________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ मानुषोत्तरकूटाः दुष्षमसुषमावर्षादि ३००-३०२ सूत्राणि
આરામાં ચાર કોડાકોડી સાગરોપમપ્રમાણ કાળ હતો. જંબુદ્રીપ નામના દ્વીપમાં ભરત અને ઐરવતક્ષેત્રને વિષે આ અવસર્પિણીમાં સુષમસુષમ નામના પહેલા આરાને વિષે ચાર કોડાકોડી સાગરોપમપ્રમાણ કાલ હતો. જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરત અને ઐરવતક્ષેત્રને વિષે આગામી ઉત્સર્પિણીમાં સુષમસુષમ નામના છઠ્ઠા આરાને વિષે ચાર કોડાકોડી સાગરોપમપ્રમાણ કાલ થશે. I૩૦૧||
જંબુદ્વીપ નામના દ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુને છોડીને ચાર અકર્મભૂમિઓ કહેલી છે, તે આ પ્રમાણે—હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ અને રમ્યવર્ષ. ચાર વૃત્ત (વાટલા) વૈતાઢચપર્વત કહેલા છે, તે આ પ્રમાણે—શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાપાતી અને માલ્યવંતપર્યાય. તેમાં ચાર મહર્ક્ટિક દેવો યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા વસે છે, તે આ પ્રમાણે— સ્વાતી, પ્રભાસ, અરુણ અને પદ્મ. જંબુદ્રીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્ર ચાર પ્રકારનો કહેલ છે, તે આ પ્રમાણે– —પૂર્વવિદેહ, અપર (પશ્ચિમ) વિદેહ, દેવકુરુ અને ઉત્તરકુરુ. બધા નિષધ અને નીલવંત નામે વર્ષધર પર્વતો ચાર સો યોજન ઊંચા અને ચાર સો ગાઉના ઊંડા કહેલા છે. જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ સીતા નામની મહાનદીના ઉત્તર કિનારે ચાર વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—ચિત્રકૂટ, 1પશ્નકૂટ, નલિનકૂટ અને એકશૈલ. જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ સીતા મહાનદીના દક્ષિણ કિનારે ચાર વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન અને માતંજન. જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ સીતોદા મહાનદીના દક્ષિણ કિનારે ચાર વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—અંકાવતી, પક્ષ્માવતી, આશીવિષ અને સુખાવહ. જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ સીતોદા મહાનદીના ઉત્તર કિનારે ચાર વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—ચંદ્રપર્વત, સૂર્યપર્વત, દેવપર્વત અને નાગપર્વત, જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુપર્વતની ચાર વિદિશાઓને વિષે ચાર વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—સૌમનસ, વિદ્યુત્પ્રભ, ગંધમાદન અને માલ્યવંત (આને ગજદંતા પણ કહે છે) જંબૂદ્રીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે જઘન્યપણે ચાર અર્હતો, ચાર ચક્રવર્તીઓ, ચાર બલદેવો અને ચાર વાસુદેવો ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબુદ્વીપમાં મેરુપર્વતને વિષે પાંડુકવનમાં ચાર અભિષેકશિલાઓ (તીર્થંકરના જન્મનો અભિષેક કરવાની) કહેલી છે, તે આ પ્રમાણે—પાંડુકંબલશિલા, અતિપાંડુકંબલશિલા, રક્તકંબલશિલા અને અતિરક્તકંબલશિલા. મેરુપર્વતની ચૂલિકા ઉપરના ભાગમાં પહોળાઈ વડે ચાર યોજનની કહેલી છે. એવી રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધને વિષે અને પશ્ચિમાદ્ધને વિષે પણ કાળસૂત્ર વગેરેથી આરંભીને અર્થાત્ અતીતકાળ વગેરે સૂત્રની શરૂઆતથી લઈને યાવત્ મેરુપર્વતની ચૂલિકાના વર્ણન સુધી જંબુદ્વીપની માફક જાણવું. એવી જ રીતે યાવત્ પુષ્કરવરદ્વીપના પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્કમાં પણ યાવત્ મેરુપર્વતની ચૂલિકાના વર્ણન પર્યંત જાણવું. જંબુદ્વીપમાં અવશ્ય રહેલ વસ્તુ ‘કાલસૂત્ર’ થી આરંભીને મેરુપર્વતની ચૂલિકા પર્યંત જેમ કહેલ છે તેમજ યાવત્ ધાતકીખંડ દ્વીપ અને પુષ્કરવર દ્વીપમાં પૂર્વ અને પશ્ચિમ બન્ને પડખાને વિષે જાણવું. ૩૦૨
(ટી૦) 'માળુમુત્તરમ્સે' ત્યાદ્રિ સ્પષ્ટ છે. વિશેષ એ કે—'વઽવિત્તિ' ત્તિ ચાર દિશાઓનો સમૂહ તે ચતુર્દિશ. તે ચાર દિશાઓમાં (અહિં 'વિશિ' આ શબ્દમાં અનુસ્વાર પ્રાકૃતશૈલીથી થયેલ છે.) કૂટો–શિખરો, અહિં સૂત્રમાં દિશાનું ગ્રહણ કર્યો છતે પણ વિદિશાઓમાં શિખરો છે એમ સમજવું. તેમાં અગ્નિકોણ (ખૂણા) માં રત્નકૂટ છે તે ગરુડ–સુવર્ણકુમાર જાતીય વેણુદેવનું નિવાસસ્થાન છે. નૈઋત્યકોણમાં રત્નોચયકૂટ વેલંબ નામના વાયુકુમારેંદ્ર સંબંધી નિવાસસ્થાન છે, વેલંબસુખદ એવું તે ઇંદ્રનું બીજું નામ છે. ઈશાનકોણમાં વેણુદાલિ નામના સુપર્ણકુમારેંદ્રનું સર્વરત્નકૂટ છે તથા વાયવ્યકોણમાં પ્રભંજન નામના 1. પદ્મકૂટ પણ કહેવાય છે.
374