________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ सुप्तजागराः रजआदानेतरौ पञ्चमासिकीप्रतिमा उपघातत्रिशुद्धी ४२२-४२५ सूत्राणि तंजहा-पाणातिवातवेरमणेणं जाव परिग्गहवेरमणेणं ॥ सू० ४२३ ।।
पंचमासियं णं भिक्खुपडिमं पडिवन्नस्स अणगारस्स कप्पंति पंच दत्तीओ भोयणस्स पडिगाहेत्तते, पंच પાળાસ્સું | સૂ૦ ૪૨૪||
पंचविधे उवघाते पन्नत्ते, तंजहा - उग्गमोवघाते, उप्पायणोवघाते, एसणोवघाते परिकम्मोवघाते, परिहरणोवघाते । पंचविहा विसोही पन्नत्ता, तंजहा - उग्गमविसोधी, उप्पायणविसोधी, एसणाविसोधी परिकम्मण (णा) विसोधी પરિહરના[[]વિશોધી ।। સૂ૦ ૪૧।।
(મૂળ) સૂતેલા સંયત પુરુષોના–સાધુઓના પાંચ વિષયો જાગૃત હોય છે, કર્મબંધનના હેતુરૂપ હોય છે, તે આ પ્રમાણે~શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. જાગૃત સંયતોના પાંચ વિષયો સૂતેલા હોય છે અર્થાત્ કર્મબંધના કારણરૂપ હોતા નથી, તે આ પ્રમાણે—શબ્દ યાવત્ સ્પર્શ. સૂતેલા અથવા જાગતા અસંયત મનુષ્યોના પાંચ વિષયો જાગૃત હોય છે અર્થાત્ કર્મબંધના કારણરૂપ હોય છે, તે આ પ્રમાણે—શબ્દ યાવત્ સ્પર્શ. ૪૨૨॥
પાંચ કારણો વડે જીવો કર્મરૂપ રજને ગ્રહણ કરે છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાત વડે યાવ પરિગ્રહ વડે. પાંચ કારણો વડે જીવો કર્મરૂપ ૨જને વમે છે-ખપાવે છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાતના વિરમણ વડે યાવત્ પરિગ્રહના
વિરમણ વડે. ।।૪૨૩૪॥
પાંચ માસના પ્રમાણવાળી પાંચમી ભિક્ષુની પડિમાને સ્વીકારેલ અણગારને પાંચ ત્તિ ભોજનની અને પાંચ દત્તિ પાણીની ગ્રહણ કરવી કલ્પે છે. II૪૨૪॥
પાંચ પ્રકારે ઉપઘાત–આહારાદિની અશુદ્ધતા કહેલ છે, તે આ પ્રમાણે—ઉદ્ગમોપઘાત–ગૃહસ્થથી ઉત્પન્ન થતા આધાકદિ સોળ દોષ, ઉત્પાદનોપઘાત–સાધુથી થતા ધાત્રી વગેરે સોળ દોષ, એષણોપઘાત–ઉભયથી થતા શંકિતાદિ દશ દોષ, પરિકર્મોપઘાત–વસ્ત્ર પાત્રનું છેદન અને શીવણકર્મમાં મર્યાદાનું ઉલ્લંઘન્ન અને પરિહરણોપઘાત–પ્રતિસેવા વડે ઉપધિ વગેરેનુંઅકલ્પનીયપણું અર્થાત્ એકાકી વિચરનારા સાધુએ સેવેલ ઉપધિ દોષવાળી થાય છે. એવી રીતે વસતિમાં અધિક કાળ રહેનારને પણ આ દોષ જાણવા. પાંચ પ્રકારની વિશોધિ કહેલ છે, તે આ પ્રમાણે—ઉદ્ગમવિશોધિ, ઉત્પાદનવિશોધિ, એષણાવિશોધિ, પરિકમ્મવિશોધિ અને પરિહરણવિશોધિ. પૂર્વોક્ત ઉપઘાતથી વિપરીત અર્થાત્ ઉદ્ગમાદિ દોષ ન લગાડનારને વિશોધિ હોય છે. II૪૨૫॥
(ટી0) સ્પષ્ટ છે. વિશેષ એ કે—'સંનયે' ત્યાવિ॰ સંયત મનુષ્યો–સાધુઓને સુન્નાનાં—નિદ્રાવાળાને, જાગે છે તે ખાવ્રતો-નહિં સૂતેલા અર્થાત્ જાગતાની જેમ જાગતા. અહિં આ ભાવના વિચારવી–શબ્દાદિ (વિષયો) જ સૂતેલા સાધુઓને જ્વલત અગ્નિની જેમ નહિં હણાયેલ શક્તિવાળા હોય છે કેમ કે કર્મબંધના અભાવના કારણભૂત અપ્રમાદનો તે વખતે તેઓને અભાવ હોવાથી શબ્દાદિ કર્મબંધના કારણભૂત થાય છે. બીજા સૂત્રની ભાવના એ છે કે–જાગૃત સાધુઓના શબ્દાદિ વિષયો, સૂતેલાની માફક સૂતેલ ભસ્મથી ઢંકાયેલ અગ્નિની માફક હણાયલી શક્તિવાળા હોય છે કેમ કે કર્મબંધના કારણભૂત પ્રમાદનો તે વખતે તેઓને અભાવ હોવાથી કર્મબંધના કારણ થતા નથી. સંયતથી વિપરીત જ અસંયતો માટે તેને આશ્રયીને કહે છે-'ત્રસંન' ત્યાદ્િ॰ સ્પષ્ટ છે. વિશેષ એ કે-પ્રમાદીપણાને લઈને (સુપ્ત કે જાગૃત) બન્ને અવસ્થામાં પણ કર્મબંધના કારણ થવા વડે અપ્રતિહત શક્તિપણાથી શબ્દાદિ વિષયો જાગૃતની જેમ જાગૃત હોય છે. ૪૨૨॥
સંયત અને અસંયતના અધિકારથી તેના વ્યતિકરને કહેનારા બે સૂત્રો છે તે સુગમ છે. વિશેષ એ કે 'નીવ' ત્તિ અસંયત જીવો 'ë' તિ॰ જીવના સ્વરૂપને ઉપરંજન (મલિન) ક૨વાથી રજની માફક રજ-કર્મને 'આયંતિ' ત્તિ ગ્રહણ કરે છે–બાંધે છે. 'નીવ' ત્તિ॰ સંયત જીવો, 'વનંતિ' ત્તિ તજે છે-ખપાવે છે. I૪૨૩
52