________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
પૂર્ણ ક૨વાની એક સમયની જ સ્થિતિ હોય છે.)
વળી આહા૨૫ર્યામિ સિવાય પાંચ પર્યાપ્તિઓ અસંખ્યાત સમયવાળી છે અને તે પાંચે અંતર્મુહૂર્તમાં પૂર્ણ થાય છે. અપર્યાપ્તક તો ઉચ્છ્વાસપર્યાપ્ત વડે અપર્યાપ્ત જ મૃત્યુ પામે છે, પરંતુ શરીર અને ઇંદ્રિયપર્યાપ્તિ વડે અપર્યાપ્તા મરતા નથી. જે કારણથી આગામી ભવનું આયુષ્ય બાંધીને મરે છે. શરીર અને ઇંદ્રિયાદિ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવો વડે જ પરભવાયુષ્ય બંધાય છે. એવી રીતે પૂર્વની માફક જાણવું (૬-૧૦), 'યુવિા પુવી'ત્યાદ્રિ છ સૂત્રો, પરિળતાઃ—સ્વકાયશસ્ત્ર (પૃથ્વીથી પૃથ્વી હણાય) અને પરકાયશસ્ત્ર (પાણી વગેરેથી પૃથ્વી વગેરે હણાય) વગેરેથી ભિન્ન પરિણામને પ્રાપ્ત થયેલા અર્થાત્ અચિત્ત થયેલા. પૃથ્વી વગેરેમાં દ્રવ્યથી ખાતર વગેરેથી મિશ્રિત દ્રવ્ય વડે, કાળથી પોરસી વગેરે (મિશ્રિત) કાળ વડે, અને ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શો, બીજા પરિણામપણાએ પરિણત થયેલા તે અચિત્ત થાય છે. ક્ષેત્રથી તો—
जोयणसयं तु गंता, अणहारेणं तु भंडसंकंती । वायागणिधूमेण य, विद्धत्थं होइ लोणाई ||२८|| हरियाल मणोसिल, पिप्पली य खज्जूर मुद्दिया अभया । आइन्नमणाइन्ना, तेऽवि हु एमेव णायव्वा ।। २९ ।। आरुहणे ओरुहणे, णिसियण गोणाइणं च गाउम्हा । भूमाहारच्छेदे, उवक्कमेणेव परिणामो ||३०||
२ स्थानकाध्ययने उद्देशः १ पृथव्यादिनां परिणामेतरौ ७३ सूत्रम्
[નિશીથ મા૦૪૮૩૩-૨૪-રૂ]
પોતાના સ્થાનથી લઈ જવાતા લવણાદિ, પ્રતિદિવસ ક્રમે ક્રમે આગળ જતાં નાશ પામતાં છતાં છેવટ એકસો યોજનથી ઉ૫૨ જતાં સર્વથા અચિત્ત થાય છે. હવે શસ્ત્રપરિણત થયા સિવાય પણ અચિત્ત થવાના કારણો કહે છે—૧ પોતાના ઉત્પત્તિક્ષેત્રનો આહાર ન મળવાથી, ૨ એક ભાજનમાંથી બીજા ભાજનમાં નાખવાથી અથવા એક વખારમાંથી બીજી વખારમાં રાખવાથી, ૩ પ્રચંડ વાયુથી, ૪ અગ્નિના તાપથી અને પ રસોડાના ધુંવાડા વગેરેથી લવણાદિ અચિત્ત થાય છે. હરતાલ, મણિશલ, પીપર, ખજુર, દ્રાક્ષ અને હરડે પણ લવણની જેમ અચિત્ત થાય છે, પણ સાધુને આચીર્ણ (લેવા યોગ્ય) અને અનાચીર્ણનો વિધિ જાણવા યોગ્ય છે. પીપર અને હરડે આચીર્ણ છે અને ખજુર ને દ્રાક્ષ વગેરે અનાચીર્ણ છે. હરતાલ વગેરે સર્વ વસ્તુઓનાં સામાન્યપણે અચિત્ત થવાનાં કારણો કહે છે—ગાડા, પોઠિયા (બળદ) વગેરે વાહનો ઉપર ચડાવતાં અને ઉતારતાં, લવણાદિના ઢગલા વગેરે ઉપર બેસવા વગેરેથી, બળદો વગેરેની પીઠ આદિ શરીરની ગરમીથી, ઉત્પત્તિ ક્ષેત્રની ભૂમિનો આહાર ન મળવાથી અને શસ્ત્રના ઉપક્રમથી અચિત્ત થાય છે. (૨૮-૩૦)
પરિણામાંતર પ્રાપ્ત થયે છતે પણ પૃથ્વીકાયિકો જ કહેવાય છે, તે માત્ર અચેતન છે. એમ જો નહિ માનીએ તો આ અચેતન પૃથ્વીકાય પિંડના પ્રયોજન (ઉપયોગિતા)નું કથન કેમ ઘટમાન થાય? જેમ—'ખટ્ટાડા જેવો માફ પયોયાં વધુ।।' ઘટ્ટક—પાત્ર વગેરેને ઘસવામાં 37–ઇટ અને લેપ વગે૨ે અચિત્ત પૃથ્વીનો સાધુઓને બહુધા ઉપયોગ કરવો પડે છે (૧૧), 'વૅમિ’ત્યાવિ પાંચ સૂત્રો પૂર્વની માફક કહેવા (૧૨–૧૫), દ્રનિ—વિચિત્ર પર્યાયો પામે તે દ્રવ્યો, જીવ અને પુદ્ગલરૂપ તે દ્રવ્યો. વિવક્ષિત પરિણામના ત્યાગ વડે પરિણામાન્તરને પ્રાપ્ત થયેલ તે પરિણત દ્રવ્યો વિવક્ષિતપરિણામવાળા જ છે. જે પરિણામાંતરને નહિ પામેલા તે અપરિણત દ્રવ્યો. આ પ્રમાણે છઠ્ઠું દ્રવ્ય સૂત્ર જાણવું (૧૬), 'તુવિષે’ત્યાવિ॰ છ સૂત્રો, ગમનપણાને પામેલા–ગતિવાળા તે ગતિસમાપન્ના. પૃથ્વીકાયિક વગેરેના આયુષ્યના ઉદયથી જે પૃથ્વીકાયાદિ વ્યપદેશવાળા વિગ્રહગતિ વડે ઉત્પત્તિક્ષેત્રમાં જાય છે તે ગતિસમાપન્ન કહેવાય છે. અગતિસમાપન્નજીવો તો સ્થિતિવાળા (જે ગતિમાં છે તે જ ગતિમાં રહેલા) છે (૧૭–૨૧), દ્રવ્યસૂત્રમાં ગતિ-ગમનપાત્ર જ જાણવું, બાકીનું પૂર્વવત્ છે (૨૨), 'તુવિજ્ઞા પુવી’ત્યાર્િ 9 સૂત્રો, અનંતર–વર્તમાન સમયમાં જ કોઈક આકાશદેશમાં રહેલા તે જ અનંતરાવગાઢકો અને આકાશદેશમાં જે રહેલાઓને બે વગેરે સમયો થયેલા છે તે પરંપરાવગાઢકો જાણવા. અથવા વિવક્ષિત ક્ષેત્ર અથવા દ્રવ્યની અપેક્ષા કરીને અંતરહિતપણે રહેલા તે અનંતરાવગાઢ અને બીજા અંતરસહિતપણે રહેલા તે પરંપરાવગાઢ (૨૩-૨૮). I૭૩॥
82