________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ अर्हदवर्णादिना दुर्लभसुलभबोधिता ४२६ सूत्रम् विहिगहियं विहिभुत्तं, अइरेगं भत्तपाण भोत्तव्वं । विहिगहिए विहिभुत्ते, एत्थ य चउरो भवे भंगा ।।१०९।। .
[ોય નિ ૧૬૨ ]િ. ઉદ્ગમાદિ દોષ રહિત અને સરસ કે નિરસ એમ વિભાગ વડે પાત્રમાં જુદું નહિ કરેલ તે વિધિગ્રહિત અને કટકા કરીને ચૂર્ણ કરીને જે ખાવું તે વિધિમુક્ત કહેવાય છે, ઉક્ત વિધિથી બીજી રીતે ગ્રહણ કરેલ જે ભોગવવા યોગ્ય ભક્તપાન તે અકલ્પનીય છે. અહિં વિધિગ્રહિત અને વિધિભક્ત આ બે પદને વિષે ચાર ભાંગા થાય છે, તે આ પ્રમાણે–૧. વિધિથી ગ્રહિત અને વિધિથી ભક્ત, ૨. વિધિથી ગ્રહિત અને અવિધિથી ભક્ત, ૩. અવિધિથી ગ્રહિત અને વિધિથી મુક્ત અને ૪. અવિધિથી ગ્રહિત અને અવિધિથી ભક્ત. (૧૦૯) 1अहवा वि य विहिगहियं, विहिभुत्तं तं गुरूहऽणुनायं । सेसा नाणुनाया, गहणे दिने व निज्जुहणा ॥११०॥
અથવા વિધિ વડે ગ્રહણ કરેલું અને વિધિ વડે ભોગવેલુ તે ગુરુ વડે અનુજ્ઞાત છે. શેષ ત્રણ ભાંગા અનુજ્ઞાત નથી માટે ગ્રહણ કરવામાં અને દેવામાં ત્રણ ભાંગા ત્યાજ્ય છે. (૧૧૦)
ઉદ્ગમાદિ વડે જ આહારોની કલધ્યતા–વિશુદ્ધિઓ છે. ll૪૨પl.
ઉપઘાત અને વિશુદ્ધિની વૃત્તિવાળા જીવો, અધાર્મિક અને ધાર્મિકપણાના બોધિના અલાભ અને લાભના સ્થાનોમાં પ્રવર્તે છે, તેનું પ્રતિપાદન કરવા માટે બે સૂત્ર છે— पंचहि ठाणेहिं जीव दुल्लभबोधियत्ताए कम्मं पगरेंति, तंजहा-अरहंताणं अवन्नं वदमाणे १ अरहंतपन्नत्तस्स धम्मस्स अवन्नं वदमाणे २ आयरियउवज्झायाणं अवनं वदमाणे ३ चाउवण्णस्स संघस्स अवन्नं वयमाणे ४ विवक्कतवबंभचेराणं देवाणं अवनं वदमाणे ५ । पंचहिं ठाणेहिं जीवा सुलभबोधियत्ताए कम्मं पगरेंति, तंजहा
अरहंताणं वन्नं वदमाणे जाव विवक्कतवबंभचेराणं देवाणं वन्नं वदमाणे ।। सू० ४२६।। (મૂ6) પાંચ કારણો વડે જીવો, દુર્લભબોધિપણાએ કર્મને કરે છે-બાંધે છે, તે આ પ્રમાણે–અરિહંતનો અવર્ણવાદ બોલતો
થકો ૧, અરિહંતભાષિત ધર્મનો અવર્ણવાદ બોલતો થકો ૨, આચાર્ય, ઉપાધ્યાયનો અવર્ણવાદ બોલતો થકો ૩, ચતુર્વિધ સંધનો અવર્ણવાદ બોલતો થકો ૪, અને ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્ય પાળવાથી થયેલ દેવોના અવર્ણવાદને બોલતો થકો ૫. પાંચ કારણો વડે જીવો, સુલભબોધિપણાએ કર્મને કરે છે-બાંધે છે, તે આ પ્રમાણે—અરિહંતોના
ગુણને બોલતો થકો યાવત્ ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્યના પાલનથી થયેલ દેવોના ગુણને બોલતો થકો. //૪૨૬ll (ટી0) 'રંવહી' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે-દુર્લભ છે બોધિ-જિનધર્મ જેને તે દુર્લભબોધિ. તેના ભાવરૂપ દુર્લભબોધિતા વડે અથવા દુર્લભબોધિતા માટે મોહનીય વગેરે કર્મ કરે છે-બાંધે છે. અરિહંતોની નિંદાને બોલતો થકોએ કહ્યું છે કે
नत्थी अरहंतत्ती, जाणं वा कीस भुंजए भोए। पाहुडियं तुवजीवइ[समवसरणादिरूपाम्], एमाइ जिणाण उ अवन्नो ।।१११।।
અહમ્ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ કરવા યોગ્ય નથી અથવા ગૃહસ્થાવાસને વિષે ત્રણ જ્ઞાનસંપન્ન હોવા છતાં ભોગોને કેમ ભોગવે છે? કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે પણ દેવરચિત સમવસરણાદિ મહાઋદ્ધિને કેમ ભોગવે છે? ઇત્યાદિ કથનરૂપ જિનેશ્વરોના અવર્ણવાદ છે.
અરિહંતો થયા નથી એમ કદાપિ કહેવું નહિં, કારણ કે તેમણે કહેલ પ્રવચનનો સાક્ષાત્કાર છે. વળી ભોગોનો અનુભવ કરવો વગેરે તેમને દોષરૂપ નથી કેમકે તેમને અવશ્ય વેદવા યોગ્ય સાતાવેદનીય અને તીર્થંકરનામાદિ કર્મના નિર્જરણના ઉપાય
1. ગાથાવૃત્તિમાં મદવા વિ વિહિનદિ આ પ્રમાણે પાઠ છે તેથી તૃતીય ભંગ પણ અનુજ્ઞાત કહેલ છે અને શેષ-બીજો ચોથો એ બે ભંગ
નિષિદ્ધ છે. મૂળ ગાથામાં અથવા અને અપિ શબ્દ હોવાથી ગાથાવૃત્તિ પ્રમાણે સંભવે છે.
54