________________
१ स्थानाध्ययने सूत्र १७ से ४३ पर्यंतम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
હવે કાયવ્યાયામના જ ભેદોની એકતા કહે છે–'૫ે દાળે' ઇત્યાદિ ઉત્થાન-ચેષ્ટા–વિશેષ, કર્મ-ફરવું વગેરે ક્રિયા, બલ–શરીરનું સામર્થ્ય, વીર્ય–જીવથી ઉત્પન્ન થયેલ શક્તિ, પુરુષકાર–અહંકાર વિશેષ, પરાક્રમ-અભિમાનમાં જ કરાયેલ કાર્ય. આ સૂત્રમાં દ્વંદ્વ સમાસ હોવાથી પ્રથમા વિભક્તિનું એકવચન છે. આ ઉત્થાન વગેરે વીર્યંતરાયકર્મના [1ક્ષય] ક્ષયોપશમથી થયેલ જીવના પરિણામ વિશેષો છે. એ ઉત્થાનાદિ શબ્દોમાં પ્રત્યેકને ‘એક’ શબ્દ જોડવો., વીર્યંતરાયકર્મના [ક્ષય] ક્ષયોપશમના વિચિત્રપણાથી ઉત્થાનાદિમાં પ્રત્યેકના જઘન્યાદિ ભેદો વડે અનેકપણું હોતે છતે પણ એક સમયે એક જીવને ઉત્થાનાદિ વિશેષ જઘન્યાદિ એક છે, કારણ કે વીર્યંતરાયકર્મના [ક્ષય] ક્ષયોપશમની માત્રાનું એકપણું છે. કારણ? કાર્યની માત્રા, કારણની માત્રાને આધીન હોય છે. સૂત્રનો આ ભાવાર્થ છે, વિશેષ પૂર્વવત્. I૪૨॥
પરાક્રમ વગેરેથી જ્ઞાનાદિ-રૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાય છે જેથી કહે છે કે—
अट्ठाणे विणये, परक्कमे साहुसेवणाए य । सम्मद्दंसणलंभो, विरयाविरईए विरईए ।। ८७ ।। [आ०नि० ८४८ इति ] અભ્યુત્થાન-ગુરુ વગેરેના આગમનથી ઊભા થવામાં. વિનયમાં અને સાધુ-સેવામાં પરાક્રમ કર્યો છતે, સમ્યગ્દર્શનનો લાભ થાય છે. વળી દેશવિરતિ તથા સર્વીવરતિનો લાભ થાય છે. I૮૭ા
આ કારણથી જ્ઞાનાર્દિનું નિરુપણ કરવા માટે સૂત્રકાર કહે છે–'ણે નાને' ઇત્યાદિ, અથવા પૂર્વે કહેલી ધર્મપ્રતિમા તે જ્ઞાનાદિસ્વરૂપ છે. આ હેતુથી જ્ઞાનાદિનું નિરૂપણ કરે છે—જ્ઞાયતે–જેના વડે, જેનાથી અને જેમાં અર્થો જણાય છે, નિર્ણય થાય છે તે જ્ઞાન. જ્ઞાન-દર્શનના આવરણનો ક્ષય અથવા ક્ષયોપશમ અથવા જે જાણવું તે જ્ઞાન, જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષયાદિથી પ્રગટ થયેલ આત્માનો પર્યાય વિશેષ, સામાન્ય વિશેષાત્મક વસ્તુમાં વિશેષાંશ ગ્રહણ કરવામાં ચતુર અને સામાન્ય અંશનો ગ્રાહક, પાંચ જ્ઞાનં, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનરૂપ તે અનેક છે તો પણ બોધના સમાનપણાથી અથવા ઉપયોગની અપેક્ષાએ એક છે. તે આ પ્રમાણે—લબ્ધિથી ઘણા બોવિશેષોનો એક સમયે સંભવ છતે પણ ઉપયોગથી એક જ સંભવે છે, કારણ કે જીવોનું ઉપયોગપણું એક છે. શંકા-દર્શનનું જ્ઞાનમાં કથનપણું અયુક્ત છે, કારણ કે (બન્નેનો) વિષયભેદ છે. કહ્યું છે કે—''નું સામત્રÜહાં, વંસમેયં વિસેસિયં નાં'' તિ,–જે સામાન્ય સ્વરૂપનું ગ્રહણ તે દર્શન, અને તેના વિશેષ સ્વરૂપનું ગ્રહણ તે જ્ઞાન છે. સમાધાન—સામાન્ય ગ્રાહક હોવાથી ઇહા અને અવગ્રહરૂપ જ દર્શન છે. અને વિશેષ ગ્રાહકપણાથી અપાય તથા ધારણારૂપ જ્ઞાન છે. અથવા આગમમાં દર્શન અને જ્ઞાન બન્ને પણ જ્ઞાનના સ્વીકા૨ વડે ગ્રહણ કરેલ છે. 'આમિનિવોદિયનાખે, અઠ્ઠાવીસ હતિ પયડીન' વચનથી આભિનિબોધિક (મતિ) જ્ઞાનમાં અઠાવીસ પ્રકૃતિઓ (મતિજ્ઞાનના ભેદો) હોય છે, માટે સામાન્યથી દર્શન પણ જ્ઞાનરૂપ કહેવામાં વિરોધ નથી. શંકા–આ પછીના સૂત્રમાં દર્શન જુદું જ કહેલું છે, તો અહીં જ્ઞાન શબ્દ વડે દર્શન પણ કેમ કથન કર્યું? સમાધાન—તે ઉત્તરસૂત્રમાં દર્શન-શ્રદ્ધાના અર્થમાં વિવક્ષિત છે. જ્ઞાનાદિ ત્રણને સમ્યક્ શબ્દ વડે યુક્ત કર્યો છતે, મોક્ષમાર્ગ પણ વિવક્ષિત હોવાથી શ્રદ્ધાનરૂપ પર્યાય વડે જ દર્શનની સાથે આ ત્રણ (જ્ઞાનાદિ) મોક્ષના માર્ગભૂત છે. 'ો સ'ત્તિ દૃશ્યન્તે-જેના વડે, જેનાથી અથવા જેનામાં પદાર્થો શ્રદ્ધારૂપ થાય છે. દર્શન દર્શનમોહનીય કર્મનો ક્ષય, ક્ષયોપશમ અથવા (ઉપશમ)રૂપ દર્શન છે. અથવા દૃષ્ટિ દર્શન તે દર્શનમોહનીય કર્મના ક્ષયાદિ વડે પ્રગટ થયેલ તત્ત્વના શ્રદ્ધાનરૂપ આત્માનો પરિણામ છે. તે ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે તો પણ શ્રદ્ધાનના સમાનપણાથી એક છે. અથવા એક જીવને એક સમયે એકનો જ ભાવ હોય છે. શંકા-અવબોધનું સમાનપણું હોવાથી જ્ઞાન અને સમ્યક્ત્વમાં શું વિશેષ છે? સમાધાન—સમ્યક્ત્વ તે રુચિ અને રુચિનું કારણ તો જ્ઞાન છે. [અર્થાત્ કારણકાર્યકૃત ભેદ છે.?] કહેલું છે કે—
नाणमवायधिईओ, दंसणमिट्टं जहोग्गहेहाओ । तह तत्तरुई सम्मं, रोइज्जइ जेण तं नाणं ॥ ८८ ॥
જેમ અવાય અને ધારણારૂપી જ્ઞાન, અવગ્રહ અને ઇહારૂપી દર્શન ઇચ્છિત છે, તેમ તત્ત્વરૂચિરૂપી સમ્યક્ત્વ છે, અને
1. ગોદય સમિતિવાળી પ્રતિમાં ક્ષય શબ્દ કાટખૂણા કૌંસમાં છે અને બાબૂવાળીમાં સળંગ પાઠરૂપે છે. 2. શાન કારણ છે અને દર્શન (સમકિત) કાર્ય છે.
35