SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ २ स्थानकाध्ययने उद्देशः १ धर्मसंयमौ ७२ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ વીતરાગસંયમ અને અપ્રથમસમયબુદ્ધબોધિતછદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ અથવા ચરમસમયબુદ્ધબોધિતછદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ અને અચરમસમયબુદ્ધબોધિતછદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ (૧૩), કેવલીક્ષીણકષાય– વીતરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે—સયોગીકેવલીક્ષીણકષાયવીતરાગસંયમ અને અયોગીકેવલીક્ષીણકષાય– વીતરાગસંયમ (૧૪), સયોગીકેવલીક્ષીણકષાયવીતરાગસંયમ, બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે—પ્રથમસમયસયોગીકેવલીક્ષીણકષાયવીતરાગસંયમ અને અપ્રથમસમયસયોગીકેવલીક્ષીણકષાયવીતરાગસંયમ, અથવા ચરમસમયસયોગીકેવલીક્ષીણકષાયવીતરાગસંયમ અને અચરમસમયસયોગીકેવલીક્ષીણકષાયવીતરાગસંયમ (૧૫), અયોગીકેવલી– ક્ષીણકષાયવીતરાગસંયમ બે પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે—પ્રથમસમયઅયોગીકેવલીક્ષીણકષાયવીતરાગસંયમ અને અપ્રથમસમયઅયોગીકેવલીક્ષીણકષાયવીતરાગસંયમ, અથવા ચરમસમયઅયોગીકેવલીક્ષીણકષાયવીતરાગસંયમ અને અચરમસમયઅયોગીકેવલીક્ષીણકષાયવીતરાગસંયમ (૧૬). I૭૨॥ (ટી૦) દુર્ગતિમાં પડતા જીવોને અટકાવે અને સદ્ગતિમાં જીવોને જે ધારણ કરે તે ધર્મ. શ્રુત—દ્વાદશાંગી તે જ ધર્મ, તે શ્રુતધર્મ. નયંત—મર્યાદાપૂર્વક જે સેવાય છે તે ચારિત્ર અથવા જે ચારિત્ર વડે મોક્ષ પ્રત્યે જવાય તે ચારિત્ર–મૂલ અને ઉત્તરગુણના સમુદાયરૂપ ધર્મ તે ચારિત્રધર્મ‘(૧), 'સુર્યધર્મો' ફત્યાર્િ॰ જે વડે અર્થો ગુંથાય છે અથવા સૂચવાય છે તે સૂત્ર, અથવા સમ્યગ્ રીતે સ્થિતપણાએ અને વ્યાપકપણાએ સારી રીતે કહેવાપણું હોવાથી સૂક્ત, અથવા વ્યાખ્યાન ન કરવા વડે સુપ્ત અવસ્થા (અજાગૃતપણું) હોવાથી સૂતેલાની માફક સુપ્ત પણ કહીએ. ભાષ્યકારનું કથન તો આ પ્રમાણે છે— सिञ्चति खरइ जमत्थं, तम्हा सुत्तं निरुत्तविहिणा वा । सूएइ सवति सुव्वइ, सिव्वइ सरए व जेणऽत्थं ।।२५।। [वि. आ०१३६८ ] अविवरियं सुत्तं पिव, सुट्ठिय- वावित्तओ सुवुत्तं ति । [विशेषावश्यक० १३६९ श्लोकार्द्ध ] જેમાંથી અર્થ ખરે છે અર્થાત્ અર્થની પ્રાપ્તિ થાય છે તે સૂત્ર કહેવાય છે. અથવા નિરુક્તવિધિએ જેના વડે અર્થ સૂચવાય છે, ઝરે છે, સંભળાય છે, વિશિષ્ટ ઘટનાને પમાડે છે, સ્મરણ કરાય છે તે સૂત્ર. (૨૫) જેનું વિવરણ નહિ કરાયેલું તે સૂતેલાની માફક સુક્ષ્મ કહેવાય છે અને સારી રીતે સ્થિત (પ્રમાણથી અબાધિત) અને વ્યાપ્ત હોવાથી સૂક્ત કહેવાય છે. અર્યતે– જિજ્ઞાસુઓ વડે જે જણાય છે અથવા યાચના કરાય છે તે અર્થ—વ્યાખ્યાન. વળી ભાષ્યકાર કહે છે— जो सुत्ताभिप्पाओ, सो अत्थो अज्जए य जम्हत्ति (जम्हा ) ||२६|| [विशेषावश्यक० १३६९ श्लोकार्द्ध] સૂત્રનો અભિપ્રાય જેનાથી જણાય છે તે અર્થ.(૨૬) 'ચરિત્તે’ત્યાદ્િ॰ અગાર–ગૃહ, તેના યોગથી અગારો–ગૃહસ્થો, તેઓનો જે સમ્યક્ત્વમૂલ અણુવ્રત વગેરેના પાલનરૂપી ચારિત્રધર્મ તે અગારચારિત્રધર્મ, એવી રીતે બીજો પણ જાણવો. હવે વિશેષ કહે છે–જેઓને ઘર નથી તે અનગારો—સાધુઓ, તેઓનો જે ધર્મ તે અનગારચારિત્રધર્મ (૩), જે ચારિત્રધર્મ તે સંયમ, આ હેતુથી સંયમ કહે છે—'વુવિદ્દે'ત્યાતિ જે માયાદિરૂપ સ્નેહ સહિત તે સરાગ, રાગ સહિત એવો જે સંયમ અથવા રાગ સહિતનો જે સંયમ તે સરાગસંયમ. વીત—ગયો છે રાગ જેમાંથી તે વીતરાગ, વીતરાગ એવો જે સંયમ અથવા વીતરાગનો જે સંયમ તે વીતરાગસંયમ (૪), 'સરાને'ત્યાદ્રિ સૂક્ષ્મલોભના અસંખ્યાત કિટ્ટિકા (સૂક્ષ્મ અણુઓ)ના વેદનથી સંપરૈતિ–સંસરણ (ભ્રમણ) ક૨ે છે, જેના વડે જીવ સંસારમાં ભ્રમણ કરે તે સંપરાયકષાય, આ વ્યુત્પત્યર્થ છે. ભાષ્યકાર કહે છે—ોહાફ સંપરાઓ, તેા નુો સંપરીતિ સંસારે I [વિશેષાવશ્ય૰2 ૨૨૭૭ ત્તિ]—ક્રોધાદિ તે સંપરાય, તેનાથી યુક્ત જીવ સંસારમાં ભ્રમણ કરે છે. ઉપશમશ્રેણિવાળાનો અથવા ક્ષપકશ્રેણિવાળાનો લોભકષાયરૂપ સૂક્ષ્મસંપરાય જેને છે એવો સૂક્ષ્મસંપરાયસાધુ, તેનો સરાગસંયમ તે સૂક્ષ્મસં૫રાયસરાગસંયમ, અથવા સૂક્ષ્મસંપરાય એવો સાધુ. આ કર્મધારય સમાસ છે. બાદર—સ્થૂલ, સંપરાય—કષાય જે સાધુને છે અથવા જે સંયમને વિષે બાદરસંપરાય છે 1. આ ૨૬મી ગાથાનો પૂર્વાર્ધ અવિવરિયમિત્યાદ્રિ, ૨૫મી ગાથા સાથે સંબંધ ધરાવતો હોવાથી સાથે લખેલ છે. 2. તે હુમસંપાયું સુન્નુમો નત્થાવસેસો સો [ઉત્તરા તે કષાય જ્યાં સૂક્ષ્મ અવશેષ હોય તે સૂક્ષ્મ સં૫રાય કહેવાય. 79
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy