________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने सूत्र १७ से ४३ पर्यंतम् (શરીર)નો પ્રયોગ કરે છે ત્યારે દારિક શરીર ત્યાં જ રહેલું હોય છે એમ સંભળાતું હોવાથી એક સમયે બન્ને કાયયોગ કેમ ન હોય? સમાધાન-વિદ્યમાન છતાં દારિક શરીરનો વ્યાપાર ન હોવાથી તેમજ આહારક શરીરનો જ ત્યાં વ્યાપાર હોવાથી તેમ થઈ શકે છે. ઔદારિક શરીર પણ ત્યારે–આહારક પ્રયોગ સમયે વ્યાપાર (પ્રવૃત્તિ) કરે તો કેવલિ–સમુદ્ધાતમાં સાતમા, છઠ્ઠા અને બીજા એ ત્રણ સમયમાં ઔદારિક 'મિશ્રયોગની માફક મિશ્રયોગવાળું થશે. તેમજ આહારક પ્રયોગકાલમાં જો ઔદારિકનો વ્યાપાર માનશો તો આહારક શરીરનો પ્રયોગ કરનાર નહિ મળે. વળી એમ માનવાથી સાત પ્રકારે કાયયોગનું પ્રતિપાદન નિરર્થક થાય, આ કારણથી કાયવ્યાપાર એક જ છે. એવી રીતે વૈક્રિય શરીરવાળા ચક્રવર્યાદિને પણ વિક્રિયની પ્રવૃત્તિ સમયે પ્રવૃત્તિ રહિત દારિક શરીર હોય છે. જો વ્યાપારવાળું દારિક શરીર હોય તો બન્ને શરીરનું વ્યાપારવત્ત્વ છતે કેવલિસમુદ્યતની માફક મિશ્રયોગવાળું થવાથી અખંડિત જ રહેશે. વળી કાયયોગને પણ દારિકપણાએ અને વૈક્રિયપણાએ ક્રમ વડે વ્યાપાર કરતે છતે શીધ્ર પ્રવૃત્તિપણાએ મનોયોગની માફક બન્નેની એકી સાથે ભ્રાંતિ થાય તો શો દોષ? એવી રીતે કાયયોગનું એકપણું છતે, ઔદારિકકાયયોગ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્ય અને વાદ્રવ્યની સહાયતા વડે થયેલ જીવના વ્યાપારરૂપપણાથી, મનોયોગ અને વચનયોગનો એક કાયયોગપૂર્વકપણા વડે પણ પૂર્વે કહેલું એકત્વ જાણવું. અથવા એને (વચનને) આજ્ઞા ગ્રાહ્ય હોવાથી અહિં આ વચન જ પ્રમાણ છે. ત– आणागेज्झो अत्थो, आणाए चेव सो कहेयव्वो । दिद्वंता दिद्वंतिअ, कहणविहिविराहणा इयरा ।।८६।। [आ०नि० १६६९]
આજ્ઞા વડે જે અર્થ ગ્રાહ્ય છે તે આજ્ઞાથી જ કહેવા યોગ્ય છે. કહેવાની વિધિમાં દૃષ્ટાંતથી દાષ્ટતિક અર્થ કરવો. એથી ઊલટી રીતે કથન કરે તો આજ્ઞાની વિરાધના થાય. (૮૬)
શંકા–એકત્વરૂપ સામાન્યના આશ્રય વડે જ સૂત્ર, ગમક-બોધકથશે, તો પછી આ વિશેષ વ્યાખ્યા વડે શું? સમાધાન-એમ નહિ, કારણ? સામાન્યરૂપ એકત્વને પૂર્વ સૂત્રો વડે કહેવાયેલ હોવાથી પ્રસ્તુત સૂત્રમાં પુનરુક્તિદોષના પ્રસંગથી સૂત્રમાં દેવાદિ શબ્દ તેમજ સમય શબ્દને ગ્રહણ કરેલ છે તે નિરર્થક થશે. (માટે વિશેષ વ્યાખ્યા કરવી યોગ્ય છે). આ સૂત્રમાં દેવ, અસુર અને મનુષ્યનું ગ્રહણ કરેલ છે તે વિશિષ્ટ વૈક્રિયલબ્ધિસંપન્નપણાથી દેવાદિકને અનેક શરીરની રચના હોતે છતે એક સમયમાં મનોયોગાદિનું શરીરની માફક અનેકાણું થશે, આ માન્યતાનું ખંડન કરવા માટે છે; પરંતુ તિર્યંચ અને નારકોનો નિષેધ કરવા માટે નથી. શંકા-તિર્યંચ અને નારકો પણ વૈક્રિયલમ્બિવાલા છે, તેઓને પણ વિદુર્વણામાં શરીરના અનેકપણાથી મન વગેરેની અનેકપણાની માન્યતા સંભવે છે, માટે તિર્યંચ અને નારકનું ગ્રહણ કરવું પણ યોગ્ય છે-ન્યાય છે. સમાધાનતમારું કથન યોગ્ય છે, પરંતુ દેવાદિકનું જે ગ્રહણ કરેલ છે તે અતિ વિશિષ્ટ લબ્ધિ (શક્તિ) વાળા હોવાથી શરીરોની અત્યંત અનેકતા છે. આ કારણથી તેઓનું ગ્રહણ કરેલ છે. વળી પ્રધાન (મુખ્ય)નો સ્વીકાર કરવાથી ઇતર સામાન્યથી ગ્રહણ સ્વતઃ થાય છે, એ ન્યાયથી દોષ નથી. નારકાદિકોથી દેવાદિકોનું પ્રધાનપણું પ્રસિદ્ધ જ છે. આ મન વગેરેનો ક્રમ, યથાયોગ પ્રધાનપણાથી કરેલ છે. પ્રધાનપણું તે બહુ, “અલ્પ અને અલ્પતર કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ લાભ વડે કરેલું થયેલું છે. || ૧||
1. આ ત્રણ સમયમાં કાર્પણ શરીર સાથે ઔદારિકનો મિશ્ર થાય છે. 2. આહારક શરીર બનાવતી વખતે ઔદારિક સાથે મિશ્ર હોય છે પરંતુ પ્રશ્ન આદિ કાલમાં કેવલ આહારક શરીરનો વ્યાપાર હોય છે તે
વખતે કેવળ આહારક યોગ હોય છે. 3. આ. સ. વાળી પ્રતિમાં મા IIોબ્સો એ ગાથાના ચોથા ચરણમાં રૂદ પાઠ છે પરંતુ થરા પાઠ, બાબુવાળી પ્રતિમાં તથા અંતર ટીકાવાળી
હસ્તલિખિત પ્રતિમાં પણ રૂથરા પાઠ છે. ૬ પાઠથી છંદોભંગ અને 'તરથા' એવો અર્થ થશે નહિ માટે થરા પાઠ શુદ્ધ જણાય છે.
કદાચ મુદ્રણદોષ થવા સંભવ છે. 4. ઘણા કર્મોના થયોપશમથી મનોયોગની, તેથી અલ્પકર્મના ક્ષયોપશમથી વચનયોગની અને તેથી અલ્પતર (અતિ ઓછો) કર્મના લયોપશમથી
કાયયોગની પ્રાપ્તિ થાય છે.
34