________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः ३ आत्मभरित्वादि चतुर्भङ्ग्यः ३२७ सूत्रम् જાતિસંપન્ન છે પણ બલસંપન્ન નથી, એમ ચાર ભાંગા જાણવા. (૨૨) ચાર પ્રકારના અશ્વો કહેલા છે, તે આ પ્રમાણે-૧. કોઈક અશ્વ જાતિસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી, એમ ચાર ભાંગા જાણવા. (૨૩) એ દષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-૧, કોઈક પુરુષ જાતિસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી, એમ ચાર ભાંગા જાણવા. (૨૪) ચાર પ્રકારના અશ્વો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક અન્ય જાતિસંપન્ન છે પણ જય (જીત) સંપન્ન નથી, ૨. કોઈક જાતિસંપન્ન નથી પણ જયસંપન્ન છે, ૩. કોઈક ઉભયસંપન્ન છે અને ૪. કોઈક ઉભયસંપન્ન નથી. (૨૫) એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ જાતિસંપન્ન છે પણ જયસંપન્ન નથી, એમ ચાર ભાંગા જાણવા. (૨૬) એવી રીતે કુલસંપન્ન અને બલસંપન્ન શબ્દથી ચાર ભાંગા, (૨૭) કુલસંપન્ન અને રૂપસંપન્ન શબ્દથી ચાર ભાંગા, (૨૮) કુલસંપન્ન અને જયસંપન્ન શબ્દથી ચાર ભાંગા, (૨૯) એવી રીતે બલસંપન્ન અને રૂપસંપન્ન શબ્દથી ચાર ભાંગા, (૩૦) બલસંપન્ન અને જયસંપન્ન શબ્દથી ચાર ભાંગા અશ્વમાં જાણવા, (૩૧) સર્વત્ર પ્રતિપક્ષરૂપ પુરુષમાં પણ એમ જ ચાર ભાંગા જાણવા અર્થાત્ કોઈક પુરુષ કુલસંપન્ન છે પણ બલસંપન્ન નથી એમ ચાર ભાંગા જાણવા. (૩૨) એવી રીતે પુરુષમાં બીજી પણ ચાર ચતુર્ભગી કરવી. (૩૩-૩૬) ચાર પ્રકારના અશ્વો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક અશ્વ રૂપસંપન્ન છે પણ જયસંપન્ન નથી, એમ ચાર ભાંગા કરવા. (૩૭) આ " દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-૧, કોઈક પુરુષ રૂપસંપન્ન છે પણ જયસંપન્ન નથી એમ ચાર ભાંગા કરવા. (૩૮) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ સિંહની પેઠે શૌર્યપૂર્વક દીક્ષા લેવા નીકળેલ અને સિંહની માફક વિચરે છે–પાળે છે-ધન્ના અણગારની જેમ, ૨. કોઈક સિંહની પેઠે દીક્ષા લેવા નીકળેલ પણ કાયરપણાથી શીયાળની માફક પાળે છે-કંડરિકવતુ, ૩. કોઈક શીયાળની માફક દીક્ષા લેવા નીકળેલા અને સિંહની પેઠે વિચરે છે–પાળે છે–ભવદેવ (જંબુસ્વામીના જીવ) વતું, ૪. કોઈક શીયાળની માફક દીક્ષા લેવા
નીકળેલ અને શીયાળની માફક પાળે છે–તે માત્ર ઉદરપોષણ કરનાર ૩૯. /૩૨૭l (ટી) વત્તાની' ત્યા આત્માને ભરે છે–પોષણ કરે છે તે આત્મભરી, પ્રાકૃતપણાથી 'ગાયંમરે' તથા બીજાને પોષણ કરે છે તે પરંભરી, પ્રાકૃતપણાથી 'પમ’ તેમાં પ્રથમ ભંગને વિષે પોતાના અર્થ-કાર્યને જ કરનાર તે જિનકલ્પી. બીજો ભાગો, પરના કાર્યને જ કરનાર તે ભગવાન અરિહંત કેમકે પોતાના સમગ્ર કાર્યની સમાપ્તિ થયેલ હોઈને અન્યને મુખ્ય પ્રયોજનની પ્રાપ્તિ કરાવવામાં દક્ષતાપૂર્વક કહેનાર હોય છે, તૃતીયભંગમાં સ્વ-પરનું કાર્ય કરનાર તે સ્થવિરકલ્પી, કેમકે તે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનથી પોતાનું કાર્ય કરનાર હોય છે અને વિધિપૂર્વક સિદ્ધાંતની દેશના દેવાથી અન્યના કાર્યસંપાદક પણ હોય છે. ચોથા ભાંગામાં સ્વ-પરના કાર્યને નહિં કરનાર તે કોઈક મૂઢમતિ અથવા યથાશ્કેદ–સ્વચ્છેદાચારી, એવી રીતે લૌકિક પુરુષની પણ યોજના કરવી ૧, સ્વપરનો ઉપકાર નહિં કરનાર દુર્ગત-દરિદ્ર જ હોય, માટે દુર્ગતસૂત્ર કહે છે-દુર્ગત પૂર્વે ધન વડે હીન હોવાથી અથવા જ્ઞાનાદિરત્ન વડે હીન હોવાથી દરિદ્ર છે અને પછી પણ દુર્ગત-દરિદ્ર છે અથવા દ્રવ્યથી દુર્ગત-દરિદ્ર. વળી ભાવથી દુર્ગત-જ્ઞાનાદિ હીન આ પ્રથમ ભંગ ૧, એમ જ બીજા ત્રણ ભાંગા જાણવા. વિશેષ એ કે સુગત-દ્રવ્યથી ધનવાન અને ભાવથી જ્ઞાનાદિગુણવાનું ૨, કોઈક દુર્ગત વ્રતવાળો થાય માટે દુર્ઘત સૂત્ર કહે છે-દુર્ગત-દરિદ્ર, દુર્વત-અયથાર્થ વ્રતવાળો અથવા દુર્ભય-આવકની અપેક્ષા વિચારો કર્યા સિવાય વ્યય-ખર્ચ કરનાર, અથવા ખરાબ સ્થાન-વ્યસનાદિને વિષે વય કરનાર, આ એક, બીજો દરિદ્ર થકો સુવ્રત-નિરતિચાર નિયમવાળો અથવા દાનાદિ ઉચિત કાર્યની પ્રવૃત્તિથી સુવ્યય કરનાર, આ એક, બીજો દરિદ્ર થકો સુવ્રત-નિરતિચાર નિયમવાળો અથવા જ્ઞાનાદિ ઉચિત કાર્યની પ્રવૃત્તિથી સુવ્યય કરનાર, ત્રીજો અને ચોથો ભાગો સ્પષ્ટ છે ૩, દુર્ગત પૂર્વવત્ અને ઉપકારીએ કરેલ ઉપકારને જે નથી માનતો તે દુષ્પત્યાનંદ, જે ઉપકારીના ઉપકારને માને છે તે સુપ્રત્યાનંદ ૪, દુર્ગત-દરિદ્ર થકો જે દુર્ગતિને વિષે જશે તે દુર્ગતિગામી, એમ બીજા ત્રણ ભાંગા જાણવા. વિશેષ એ કે-સુગતિને વિષે જશે તે સુગતિગામી, સુગત-ઈશ્વર અથાત્ ઐશ્વર્યવાળો પ, દુર્ગત પૂર્વવતું, દુર્ગતિ પ્રત્યે ગયો તે
422