________________
४ स्थानकाध्ययने उद्देशः ३ आत्मभरित्वादि चतुर्भङ्ग्यः ३२७ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ નિર્મળ સ્વભાવવાળો પણ અજ્ઞાનરૂપ બળમાં આનંદ કરનારો છે, ૪. કોઈક નિર્મળ સ્વભાવવાળો અને જ્ઞાનરૂપ બળમાં આનંદ કરનારો છે. (૯) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક પરિજ્ઞાતકર્મજ્ઞ પરિજ્ઞા વડે જાણીને કૃષિ વગેરે કર્મનું પ્રત્યાખ્યાન કરેલ છે પણ અપરિજ્ઞાતસંશ-આહારસંજ્ઞા વગેરેને જાણેલ નથી, ૨. કોઈક પરિજ્ઞાતસંજ્ઞ–આહારસંજ્ઞા વગેરેના સ્વરૂપને જાણે છે પણ કૃષિ વગેરે કર્મથી નિવૃત્ત થયેલ નથી. ૩, કોઈક પરિજ્ઞાતકર્મ અને પરિજ્ઞાતસંજ્ઞ છે, ૪. કોઈક પરિજ્ઞાતકર્મ પણ નથી અને પરિજ્ઞાતસંજ્ઞ પણ નથી. (૧૦) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પરિજ્ઞાતકર્મ-સાવધકાર્યથી કરણ, કરાવણ અને અનુમતિથી નિવૃત્ત થયેલ છે : પચ્ચ ગૃહવાસને છોડેલ નથી-શિવકુમારવતું, ૨. કોઈક ગૃહવાસને છોડેલ છે પણ સાવઘકાર્યને છોડેલ નથી-દુવૃજિત (દુષ્ટ સાધુ) વત, ૩. કોઈક ગૃહવાસને છોડેલ છે અને સાવધકાર્યને છોડેલ છે-તે સુસાધુ, ૪. કોઈક ગૃહવાસને છોડેલ નથી અને સાવધકાર્યને પણ છોડેલ નથી તે અસંયત. (૧૧) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-૧. કોઈક આહારાદિ સંજ્ઞાને છોડેલ છે પણ ગ્રહવાસને છોડેલ નથી, ૨. કોઈક ગૃહવાસને છોડેલ છે પણ આહારાદિ સંજ્ઞાને છોડેલ નથી, ૩. કોઈક ગ્રહવાસને છોડેલ છે અને આહારાદિ સંજ્ઞાને પણ છોડેલ છે. ૪. કોઈક આહારાદિ સંજ્ઞાને છોડેલ નથી અને ગૃહવાસને પણ છોડેલ નથી. (૧૨) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક આ લોકના-મનુષ્ય સંબધી સુખનો અર્થ છે પણ પરલોકના સુખનો અર્થી નથી-તે અજ્ઞાની, ૨. કોઈક પરલોકના સુખનો અથ છે પણ આ લોકના સુખનો અર્થી નથી–તે સાધ. ૩. કોઈક આ લોક અને પરલોક બન્નેના સુખનો અર્થ છે-તે શ્રાવક, ૪. કોઈક આ લોક અને પરલોક બન્નેના સુખનો અર્થી નથી-તે મૂર્ખમનુષ્ય. (૧૩) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧, કોઈક એકથી શ્રુતજ્ઞાનથી વૃદ્ધિ પામે છે પણ સમ્યગદર્શનથી હીન થાય છે, ૨, કોઈક એકથી-શ્રુતજ્ઞાનથી વૃદ્ધિ પામે છે પણ બેથી-સમ્યગદર્શન અને વિનયથી હીન થાય છે, ૩. કોઈક બેથી-શ્રુતજ્ઞાનથી અને અનુષ્ઠાન-ક્રિયાથી વૃદ્ધિ પામે છે પણ એકથી સમ્યગદર્શનથી હીન થાય છે, ૪. કોઈક બેથીશ્રુતજ્ઞાનથી અને અનુષ્ઠાનથી વૃદ્ધિ પામે છે પણ બેથી-સમ્યગદર્શન અને વિનયથી હીન થાય છે. (૧૪) ચાર પ્રકારના જાતિવિશેષ અશ્વો કહેલા છે તે આ પ્રમાણે–૧. કોઈક પહેલા પણ આકીર્ણ-વેગ વગેરે ગુણવાળો અને પછી પણ આકીર્ણ છે, ૨. કોઈક પ્રથમ આકીર્ણ પણ પછીથી ખલેકગળીઓ (અવિનીત) છે, ૩. કોઈક પ્રથમ ખલુંક અને પછીથી આકીર્ણ, ૪. કોઈક પ્રથમ ખલુંક અને પછી પણ ખલુંક છે. (૧૫) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈ પુરુષ પ્રથમ શાંતિ વગરે ગુણવાળો અને પછી પણ ગુણવાળો છે, ૨. કોઈક પ્રથમ ગુણવાળો પણ પછીથી અવિનીત, ૩. કોઈક પ્રથમ અવિનીત અને પછીથી ગણવાળો છે, ૪. કોઈક પ્રથમ પણ અવિનીત અને પાછળથી પણ અવિનીત છે. (૧૬) ચાર પ્રકારના જાતિવિશેષ અશ્વો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક અશ્વ આકીર્ણ-વેગાદિ ગુણવાળો છે અને વિનય, વેગાદિથી ચાલે છે, ૨. કોઈક અશ્વ આકીર્ણ છે પણ માર્ગમાં ચડાવના દોષથી અવિનીતપણાએ ચાલે છે, ૩. કોઈક અવિનીત છે પણ સવારના ગુણથી વિનીતપણાએ ચાલે છે, ૪. કોઈક અવિનીત છે અને અવિનીતપણાએ ચાલે છે. (૧૭) આ દૃષ્ટાંત પ્રમાણે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ વિનયાદિ ગુણવાળો છે અને વિનયાદિપણાએ પ્રવર્તે છે ઈત્યાદિ ચાર ભાંગા જાણવા. (૧૮) ચાર પ્રકારના અશ્વો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક અન્ય જાતિસંપન્ન છે પણ કુલ સંપન્ન નથી, ૨, કોઈક કુલસંપન્ન છે પણ જાતિસંપન્ન નથી, ૩. કોઈક ઉભયસંપન્ન છે અને ૪. કોઈક ઉભયસંપન્ન નથી (૧૯) આ દષ્ટાંત ચાર પ્રકારના પુરષો કહેલા છે, તે આ પ્રમાણે–૧, કોઈક પુરુષ જાતિસંપન્ન છે પણ કુલસંપન્ન નથી વગેરે ચાર ભાંગા જાણવા. (૨૦) ચાર પ્રકારના અશ્વો કહેલા છે, તે આ પ્રમાણે-૧. કોઈક અન્ય જાતિસંપન્ન છે પણ બલસંપન્ન નથી, એમ ચાર ભાંગા જાણવા. (૨૧) એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ
421