SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ उदितोदितादिचतुर्भगिका युग्मशूरचतुष्कं उच्चादिचतुष्क० लेश्याचतुष्कं ३१५-३१९ सूत्राणि રીતે યાવત્ સ્વનિતકુમારોને એમ જ પૃથિવીકાયિકોને, અકાયિકોને, વનસ્પતિકાયિકો અને વ્યંતરોને, આ બધાયને ? અસુરકુમારોની માફક ચાર વેશ્યાઓ છે. ll૩૧૯ll (ટી.) ઉચ્ચ કુલ, બલ, સમૃદ્ધિ અને નિર્દોષ કાર્યો વડે ઉદિત-અભ્યદયવાળો, અને પરમ સુખના સમૂહના ઉદય વડે ઉદિત ઉદય પામેલ માટે ઉદિતોદિત, જેમ ભરત મહારાજા અને એનું ઉદિતોદિતપણું પ્રસિદ્ધ છે ૧, તથા પ્રથમ ઉદય પામેલ, અને પછી અસ્ત પામેલ-સૂર્યની જેમ; કેમ કે સર્વ સમૃદ્ધિ વડે ભ્રષ્ટ થવાથી અને દુર્ગતિમાં જવાથી ઉદિતઅસ્તમિત-ઉદય પામીને અસ્ત પામેલ બ્રહ્મદત્ત ચક્રવર્તીની માફક, તે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થવા વગેરેથી અને સ્વભુજાનાં બળથી મેળવેલ સામ્રાજ્ય વડે ? પ્રથમ ઉદય પામેલ અને પાછળથી ખાસ કારણ સિવાય ક્રોધિત બ્રાહ્મણદ્વારા પ્રેરણા કરાયેલ ગોવાળ વડે જોડાયેલ ધનુષ્યની ગોળીથી ફૂટી ગયેલ આંખની કીકી વડે અને મરણ પછી અપ્રતિષ્ઠાન નામના મહાનારકાવાસ સંબંધી વેદનાની પ્રાપ્તિ વડે અસ્ત પામેલ ૨, હીન કુલમાં ઉત્પત્તિ, દુર્ભાગ્ય અને દારિદ્રય વગેરેથી પ્રથમ અસ્તમિત અને પછીથી સમૃદ્ધિ, કીર્તિ અને સદ્ગતિની પ્રાપ્તિ વગેરેથી ઉદિત-ઉદય પામેલ તે અસ્તમિતાદિત-જેમ હરિકેશબલ નામના મુનિ, તે જન્માંતરમાં બાંધેલ નીચ ગોત્રકમના વશથી પ્રાપ્ત કરેલ હરિકેશ નામના ચાંડાલકુલપણાથી, દુર્ભાગ્યપણાથી અને દરિદ્રપણાથી પ્રથમ અસ્ત પામેલ, પરન્તુ પાછળથી તો દીક્ષિત થયો થકો નિશ્ચલ ચારિત્રના ગુણો વડે, મેલવેલ દેવકૃત સહાય વડે, પ્રસિદ્ધિ મેળવવા વડે અને સદ્ગતિમાં જવા વડે ઉદિત. ૩. તથા સૂર્યની જેમ પ્રથમ અસ્ત પામેલ કેમકે નીચકુલપણું અને દુષ્ટ કર્મ કરવાપણાથી કીર્તિ, સમૃદ્ધિલક્ષણ તેજથી વર્જિત હોય છે અને પછીથી દુર્ગતિમાં જવાથી અસ્ત પામેલ તે અસ્તમિતાસ્તમિત-જેમ કાલ નામનો સૌકરિક. 'સૂર' સુવરો વડે ચરિત મૃગયા-શિકારને કરે છે માટે સૌકરિક નામ યથાર્થ છે. દુષ્ટ કુલમાં ઉત્પન્ન થયેલ અને દરરોજ પાંચ સો પાડાને મારનાર માટે પ્રથમ અસ્ત પામેલ, અને પછીથી પણ સાતમી નરકમૃથિવીને વિષે ગયેલ માટે અસ્ત પામેલ. ૪. 'પરહે ત્યાદિ. ઉદાહરણસૂત્ર તો ભાવિતાર્થ છે. ૩૧૫/ જે જીવો આ પ્રમાણે વિચિત્ર ભાવો વડે ચિંતન કરાય છે તે બધાય ચાર રાશિઓમાં અવતરે છે, માટે તેઓને દર્શાવતાં થકા સૂત્રકાર કહે છે–દેવરારિ ગુને'ત્યાદિયુગ્મરાશિવિશેષ. જે રાશિને ચારની સંખ્યા વડે અપહરણ કરવાથી (ભાંગવા વડે) શેષ ચાર રહે તે કૃતયુગ્મ કહેવાય છે. જે રાશિના છેવટમાં શેષ ત્રણ રહે તે સ્ત્રોજ, બે શેષ રહે તે દ્વાપરયુગ્મ અને એક શેષ રહે તે કલ્યોજ કહેવાય. અહિં ગણિતની પરિભાષામાં સમરાશિ (૨-૪) યુગ્મ કહેવાય છે અને (૧–૩) તે ઓજ કહેવાય છે. આ જૈનસિદ્ધાંતની મર્યાદા છે. લોકમાં તો કૃતયુગ્મ વગેરે આ પ્રમાણે કહેવાય છે– . द्वात्रिंशत् सहस्राणि कलौ लक्षचतुष्टयम् । वर्षाणां द्वापरादौ स्यादेतद् द्वित्रि चतुर्गुणम् ।।१८।। કલિયુગમાં ચાર લાખને બત્રીસ હજાર વર્ષ હોય છે. દ્વાપરયુગમાં આઠ લાખને ચોસઠ હજાર, ત્રેતાયુગમાં બાર લાખ ને છવું હજાર અને કૃતયુગમાં સત્તર લાખ અચાવીશ હજાર વર્ષ હોય છે. (૧૮૧) પૂર્વોક્ત રાશિયોનું નારકાદિને વિષે નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે–અનેરા’ત્યા૦િ સુગમ છે. નારક વગેરે ચાર પ્રકારની રાશિવાળા પણ હોય કેમ કે જન્મ અને મરણ વડે હીન યા અધિકપણાનો સંભવ હોય છે. ૩૧૬ll વળી જીવોને જ ભાવો વડે નિરૂપતાં થકા સૂત્રકાર કહે છે-વારિ સૂર' ત્યાર બે સૂત્ર સુગમ છે. વિશેષ એ કે-શૂરવીરપુરુષો. ક્ષમામાં શૂરા અહંતો-શ્રી મહાવીર પરમાત્માની માફક, તપમાં શૂરા અનગારો-દઢપ્રહારી મુનિવત્, દાનમાં શૂર વૈશ્રમણ-ઉત્તર દિશાનો લોકપાલ (કબેર) તે તીર્થકર વગેરેના જન્મના સમયમાં અને પારણા વગેરેના સમયમાં રત્ન વગેરેની વૃષ્ટિ કરવા વડે દાનમાં શૂર છે. કહ્યું છે કેवेसमणवयणसंचोइया उ ते तिरियजंभगा देवा । कोडिग्गसो हिरनं, रयणाणि य तत्थ उवणेति ॥१८२॥ . [આવશ્યક નિવૃત્તિ ના ૬૮ ]િ વૈશ્રમણના વચનથી પ્રેરાયા થકા તે તિયગુર્જુભકદેવો, ક્રોડોગમે સુવર્ણોને અને રત્નોને તત્ર-તીર્થકરગૃહને વિષે લઈ 400.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy