________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने स्कंधविशेषस्य एकत्वम् ५२-५६ सूत्राणि છે–સામાન્ય જ એક, નિત્ય, અવયવ રહિત, નિષ્ક્રિય અને વ્યાપક-સર્વગત છે. સામાન્ય રહિત હોવાથી વિશેષ નથી. અહિં જે સામાન્ય રહિત છે તે વસ્તુજ નથી, દા.ત. ગધેડાનું શીંગડું. જે વસ્તુ છે તે સામાન્ય રહિત નથી; જેમકે ઘડો. વળી સામાન્યવાદી વિશેષવાદીને કહે છે કે તમે વિશેષો, સામાન્યથી અન્ય-ભિન્ન સ્વીકારો છો અથવા અનન્ય-અભિન્ન? જો સામાન્યથી વિશેષો જુદા કહેશો તો તે અસત્-અછતા છે, કારણ કે સામાન્ય રહિત હોવાથી તે આકાશના ફૂલની જેમ અસત્ છે. જો વિશેષો સામાન્યથી જુદા નથી તો સામાન્ય માત્ર જ છે. અથવા સામાન્યમાં વિશેષનો ઉપચાર જો હોય તો ઉપચાર વડે વસ્તુના તત્ત્વનું ચિંતન નહિં થાય. ભાષ્યકાર કહે છે.... एक्कं निच्चं निरवयवमक्कियं सव्वगं च सामन्नं । निस्सामन्नत्ताओ, नत्थि विसेसो खपुप्फ व ॥१३५।। तथा
[विशेषावश्यक० ३२] એક નિત્ય-નિરવયવ-અક્રિય અને સર્વગત એવું સામાન્ય વસ્તુરૂપે છે. આકાશ પુષ્પની જેમ સામાન્ય વિનાનું વિશેષ એવું કાંઈ છે જ નહીં. (૧૩૫). सामनओ विसेसो, अन्नोऽनन्नो व होज्ज? जइ अन्नो । सो नत्थि खपुष्फं, पि वऽणन्नो सामन्नमेव तयं ॥१३६।।(युग्मम्)
[વિશેષાવથ૦ રૂ૪] સામાન્યથી વિશેષ અન્ય હોય અથવા અનન્ય હોય (ભિન્ન કે અભિન્ન હોય)? જો ભિન્ન હોય તો આકાશ પુષ્પની જેમ તેની અસ્તિ નથી અને અભિન્ન હોય તો તે સામાન્ય જ છે. (૧૩૬)
આત્માદિ પદાર્થોનું એકપણું સામાન્ય નથી કહેલું છે. વિશેષનયના મતથી તો આત્માદિનું અનેકપણું જ છે. વિશેષવાદી કહે છે-સામાન્ય, વિશેષોથી ભિન્ન છે કે અભિન્ન? ભિન્ન નથી, કારણ કે આકાશના ફૂલની જેમ તદન પ્રત્યક્ષ નથી. વળી વિશેષોથી સામાન્ય ભિન્ન નથી, કારણ કે દાહ, પાક, સ્નાન, પાન, અવગાહ, વાહ અને દાહ આદિ સામાન્ય શબ્દ વડે સર્વ સંવ્યવહારનો ગધેડાના શીંગડાની જેમ અભાવ છે, તેથી કંઈ પણ વ્યવહાર થઈ શકશે નહિં. જો સામાન્ય અભિન્ન છે તો વિશેષ માત્ર જ વસ્તુ છે, સામાન્ય નામ જ નથી. અથવા વિશેષોમાં સામાન્ય માત્રનો ઉપચાર કરેલ છે, એમ જ કહેશો તો ઉપચાર વડે વસ્તુતત્ત્વ નહિ વિચારી શકાય. ભાષ્યકાર કહે છે– न विसेसत्यंतरभूयमस्थि सामन्नमाह ववहारो । उवलंभव्ववहाराभावाओ खरविसाणं व ॥१३७।। [विशेषाव०३५]
વ્યવહારનય કહે છે કે વિશેષથી સામાન્ય અર્થાન્તરભૂત (જુદું) નથી. કેમકે ઉપલબ્ધિ-જ્ઞાન અને વ્યવહારના અભાવે તે ખરશૃંગવત્ અવિદ્યમાન છે.
આવી રીતે આત્માદિ પદાર્થોનું અનેકપણું જ છે. શંકા–બન્ને પક્ષમાં પણ યુક્તિઓનો સંભવ હોવાથી ક્યું તત્ત્વ સ્વીકારવું જોઈએ? સમાધાન-કથંચિત્ એકપણું અને કથંચિત્ અનેકપણું છે. તે આ પ્રમાણે–વસ્તુનું સમવિષમપણું હોવાથી સમરૂપની અપેક્ષાએ એકપણું છે, અને વિષમરૂપની અપેક્ષાએ તો અનેકપણું છે. કહ્યું છે કે
वस्तुनः एव समानः परिणामो यः स एव सामान्यम् । विपरीतस्तु विशेषो वस्त्येकमनेकरूपं तद् ॥१३८।।
“વસ્તુનો જ જે સમાન પરિણામ છે તે જ સામાન્ય છે અને વસ્તુના જે વિષમ પરિણામ છે તે જ વિશેષો છે; તેથી વસ્તુ એકરૂપ અને અનેકરૂપ છે.”
/ ઇતિ શ્રીમઅભયદેવસૂરિવિરચિત ઠાણાંગ સૂત્રના પહેલા એક સ્થાનક અધ્યયનનો મૂલ તથા ટીકાનો અનુવાદ સમાપ્ત. I
56