________________
४ स्थानकाध्ययने उद्देशः २ नामसत्यादिआजीविकतपःसंयमः ३०८-३१० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
હવે ચર્મપંચક કહે છે–
अय-एल-गावि महिसी, मिगाण अजिणं तु पंचमं होइ । तलिया खल्लगवज्झो, कोसग कत्ती य बीयं तु ।।१७८॥ * બકરાનું ચામડું, ઘેટાનું ચામડું, ગાયનું ચામડું, ભેંસનું ચામડું અને હરણનું ચામડું-એમ પાંચ પ્રકારનું ચામડું છે. બીજી રીતે પણ ચર્મપંચક કહે છે-૧. લલિકા (ચંપલ) તે એક તળવાળી અથવા બે તલવાળી, ૨. પગરખાં, ૩. વાધ-સામાન્ય ચામડું, ૪. કોશકવિશેષ-અંગુલિ વગેરેમાં પહેરવાનું ચામડાનું ઉપકરણ અને પ. કૃતિકા-દવ પ્રસંગે આ દેવામાં અથવા પાથરવા વગેરેમાં ઉપયોગી ચામડું. (૧૭૮)
_'વિયાપ' ત્તિ અશુભ મન વગેરેનો ત્યાગ (રોધ) અથવા મન વગેરેથી આહારાદિનું સાધુઓ માટે જે દાન તે ત્યાગ. એવી રીતે પાત્રાદિ ઉપરકણ વડે અન્ન વગેરેનું દાન ઉપકરણત્યાગ. કંઈ પણ વિદ્યમાન નથી કિંચન–સુવર્ણ વગેરે દ્રવ્યનો પ્રકાર જેને તે અકિંચન, તેનો ભાવ તે અકિંચનતા અર્થાત્ નિષ્પરિગ્રહપણું. તે મન વગેરેથી અને ઉપકરણની અપેક્ષાએ હોય છે માટે ચાર પ્રકારે અકિંચનતા કહેલી છે. ૩૧૦l
/ચતુઃસ્થાનકના દ્વિતીય ઉદ્દેશાની ટીકાનો અનુવાદ સમાસ |
પ્રશ્ન વ્યાકરણ સૂત્રના ભાષાન્તરમાં પ્રાણીઓના પ્રાણનાશક/ઘાતક આત્માના સ્વભાવના બાવીસ ભેદ દર્શાવ્યા છે. (૧) પાપસ્વભાવી (૨) ચંડ (૩) રૌદ્ર (૪) સહસ્ત્ર કાર્યકારક (૫) શુદ્ર (સ્વ પર દ્રોહી અધમ) (૬) અનાર્ય (૭) નિર્ગુણ (૮) નૃશંસી નિસ્ક (દયા રહિત લજ્જા રહિત) (૯) મહાભય (૧૦) પ્રતિભય (૧૧) અતિભય (૧૨) ભયાનક (૧૩) ત્રાસ (સ્વ પર ત્રાસોત્પાદક) (૧૪) ઉદ્વેગ જનક (૧૫) અન્યાયકર્તા (૧૬) નિરપેક્ષ (સ્વ પર હિત ભાવનાથી રહિત) (૧૭) નિધર્મ (૧૮) નિષ્કિપાસ (મૈત્રી ભાવની ભાવનાથી રહિત) (૧૯) નિષ્કરુણ (૨૦) નિરય (નર્કમાં જવાના સ્વભાવવાળો) (૨૧) મોહમહામય પ્રકર્ષક (૨૨) મરણ વૈમન્ય. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં હિંસાના ત્રીસ નામ બતાવ્યાં છે, જે નીચે પ્રમાણે છે : (૧) પ્રાણવધ (૨) ઉમ્મુલનાશરીરાતું (૩) અવિશ્વાસ (૪) હિંસ્યાવિહિંસા (વિશેષ પ્રકારથી હિંસા કરવી) (૫) અકરણીય (૬) ઘાતક (૭) મારણા (૮) વહા (૯) ઉદવણા (૧૦) તિયાવણ (તિત્ર વાયણ યાતના ભૂંસવા ત્રણ યોગ અથવા શરીર ઈન્દ્રિય અને આયુષ્ય રૂપ પ્રાણોનું હનન કરવું) (૧૧) આરંભ સમારંભ (૧૨) આયુષ્યોપદ્રવ (૧૩) મૃત્યુ (૧૪) અસંયમ (૧૫) કરક મર્દન (૧૬) વ્યુહરણ (૧૭) પરભવ સંકટ કારક (૧૮) દુર્ગતિ પ્રપાત (૧૯) પાપકોપ (૨૦) પાપલોભ (૨૧) છવિચ્છેદ (૨૨) જીવિતાન્તકરણ (૨૩) ભયંકર (૨૪) ઋણકર (૨૫) વર્ય (૨૬) પરિતાપન પૂર્વક આશ્રવ (૨૭) વિનાશ (૨૮) નિર્યાપના (વિશેષ પ્રકારના પ્રાણીઓના પ્રાણોનો નાશ કરવો, એમાં જે પ્રયોજક હોય છે તે નિર્યાપક) (૨૯) ગુણવિરાધના (૩૦) હિંસા. પરિગ્રહના પર્યાયવાચી નામ : (૧) મિથ્યાત્વ (૨) સંચય (૩) ચય (૪) ઉપચય (૫) નિધાન (૬) સંભાર (૭) સંકર (૮) એવમાચાર (૯) પિંડ (૧૦) દ્રવ્યસાર (૧૧) મહેચ્છા (૧૨) પ્રતિબંધ (૧૩) લોભાત્મા (૧૪) મહાત્તિ (૧૫) ઉપકરણ (૧૬) સંરક્ષણ (૧૭) ભાર (૧૮) સંપાતોપાયક (૧૯) કલહ કરંડક (૨૦) પ્રવિસ્તાર (૨૧) અનર્થ (૨૨) સંસ્તવ (૨૩) અનુમિ (૨૪) આયાસ (૨૫) અવિયોગ (૨૬) અમુક્તિ (૨૭) તૃષ્ણા (૨૮) અનર્થક (૨૯) આસક્તિ (૩૦) અસંતોષ.
-
393