________________
५ स्थानकाध्ययने उद्देशः २ सुप्तजागराः रजआदानेतरौ पञ्चमासिकीप्रतिमा उपघातविशुद्धी ४२२-४२५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
એકેન્દ્રિય જીવો પ્રત્યે સંઘટ્ટાદિક ઉપદ્રવરૂપ સમારંભ નહિ કરનારને પાંચ પ્રકારનો સંયમ થાય છે, તે આ પ્રમાણે-- પૃથ્વીકાયિકનો સંયમ યાવતુ વનસ્પતિકાયિકનો સંયમ. એકેન્દ્રિય જીવો પ્રત્યે સંઘટ્ટાદિરૂપ સમારંભ કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકનો અસંયમ યાવતું વનસ્પતિકાયિકનો અસંયમ //૪૨૯ો. પંચેન્દ્રિય જીવો પ્રત્યે સમારંભ નહિ કરનારને પાંચ પ્રકારનો સંયમ થાય છે. તે આ પ્રમાણે–શ્રોત્રદ્રિયનો સંયમ થાવત્ સ્પર્શનેન્દ્રિયનો સંયમ. પંચેન્દ્રિય જીવો પ્રત્યે સમારંભ કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે—શ્રોત્રેદ્રિયનો અસંયમ યાવત્ સ્પર્શનેન્દ્રિયનો અસંયમ. સર્વ પ્રાણી-બેઈન્દ્રિયાદિ, ભૂત-વનસ્પતિના જીવો, - જીવ-પંચેદ્રિયો અને સત્ત્વો-પૃથ્વીકાય વગેરે ચાર, તેઓનો સમારંભ નહિ કરનારને પાંચ પ્રકારનો સંયમ થાય છે, તે
આ પ્રમાણે—એકેન્દ્રિયનો સંયમ યાવત્ પંચેન્દ્રિયનો સંયમ. સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વો પ્રત્યે સમારંભ કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે—એકેન્દ્રિયનો અસંયમ યાવત્ પંચેન્દ્રિયનો અસંયમ. ૪૩ ll પાંચ પ્રકારના બાદર વનસ્પતિકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે–અગ્રમાં બીજવાળા-કોટક વગેરે, મૂળમાં બીજવાળાઉત્પલકંદ વગેરે, પર્વમાં બીજવાળા-વાંશ, શેરડી વગેરે, સ્કંધમાં બીજવાળા-1 શલ્લકી વગેરે અને બીજરુહ બીજથી
ઊગનારા વડે વગેરે. /૪૩૧il (ટી) આ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે-યથાયોગ્ય પ્રધાનપણાથી શ્રોત્રેન્દ્રિય વગેરેનો ક્રમ જાણવો. શ્રોત્રેન્દ્રિય વગેરેનું પ્રધાનપણું ક્ષયોપશમના વિશેષણપણામાં કરાયેલું છે. પ્રતિસંલીન અને અપ્રતિસલીન એ બે સૂત્રને વિષે ધર્મી (શુભ અને અશુભ ભાવવાળો) પુરુષ કહ્યો અને સંવર તથા અસંવરના બે સૂત્રોને વિષે તો ધર્મ-શુભાશુભભાવરૂપ કહ્યો છે. I૪૨૭ી. - સંયમવું તે સંયમ અર્થાત્ પાપનો વિરામ, સમ-રાગદ્વેષ રહિત, તેનો અય-ગમન અર્થાત્ પ્રવૃત્તિ તે સમાય, સમાય જ સમાયને વિષે થયેલ, સમાય વડે થયેલ અથવા સમાયનો વિકાર-અંશ અથવા સમાય છે પ્રયોજન જેનું તે સામાયિક. કહ્યું છે
.. रागद्दोसविरहिओ, समो त्ति अयणं अउ त्ति गमणं ति । समगमणं ति समाओ, स एव सामाइयं नाम ॥११९।। .. अहवा भवं समाए, निव्वत्तं तेण तंमयं वा वि । जं तप्पओयणं वा, तेण व सामाइयं नेयं ॥१२०॥
विशेषावश्यक ३४७७-७८ ति] સમ એટલે રાગદ્વેષનો વિરહ અય એટલે અયન-ગમન. સમ તરફ ગમન કરવું તે સમાય, અને તેજ સામાયિક. - (૧૨૧) .
અથવા સમનો લાભ થવાથી નિવૃત્ત એટલે થયેલું છે. અથવા તન્મય તે અથવા તેવું (સમનું) જે પ્રયોજન તે સામાયિક જાણવું. (૧૨૦)
અથવા સમ-જ્ઞાનાદિ ત્રયને વિષે અથવા ત્રણ વડે અયન-ગમનરૂપ સમાય, તે જ સામાયિક છે. કહ્યું છે કે– अहवा समाई सम्मत्तनाण-चरणाई तेसु तेहिं वा । अयणं अओ समाओ, स एव सामाइयं नाम ॥१२१।।
[विशेषावश्यक ४३७९ त्ति] અથવા સમનો એટલે સમ્યક્ત, જ્ઞાન અને ચારિત્રને વિષે અથવા તેઓ વડે અય એટલે ગમન કરવું તે સમાય તેજ સામાયિક છે. (૧૨૧)
રાગાદિ રહિત લક્ષણ સમનો આય–ગુણોનો લાભ અથવા સમ-જ્ઞાનાદિ ગુણોનો આય-લાભ તે સમાય, તે જ 1. શલ્લકી એ એક જાતનો ઘાસચારો છે, તે હાથીને બહુ પ્રિય છે. 2. ચાર સ્પર્શવાળા ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાનું સામર્થ્ય
શ્રોત્રંદ્રિયને વિષે જ છે. શેષ ઇંદ્રિયો તો આઠ સ્પર્શવાળા પુગલોને ગ્રહણ કરનારી છે. તે ચાર ઇંદ્રિયોને વિષે પણ ચક્ષુ વગેરેના ક્રમથી * પ્રધાનતા છે.'
57