________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने सूत्र १७ से ४३ पर्यंतम् પ્રતિજ્ઞાથી આત્મા ક્લેશ પામે છે. ૩૯ો ધર્મ પ્રતિજ્ઞા એક છે, કારણ કે તે પ્રતિજ્ઞાથી આત્મા પર્યવજાત-જ્ઞાનાદિ પર્યવવાળો થાય છે. //૪all દેવ, અસુર અને મનુષ્યોને તે તે સમયમાં મનઃ એક છે. ૪૧ દિવાદિને તે સમયમાં વચન એક છે, દેવાદિને તે તે સમયમાં કાયવ્યાપાર એક છે.] ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષકાર અને પરાક્રમ દેવ,
અસુર અને મનુષ્યોને તે તે સમયમાં એક છે. I૪૨// જ્ઞાન એક, દર્શન એક અને ચારિત્ર એક છે. I૪all (ટી0) 'જો નીવે' -કેવળ જીવ્યો, જીવે છે અને જીવશે તે જીવ-પ્રાણ ધારણ સ્વભાવવાળો તે આત્મા. એક જીવ પ્રત્યે પ્રત્યેકશરીરનામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું જે શરીર તે પ્રત્યેક દીર્ઘ વગેરે પ્રાકૃત શૈલીથી પ્રત્યેકેક. તે પ્રત્યેક વડે સર્વત તિ' શરીરં-જીરણ થાય છે તે શરીર-દેહ, તે જ અનુકંપિત વગેરે સ્વભાવ સહિત શરીરેક. તેના વડે જણાતો-પ્રત્યેક શરીરને આશ્રિત જીવ એક છે. અથવા બે લviાર’ વાક્યાલંકારના અર્થવાળા છે. તેથી પ્રત્યેકૈક શરીરમાં જીવ એક વર્તે છે–રહે છે એવો વાક્યર્થ થાય. અહિં ડિqui'ત્તિ એવો પાઠ ક્યાંક દેખાય છે. આનો અર્થ ન સમજાયાથી તે પાઠની વ્યાખ્યા કરી નથી. અહિં વાચનાઓનું ચોક્કસપણું ન હોવાથી બધી વાચનાઓની વ્યાખ્યા કરવાનું અશક્ય હોવાથી અમે કોઈક જ વાચનાનું વ્યાખ્યાન કરશું. (૧૭) બંધ, મોક્ષ વગેરે આત્માના ધર્મો હમણાં જ પૂર્વે કહેલાં છે. તે અધિકારથી જ આથી આગળ આત્માના ધર્મોને પ નીવા (સૂ) ૧૮) ઇત્યાદિ સૂત્ર વડે ને વરિત્તે (સૂ૦ ૪૩) આ અંત્ય સૂત્ર વડે કહે છે' નીવા' –આ સુગમ છે. 'પરિયારૂત્તિ' જીવોને વિદુર્વણા એક છે. તે વિદુર્વણા વૈક્રિય સમુદ્દાત વડે ક્યાંયથી પણ બહારના પગલોને ગ્રહણ કર્યા વિના ભવધારણીય વૈક્રિય શરીરની રચનાલક્ષણવાળી સ્વ સ્વ ઉત્પત્તિસ્થાનમાં જીવો વડે જે વિકવણા કરાય છે તે દરેકને ભવધારણીય વિદુર્વણા એક હોવાથી એક જ છે. અથવા સર્વ વૈક્રિય શરીરની અપેક્ષાએ ભવધારણીય (વિકુવણા)નું કથંચિત્ એક લક્ષણ હોવાથી પણ એક છે. વળી જે વિદુર્વણા, બહારના પુદ્ગલોને ગ્રહણ કરવાપૂર્વક કરાય છે તે ઉત્તરવૈક્રિયની રચનાસ્વરૂપ છે. તે ઉત્તર વિક્ર્વણા વિચિત્ર અભિપ્રાયવાળી હોવાથી વૈક્રિયલબ્ધિવાળાને તથા પ્રકારની શક્તિ હોવાથી એક જીવને અનેક પણ વિફર્વણા થાય છે તેનો અહિં નિષેધ કરેલ છે. શંકા બહારના પુદ્ગલોને ગ્રહણ કર્યો છતે જ ઉત્તરવૈક્રિય થાય છે તે શાથી નિશ્ચય કરાય છે? જેને લઈને આ સૂત્રમાં 'પરિયારૂત્તા' આ શબ્દ વડે ઉત્તરવૈક્રિય વિદુર્વણા છોડી દેવા (નિષેધ કરવા) માં આવે છે. જો એમ કહેતા હો તો ભગવતી સૂત્રના વચનથી ઉત્તર આપીએ છીએ તે આ પ્રમાણે"देवे णं भंते! महिड्डिए जाव महाणुभागे बाहिरए पोग्गलए अपरियाइत्ता पभू एगवन्नं एगरूवं विउव्वित्तए? गोयमा! નો ફળદ્દે સમદ્, સેવે . વાદિયા પોતે પરિવાર પૂર, દંતા પગૂ'I [પાવતી. દાકાર-૨ 7િ] હે ભદંતપૂજ્ય! મહદ્ધિક યાવત્ મહાનુભાગ દેવ, બહારના પુદ્ગલોને ગ્રહણ ન કરીને એક વર્ણવાળા એક રૂપની વિદુર્વણા કરવા માટે સમર્થ છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! દેવ બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વણા માટે સમર્થ છે? હા, સમર્થ છે. અહિં ચોક્કસ ઉત્તરવૈક્રિય બહારના પુદ્ગલો ગ્રહણ કરવાથી થાય છે એ વિવક્ષિત છે. ll૧૮.
ને મને'ત્તિ’ મનનં મનઃ-મનન કરવું તે મન. ઔદારિકાદિ શરીરની પ્રવૃત્તિ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સમુદાયના સહાયથી જીવનો જે વ્યાપાર તે મનોયોગ. અથવા "મીતે બનેનેતિ મનઃ' જેના વડે મનન કરાય છે તે મન, મનોદ્રવ્ય માત્ર જ છે. તે મન, સત્ય અને અસત્ય વગેરે ભેદથી અનેક પણ છે અથવા સંક્સિજીવોનું અસંખ્યાતપણું હોવાથી અસંખ્યાત ભેદે પણ છે, તથાપિ મનન લક્ષણપણે સર્વ મનોનું એકત્વ હોવાથી મન એક છે. //૧૯ો.
fણાવ'ત્તિ વવનં વો–બોલવું તે વચન. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપાર વડે ગ્રહણ કરાયેલ ભાષાદ્રવ્યના સમૂહની સહાયતાથી જીવનો વ્યાપાર તે વચનયોગ, એ ભાવ છે. ભાષા, સત્ય અને અસત્ય આદિ ભેદથી અનેક છે, પણ સર્વ ભાષાનું વચન સામાન્યમાં અંતર્ગત હોવાથી વચન એક જ છે. li૨૦] 1. ભાવરૂપ વ્યુત્પન્યર્થને લઈને ભાવમનનું કથન કહેલ છે.
30