________________
१ स्थानाध्ययने पुद्गलवर्णणावर्णनम् ५१ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ સ્વયંબુદ્ધોને લિંગ(અનિવેષ)નો સ્વીકાર આચાર્યોની સમીપમાં પણ હોય છે જ્યારે પ્રત્યેકબુદ્ધોને તો દેવ આપે છે. બુદ્ધબોધિતો –આચાર્યાદિ વડે પ્રતિબોધ પામીને જ જે સિદ્ધ થાય તે બુદ્ધબોધિતસિદ્ધો. તેઓની વર્ગણા એક છે (૭). ઉપરના તેમ જ સ્ત્રીલિંગંસિદ્ધો (૮), પુરુષલિંગસિદ્ધો (૯), નપુંસકલિંગસિદ્ધો (૧૦), રજોહરણાદિની અપેક્ષાએ સ્વલિંગસિદ્ધો (૧૧), પરિવ્રાજકાદિ લિંગમાં સિદ્ધ થયેલા તે અન્યલિંગસિદ્ધો (૧૨), મરુદેવી વગેરે ગૃહિલિંગસિદ્ધો (૧૩), એક સમયમાં એકૈક સિદ્ધ થયેલા તે એકસિદ્ધો (૧૪) અને એક સમયમાં બેથી એકસો આઠ સુધી જે સિદ્ધ થયેલા તે અનેકસિદ્ધ (૧૫). આ સ્ત્રીલિંગસિદ્ધો વગેરેની એકેક વર્ગણા છે. અનેક સમય સિદ્ધોની નિરૂપણ કરનારી ગાથા નીચે પ્રમાણે છેबत्तीसा. अडयाला, सट्ठी बावत्तरी य बोद्धव्वा । चुलसीई छन्नउई, दुरहिय अवोत्तर (मद्रुत्तर) सयं च ॥१२२।।
વૃિદત્ત. ૨૪૭] એક સમયમાં ઉત્કૃષ્ટથી બત્રીશ, બીજામાં અડતાલીશ, ત્રીજામાં સાઠ, ચોથામાં બોંતેર, પાંચમામાં ચોરાશી, છઠ્ઠામાં છનુ, સાતમા સમયમાં એકસો ને બે અને આઠમામાં એકસો આઠ. (૧૨૨)
ઉપરની ગાથાનું વિવરણ કરતાં જણાવે છે કે–જ્યારે એક સમયે એકથી માંડી ઉત્કૃષ્ટ બત્રીસ સુધી સિદ્ધ થાય ત્યારે બીજે સમયે પણ બત્રીસ, એવી રીતે સતત આઠ સમય સુધી બત્રીસ સિદ્ધ થાય છે. તે પછી અવશ્ય અંતર પડે છે. વળી જ્યારે એક સમયમાં તેત્રીશથી આરંભીને અડતાલીસ પર્યત સિદ્ધ થાય છે ત્યારે નિરંતર સાત સમય સુધી સિદ્ધ થાય છે. ત્યારબાદ ચોક્કસ અંતર પડે છે. એવી રીતે જ્યારે ઓગણપચાસથી માંડીને યાવત્ સાઠ સુધી એક સમય સિદ્ધ થાય છે ત્યારે આ છ સમય પર્યત સિદ્ધ થાય છે. તે પછી સમયાદિ અંતર થાય છે. એવી રીતે અન્ય સમયોમાં પણ યોજના કરવી. યાવતુ એક સો ને આઠ એક સમયે જ્યારે સિદ્ધ થાય ત્યારે અવશ્ય સમયાદિ અંતર થાય છે. બીજા આચાર્યો તો આ પ્રમાણે વ્યાખ્યા કરે છેજ્યારે આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે ત્યારે પ્રથમ સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી બત્રીશ સિદ્ધ થાય છે. બીજા સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી અડતાલીશ સિદ્ધ થાય છે. તેવી રીતે સર્વત્ર એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી તરીને ચઢિ ગાથાના ભાવાર્થ પ્રમાણે જાણવું એટલે કે-એક સમયમાં ઉત્કૃષ્ટથી બત્રીશ, બીજામાં અડતાલીશ, ત્રીજા સમયમાં સાઠ, ચોથામાં બોંતેર, પાંચમામાં ચોર્યાસી, છઠ્ઠામાં છ—, સાતમામાં એકસો બે અને આઠમા સમયમાં એકસો ને આઠ સિદ્ધ થાય છે. એમ ભૂતભાવરૂપ સમીપ સંબંધ વડે તીર્થાદિ ભેદથી પંદર પ્રકારના અનંતરસિદ્ધોની વર્ગણાનું એકપણું કહ્યું. હવે પરંપરસિદ્ધોની વર્ગણા કહે છે ત્યાં 'મપઢમસમર્થસિદ્ધાળમ્' ઇત્યાદિ ૧૩ સૂત્રો જાણવા. જે પ્રથમ સમયમાં નહિ સિદ્ધ થયેલા તે અપ્રથમસમયસિદ્ધો–સિદ્ધપણાના બીજા સમયમાં વર્તનારા તેઓની વર્ગણા એક છે. એવી રીતે યાવત્ શબ્દથી 'કુસમર્થસિદ્ધા તિવારંવછસદૃનવસંવેજ્ઞાસંરક્તસમયસિદ્ધા''મિતિ એમ જાણવું. તેમાં સિદ્ધપણાના ત્રણ સમયાદિને વિષે ક્રિસમયસિદ્ધાદિ કહેવાય છે, અથવા સામાન્યથી અપ્રથમસમયસિદ્ધ નામવિશેષથી ક્રિસમયસિદ્ધ નામ કહેવાય છે. આ કારણથી તેઓની વર્ગણા એક છે. કોઈ સ્થળે 'પઢમસમયસિદ્ધાvi'તિ એવો પાઠ છે. ત્યાં અનંતરસમયસિદ્ધ અને પરંપરસમયસિદ્ધરૂપ ભેદ નહિ કરીને પ્રથમસમયસિદ્ધો જ અનંતરસમયસિદ્ધાં છે એવી વ્યાખ્યાદિ કરવી. ક્રિસમયાદિસિદ્ધો તો જેમ શ્રુતમાં છે તેમ જ કહેવા. * અહિંથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનો આશ્રય કરીને પુદ્ગલની વર્ગણાના એકપણાનો વિચાર કરાય છે' પરમે'ત્યાદિ જે પૂરણ, ગલન સ્વભાવવાળા છે તે પુદ્ગલો, તે સ્કંધો પણ હોય માટે કંઈક વિશેષ કહે છે–પરમાણુઓ-પ્રદેશ રહિત એવા જે પુદ્ગલો છે તેઓની વર્ગણા એક છે. એવં શબ્દથી કુલિયા વંધvi, તિવર્ડપંવછસત્તનવસસંવેનપસયા સંવેજ્ઞાસિયામિ'તિ-એમ જાણવું. દ્રવ્યથી પુદ્ગલની વિચારણા કરી. હવે દ્રવ્ય પછી ક્ષેત્રથી વિચારાય છે—' પણે' ત્યાર–એક પ્રદેશમાં ક્ષેત્રને અવગાહીને રહેલા યુગલો તે એકપ્રદેશાવગાઢ કહેવાય છે. તેઓની વર્ગણા એક છે અને તે પરમાણુ વગેરે અનંત પ્રદેશવાળા સ્કંધો પર્યત હોય છે. દ્રવ્યના પરિણામનું અચિંત્યપણું
51