________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ यान-युग्यसारथिप्रभृतिचतुर्भगीका ३२० सूत्रम्
પલાણ યુક્ત નથી અને વેગ યુક્ત પણ નથી. આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક , પુરુષ ધનધાન્યાદિ વડે યુક્ત, વળી ઉત્સાહ ગુણ વડે યુક્ત છે, ૨, કોઈક ધનાદિ વડે યુક્ત પણ ઉત્સાહ ગુણ વડે યુક્ત નથી, ૩. કોઈક ધનાદિ વડે અયુક્ત પણ ઉત્સાહ ગુણ યુક્ત છે તેમજ ૪. કોઈક ધનાદિ વડે અયુક્ત અને ઉત્સાહ ગુણ વડે પણ યુક્ત નથી. એવી રીતે જેમ યાન શબ્દ સાથે ચાર આલાપકો કહેલા છે તેમ યુગ્ય શબ્દ સાથે પણ ચાર આલાપકો કહેવા. પ્રતિપક્ષદાષ્ટ્રતિક સૂત્રોના પણ ચાર પ્રકારના પુરુષો યાવત્ એક પુરુષ, ઉચિત ગુણ વડે યુક્ત અને યુક્ત શોભાવાળો છે ઈત્યાદિ ચાર ભાંગા સુધી ચાર આલાપકો કહેવા. ચાર પ્રકારના સારથી કહેલા છે, તે આ પ્રમાણે–૧. એક સારથી ગાડામાં બળદ વગેરેને જોડનાર છે પણ છોડનાર નથી, ૨. એક છોડનાર છે પણ જોડનાર નથી. ૩. એક જોડનાર છે અને છોડનાર પણ છે તેમજ ૪. એક જોડનાર પણ નથી અને છોડનાર પણ નથી અર્થાત ખેડનાર છે. સાધુ આશ્રયીને ૧. એક સંયમયોગમાં પ્રવર્તાવનાર છે, ૨, અનુચિતથી નિવારનાર છે, ૩. પ્રવર્તાવનાર અને નિવારનાર પણ છે ૪. બથી રહિત છે. ચાર પ્રકારના ઘોડાઓ કહેલા છે, તે આ પ્રમાણે–૧. એક ઘોડો પલાણ વગેરેથી યુક્ત, તેમજ વેગ વગેરેથી યુક્ત છે, ૨. એક પલાણ વગેરેથી યુક્ત છે પણ વેગવાળો નથી, ૩. પલાણ વગેરેથી યુક્ત નથી પણ વેગવાળો છે તેમજ ૪. પલાણ યુક્ત નથી અને વેગ યુક્ત પણ નથી. એ દષ્ટાંતે ચાર : પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક પુરુષ ધનાદિ વડે યુક્ત અને વળી ઉત્સાહ વગેરે ગુણ યુક્ત છે, ૨. કોઈક ધનાદિ વડે યુક્ત છે પણ ઉત્સાહાદિ ગુણ યુક્ત નથી, ૩. કોઈક ધનાદિ યુક્ત અને ઉત્સાહાદિ યુક્ત પણ છે તેમજ ૪. કોઈક ઉભય યુક્ત નથી. એવી રીતે યુક્ત પરિણત, યુક્તરૂપ અને યુક્તશોભા સાથે ચાર ભાંગા યુક્ત શબ્દપૂર્વક ‘હય” ના પણ કરવા. બધા સૂત્રના પ્રતિપક્ષ-દાષ્ટ્રતિક સૂત્રમાં પુરુષ સૂત્રોના ચાર આલાપકો કહેવા. ચાર, પ્રકારના હાથી કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક હાથી અંબાડી રહિત છે પણ વેગ સહિત છે, ૨. કોઈક અંબાડી સહિત છે પણ વેગસહિત નથી. ૩. કોઈક બ સહિત છે અને ૪. કોઈક બ સહિતનથી. એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે. તે આ પ્રમાણે—કોઈક પુરુષ ધનાદિયુક્ત છે અને ઉત્સાહાદિ યુક્ત નથી. ૨. કોઈક ધનાદિ યુક્ત નથી પણ ઉત્સાહાદિ યુક્ત છે, ૩. કોઈક ઉભય યુક્ત છે તેમજ ૪. કોઈક ઉભય યુક્ત નથી. એવી રીતે જેમ ઘોડાઓના ચાર આલાપકો કહ્યા તેમ હાથીઓના પણ ચાર આલાપકો કહેવા. પ્રતિપક્ષ-દાષ્ટ્રતિકમાં પુરુષોના ચાર આલાપકો કહેવા. ચાર પ્રકારની યુગ્ય (અશ્વાદિ વાહન) ની ગતિ કહેલી છે, તે આ પ્રમાણે–૧. કોઈક અશ્વાદિ માર્ગમાં ચાલે છે પણ ઉન્માર્ગમાં ચાલતો નથી, ૨, કોઈક ઉન્માર્ગમાં ચાલે છે પણ માર્ગમાં ચાલતો નથી, ૩. કોઈક માર્ગમાં અને ઉન્માર્ગમાં પણ ચાલે છે અને ૪. કોઈક માર્ગમાં કે ઉન્માર્ગમાં પણ ચાલતો નથી. આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈએક યુગ્ય-સંયમના ભારને વહન કરનાર સાધુ સંયમમાર્ગને વિષે ચાલે છે પણ ઉન્માર્ગમાં ચાલતો નથી તે અપ્રમત્ત મુનિ, ૨, કોઈક સાધુ અસંયમમાર્ગમાં ચાલે છે પણ સંયમમાર્ગમાં ચાલતો-વર્તતો નથી તે દ્રવ્યલિંગી સાધુ,૩. કોઈક સાધુ માર્ગમાં અને ઉન્માર્ગમાં પણ ચાલે છે તે પ્રમત્ત સાધુ તેમજ ૪. કોઈક માર્ગમાં કે ઉન્માર્ગમાં પણ ચાલતો નથી તે સિદ્ધ. ચાર પ્રકારના પુષ્પો કહેલા છે, તે આ પ્રમાણે–૧. એક પુષ્પ રૂપસંપન્ન–સુંદરાકાર છે પણ ગંધસંપન્ન (સુગંધી) નથી-આવળના ફૂલની જેમ, ૨, એક પુષ્પ ગંધસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી-ચંપાના ફૂલની જેમ, ૩. એક પુષ્ય રૂપસંપન્ન છે અને ગંધસંપન્ન પણ છે-જાઈના ફૂલની જેમ અને ૪. એક પુષ્પ રૂપ કે ગંધ બન્નેથી સંપન્ન નથી–બોરડીના ફૂલની જેમ. એ દષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. એક પુરુષ સુંદર રૂપવાળો છે પણ શીલ-સદાચારવાળો નથી, ૨. એક પુરુષ શીલસંપન્ન છે પણ રૂપસંપન્ન - નથી, ૩. એક બન્ને ગુણયુક્ત છે અને ૪. એક બસેથી રહિત છે. ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે
૧. એક જાતિસંપન્ન-ઉત્તમ જાતિવાળો છે પણ કુલસંપન્ન નથી, ૨. એક કુલસંપન્ન છે પણ જાતિસંપન્ન નથી, ૩. એક 404 –