો સ્થાપનીય ચારિત્ર હોય છે. અને મૂળગુણઘાતિને પૂનર્વતારોપ કરતાં સાતિચાર છેદોપસ્થાપનીય હોય છે. આ બન્ને સ્થિત કલ્પ હોય છે. સ્વિતાસ્થિત કલ્પમાં નથી હોતા.'
પરિહરણ-છોડવું તે પરિહાર અર્થાત્ તપવિશેષ, તેના વડે વિશુદ્ધ અથવા પરિહારવિશેષે કરી શુદ્ધ છે જેમાં તે પરિહાર વિશુદ્ધ, તે જ પરિહારવિશુદ્ધિક, તે બે પ્રકારે છે-નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક. નિર્વિશમાનક-તપવિશેષને સેવનારાકરનારાઓનું જે ચારિત્ર તે નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક-આરાધેલ (કરેલ) વિવક્ષિત ચારિત્રના સમૂહવાળાઓનું જે ચારિત્ર તે નિર્વિકાયિકઆ સંબંધી બે ગાથાઓ જણાવે છે – परिहारेण विसुद्धं, सुद्धो य तवो जहिं विसेसेणं । तं परिहारविसुद्धं, परिहारविसुद्धियं नाम ।।१२९।। तं दुविकप्पं निविस्समाणनिव्विठ्ठकाइयवसेण । परिहारियाणुपरिहारियाण कप्पट्ठियस्स वि य ।।१३०॥
વિશેષાવર ર૭૦.૭૨ ઉત્ત] પરિહાર-તપવિશેષ વડે વિશુદ્ધ અથવા પરિહારવિશેષ વડે શુદ્ધ તપ છે જે ચારિત્રમાં તે સ્વાર્થિક પ્રત્યયના ગ્રહણથી પરિહારવિશુદ્ધક થાય છે. તેના બે ભેદ-નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક, તેનું સ્વરૂપ આ પ્રમાણે—આ તપને સ્વીકારનારાઓનો નવનો ગણ હોય છે, તેમાંથી ચાર પરિહારકો–તપના કરનારા, ચાર અનુપરિહારકો એટલે વૈયાવૃજ્યના કરનારા અને એક વાચનાચાર્ય અર્થાત્ ગુરભૂત હોય છે. તેમાં ચાર પરિહારકો તે નિર્વિશમાનક કહેવાય છે અને શેષ ચાર અનુપરિહારકો અને કલ્પસ્થિત-વાચનાચાર્ય નિર્વિષ્ટક્રયિક કહેવાય છે. (૧૨૯-૧૩૦)
નિર્વિશમાનક ચાર મુનિઓનો પરિહાર આ પ્રમાણે હોય છે-ગ્રીષ્મઋતુમાં (ઉનાળામાં) જઘન્યથી એક ઉપવાસ, મધ્યમથી છઠ્ઠ અને ઉત્કૃષ્ટથી અટ્ટમ, શિશિર (શીયાળા) માં તો જઘન્યથી છઠ્ઠ, મધ્યમથી અટ્ટમ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ, વર્ષાઋતુમાં જઘન્યથી અટ્ટમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ અને પારણાને વિષે (દરેક ઋતુમાં) આયંબિલ કરે છે. બાકીના ચાર અનુપરિહારિક અને વાચનાચાર્યને હંમેશા આયંબિલ જ કરવાનું હોય છે. એવી રીતે ચાર પરિહારકો છ માસ પર્યત ઉક્ત તપ કરે, ત્યાર બાદ વાચનાચાર્ય છ માસ પર્યત તપ કરે [શેષ આઠમાંથી એક વાચનાચાર્ય થાય અને સાત વૈયાવૃજ્યના કરનારા હોય] આ કલ્પ અઢાર મહિને પૂર્ણ થાય છે. સૂક્ષ્મા–લોભની કિટ્ટિકા (અસંખ્યાત વિભાગરૂપ સૂક્ષ્મ અણુઓ) વાળા સંપાયો–કષાયો છે જે ચારિત્રને વિષે તે સૂક્ષ્મસંપરાય, તે પણ બે પ્રકારે-વિશુદ્ધમાન અને સંક્નિશ્યમાન. ક્ષપકશ્રેણી અથવા ઉપશમશ્રેણી પ્રત્યે આરોહકને આઘે વિશુદ્ધમાન હોય છે અને સંક્તિશ્યમાન તો પરિણામવશાત્ ઉપશમશ્રેણીથી પડનારાઓને હોય છે. તે વિષયમાં કહેલું છે કે –
कोधाइ संपराओ, तेण जओ संपरीइ संसारं । तं सुहमसंपरायं, सुहुमो जत्थावसेसो से ।।१३१।। सेढिं विलग्गओ तं, विसुज्झमाणं तओ चयंतस्स । तह संकिलिस्समाणं, परिणामवसेण विनेयं ॥१३२।।
[વિશેષાવસ્થ ર૭૭-૭૮ ઉત્ત] ક્રોધ આદિ સંપાય કહેવાય છે. કેમકે તેથી આત્મા સંસારમાં ભમે છે. અને તે કષાય જ્યાં સૂક્ષ્મ અવશેષ હોય, તે સૂક્ષ્મ સંપરાય કહેવાય, આ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર શ્રેણિ ચડતાને વિશુધ્યમાનક હોય અને ત્યાંથી પડતાને પરિણામવશાત્ સંક્તિશ્યમાનક હોય છે. (૧૩૧-૧૩૨) ' 1. ઉદેશિક વગેરે દશ પ્રકારનો કલ્પ જેમાં સ્થિત-કાયમ હોય તે સ્થિતકલ્પ. આ કલ્પ પ્રથમ જિન અને અંતિમ જિનના તીર્થમાં હોય છે.
59