SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः १ प्रव्रज्यादिषु दिशे ७६ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ધર્મ વડે લૂસિયાજ્ઞિ–તેમાં જોડાયેલાને અથવા સંલેખના વડે ફોષિતાનાં—ક્ષીણ શરીરવાળાઓને, તથા જેઓએ ભક્ત (અન્ન) અને પાણીનું પચ્ચખાણ કરેલ છે તેઓને, વૃક્ષની માફક ચેષ્ટા રહિતપણે સ્થિર થયેલાઓને, અનશન વિશેષ સ્વીકારનારાઓને, મરણ કાલને નહિં ઇચ્છનારાઓને, વિવું–રહેવા માટે બે દિશા (પૂર્વ અને ઉત્તર) સન્મુખ રહેવું કહ્યું (૨). એકંદર અઢાર દિશા સૂત્રો છે તેમાં જેની વ્યાખ્યા કરી નથી તે સુગમ સમજવા. ૭૬ll. I બીજા સ્થાનકના પ્રથમ ઉદ્દેશાની ટીકાનો અનુવાદ સમાપ્ત ! સ્વાધ્યાયના વિષયમાં અન્ય દાર્શનિકોનું મંતવ્ય • શતપથ બ્રાહ્મણમાં સ્વાધ્યાયથી મનની એકાગ્રતા, પ્રકૃતિના બંધનથી મુક્તિ, ચિંતાથી છુટકારો, નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ, ચિત્તની શાંતિ વગેરે અનેક લાભ બતાવ્યા છે. યોગશાસ્ત્રમાં મહર્ષિ પતંજલિએ સ્વાધ્યાયની સલાહ આપતાં કહ્યું છે કે સ્વાધ્યાયની સંપત્તિથી પરમાત્મા-ઈષ્ટ દેવતાનો સાક્ષાત્કાર થાય છે. છાંદોગ્યોપનિષદમાં ઉપદિષ્ટ ધર્મના ત્રણ અંગ યજ્ઞ, સ્વાધ્યાય અને દાનમાં સ્વાધ્યાયને પ્રમુખ સ્થાન આપેલ છે. તૈતરીય હૃતિના અનુસાર પ્રાચીન કાળના વિદ્યાપીઠોના કુલપતિ પોતાના પ્રત્યેક સ્નાતકને ધર્મ અને સત્યના આચરણની આવશ્યક આજ્ઞાની સાથે સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવાની ખાસ સૂચના આપતા હતા. - શ્રી ભગવતી ગીતામાં સ્વાધ્યાયને વાણીનું તપ કહ્યું છે. • લૉર્ડ મેકોળે કહ્યું છે કે “સ્વાધ્યાયને છોડીને મને કોઈ રાજા બનાવવાનું વિચારે તો હું રાજા બનવાનું પસંદ નહીં કરું.’ લોકમાન્ય તિલકનું કહેવું છે કે નરકમાં પણ મને શ્રેષ્ઠ પુસ્તક મળી જાય તો હું એનું સ્વાગત કરીશ. કેમકે જ્યાં તે હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે. તિલકે કહ્યું છે કરીયાવરમાં પણ ઉત્તમ પુસ્તક આપવું જોઈએ. મહાત્મા ગાંધીનું કહેવું છે કે જીવન નૈયામાં સારા પુસ્તકો હલેસા સમાન હોય છે. નિત્ય સ્વાધ્યાય કરવું મહાનતાની પહેલી સીડી ઉપર પગ રાખવા જેવું છે. સ્વાધ્યાયમાં પ્રમાદ કરવો પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન છે. સ્વાધ્યાય એ મીઠી ઔષધિ છે જેને પીવાથી મનુષ્ય અમર થઈ જાય છે. પોતાના અનુભવને વર્ણવતાં ગાંધીજીએ મારા જેલનો અનુભવ” પુસ્તકમાં લખ્યું છે કે વિષમ સમયમાં પુસ્તકોના અધ્યયને જ મારી રક્ષા કરી છે. “શ્રેષ્ઠ પુસ્તક ખિસ્સામાં રાખેલ અરીસો છે.” (અરબી કહેવત) નિત્ય સ્વાધ્યાય કરવાવાળા દુઃખ સમાન સમુદ્રથી તરી જાય છે. (મ.વ્યાસ–સુવાસ સ્મારિકા” પુસ્તક) ૦ અરસ્તુએ શિક્ષાને મનુષ્યની મનીષાનો વિકાસ કહ્યો છે. અર્થાત્ માનસિક શક્તિ અને ક્ષમતાનો વિકાસ. એક પ્રશ્નના જવાબમાં અરડુએ કહ્યું છે કે શિક્ષિત અને અશિક્ષિતમાં અંતર એટલું જ છે જે એક જીવિત અને મૃત મનુષ્યમાં છે. રસ્કિને કહ્યું છે કે શિક્ષાનો મતલબ એ નથી કે જે શિખવવામાં આવે, જેને આપણે નથી જાણતા. પરંતુ મતલબ એ છે કે જે શિખવવામાં આવે છે તેનું આપણે કેવી રીતે આચરણ કરીએ. શિક્ષા ફક્ત અક્ષર, ભાષા કે અંકજ્ઞાન, વિષયજ્ઞાન નથી. તે છે કામ, મન અને આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાનો અભ્યાસ. 87
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy