________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने १५ सिद्धभेदाः ५१ सूत्रम् अहवा सम्मइंसण-नाण-चरित्ताई तिनि जस्सऽत्था । तं तित्थं पुव्वोदियमिहमत्थो वत्थुपज्जाओ ॥११९।। ।
[विशेषावश्यक० १०३७ त्ति] અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ અર્થ જેને હોય તે પૂર્વોક્ત પ્રકારે તીર્થ કહેવાય. અહિં અર્થ શબ્દ વસ્તુનો પર્યાયવાચકછે. (૧૧૯)
તેમાં તીર્થ છતે જે સિદ્ધો-નિવૃત્ત થયા તે ઋષભસેન ગણધર વગેરેની જેમ તીર્થસિદ્ધ છે. તેઓની વર્ગણા એક છે (૧). અતીર્થ-તીર્થાતરમાં સાધઓના અભાવકાલમાં જાતિસ્મરણાદિ વડે પ્રાપ્ત કરેલ છે મોક્ષ જેઓએ તે મરુદેવીની માફક અતીર્થસિદ્ધો છે. તેઓની વર્ગણા એક છે (૨). "d' શબ્દથી તિસ્થા સિદ્ધા વયા'ત્યાદિ જાણવું. ઉક્ત લક્ષણવાળા તીર્થને અનુકૂલપણાએ, હેતપણાએ અથવા તેના સ્વભાવપણાએ જે કરે છે તે તીર્થકર કહેવાય છે. ભાષ્યકાર કહે છે— अणुलोम-हेउ-तस्सीलया य जे भावतित्थमेयं तुं । कुव्वंति पगासंति उ, ते तित्थगरा हियत्थकरा ।।१२०॥
[विशेषावश्यक० १०४७] આનુલોમ્ય, હેતુ અને તસ્વભાવપણાએ જે આ ભાવતીર્થને કરે છે અને પ્રકાશે છે તે હિત કરનારા તીર્થકરો છે. (૧૨૦)
તીર્થકરો થયા થકા તે સિદ્ધ થાય છે તે ઋષભાદિની માફક તીર્થંકરસિદ્ધ કહેવાય છે. તેઓની વણા એક છે (૩). અતીર્થકરસિદ્ધો-સામાન્ય કેવલીઓ થયા થકા જે સિદ્ધ થાય છે તે ગૌતમાદિની જેમ અતીર્થંકરસિદ્ધ છે. તેઓની વર્ગણા એક છે (૪). સ્વયં-આત્મ વડે (પોતાની મેળે) બુદ્ધો-તત્ત્વના જાણનારા જે સ્વયંબુદ્ધો થયા થકા સિદ્ધ થાય તે સ્વયંબુદ્ધો. તેઓની વર્ગણા એક છે (૫). અનિત્યતાદિ ભાવનાઓના નિમિત્તભૂત કોઈ પણ એક પદાર્થને આશ્રયીને-જોઇને પરમાર્થ જાણનારા તે પ્રત્યેકબુદ્ધો થયા થકા સિદ્ધ થાય છે તે પ્રત્યેકબુદ્ધ છે. તેઓની વર્ગણા એક છે (૬). સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધોનો ભેદ બોધિ, ઉપધિ, શ્રત અને લિંગ વડે કરાયેલ છે. તે આ પ્રમાણે—સ્વયંબુદ્ધોને બાહ્ય નિમિત્ત વિના જ બોધિ પ્રાપ્ત થાય છે. પ્રત્યેકબુદ્ધોને બાહ્ય નિમિત્તની અપેક્ષાએ કરકંડ વિગેરેની જેમ બોધિ પ્રાપ્ત થાય છે. સ્વયંબુદ્ધોને પાત્રાદિ બાર પ્રકારે ઉપાધિ હોય છે. તે આ પ્રમાણે–
पत्तं १ पत्ताबंधो २, पायट्ठवणं ३ च पायकेसरिया ४ । पडलाइं ५ रयत्ताणं ६ च, गोच्छओ७ पायनिज्जोगो ।।१२।। તિન્નેવ પછી II ૨૦, વેવ હોડું મુહપત્તિ ૨૨
. [ોષ નિ. દ૬૮-૬૬૬] ૧ પાત્ર, ૨ પાત્રબંધ (ઝોલી), ૩ પાત્રસ્થાપન-જેમાં પાત્ર સ્થાપન કરવામાં આવે છે તે કંબલનો ખંડ, ૪ પાત્રકેસરિકાકોમળ વસ્ત્રનો ખંડ, ૫ પડલા-ભિક્ષાએ જતાં પાત્રના ઉપર જે ઢાંકવામાં આવે છે તે, ૬ રજસ્ત્રાણ-પાત્રની વચ્ચે જે વસ્ત્ર મૂકવામાં આવે છે તે, ૭ ગોચ્છક-કંબલનો ટુકડો જે પાત્રના ઉપર બાંધવામાં આવે છે તે (એ સાત પ્રકારની પાત્ર સંબંધી ઉપાધિ છે.) (૧૨૧)
૮-૧૦ ત્રણ પ્રચ્છાદકો (વસ્ત્રો)-બે સૂતરના અને એક ઊનનો, ૧૧ રજોહરણ અને ૧૨ મુહપત્તિ–આ બાર ઉપધિ હોય છે. પ્રત્યેક બુદ્ધોને ત્રણ વસ્ત્ર સિવાય નવ ઉપાધિ હોય છે. સ્વયંબુદ્ધોને પૂર્વ(ભવ)માં ભણેલા શ્રુત વિષે નિયમ નંથી, અર્થાત્ પૂર્વભવનું અધ્યયન કરેલું શ્રત હોય અથવા ન પણ હોય. પ્રત્યેકબુદ્ધોને તો પૂર્વજન્મનું અધ્યયન કરેલું શ્રત ચોક્કસ હોય છે. 1. અહિ સંઘ, વસ્તુ અને જ્ઞાનાદિ, સંઘના પર્યાયો છે, તે વસ્તુથી અભિન્ન છે. 2. પ્રવાહની અપેક્ષાએ તીર્થ અનાદિ છે, તો પણ પ્રત્યેક તીર્થંકરોની અપેક્ષાએ તીર્થ ઉત્પન્ન થાય છે તે કારણથી તીર્થાતર કહેવાય છે. 3. બાલ વગેરે અને સ્થવિરાદિને અનુરૂપ જે દેશના તે આનુલોમ્ય, તીર્થની સ્થાપનામાં સ્વયં હેતુભૂત છે તેથી હતુ અને તીર્થકર નામકર્મના ઉદયથી ભાવઅનુકંપા તે તસ્વભાવ, 4. વર્તમાન ભવમાં દીક્ષા લીધા પછી નવીન અધ્યયન કરેલું શ્રત હોય જ છે. 5. જઘન્યથી અગ્યાર અંગ અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વ જેટલું શ્રત હોય છે.
50