________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः २ संसारादि आहारः २९४-२९५ सूत्रे ' નાખીને પટ્ટ (રેશમી) સૂત્રને રંગે છે તે નહિં ઉતારેલ રસ કૃમિરાગ કહેવાય છે. તેમાં કૃમિઓનો રાગ-રંગનાર રસ તે કૃમિરાગ ' અને તેના વડે રંગાયેલું તે કૃમિરાગરક્ત. એવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે-કર્દમ એટલે ગાયના રસ્તા વગેરેનો કાદવ, ખંજન-દીવા વગેરેનો મેલ અને હલદર તો પ્રસિદ્ધ છે. લોભની કૃમિરાગ વગેરેથી રંગાયેલ વસ્ત્રની સાથે સમાનતા છે કેમ કે અનંતાનુબંધી વગેરે લોભના ભેદવાળા જીવોનું ક્રમ વડે દઢ, હીન, હીનતર અને હીનતમ અનુબંધપણું હોય છે, તે આ પ્રમાણે-કૃમિરાગ વડે રંગાયેલ વસ્ત્ર બાળવા છતાં પણ રંગના અનુબંધને છોડે નહિ કેમ કે તેની ભસ્મ રક્ત હોય છે. એમ જે મરવા છતાં પણ લોભના અનુબંધને મૂકતો નથી તેનો લોભ કૃમિરાગ વડે રંગાયેલ વસ્ત્ર સમાન અનંતાનુબંધી કહેવાય છે. એમ સર્વત્ર ભાવના કરવી. ફલસૂત્ર સ્પષ્ટ છે. અહિં કષાયની પ્રરૂપણાની ગાથાઓ દર્શાવે છે– जल-रेणु-पुढवि-पव्वयराईसरिसो चउव्विहो कोहो । तिणिसलया-कट्ठिय-सेलत्थंभोवमो माणो ॥११०॥
[વિરોષાવશ્ય ર૬૬૦ 7િ] જલની રેખા સમાન, રેતીની રેખા સમાન, પૃથ્વીની (ફાટ) સમાન અને પર્વતની ફાટ સમાન સંજવલન વગેરે ચાર પ્રકારનો ક્રોધ છે નેતરની લતા (છડી) સમાન, કાષ્ઠના સ્તંભ સમાન, હાડકાના સ્તંભ સમાન અને પત્થરના સ્તંભ સમાન સંજવલન વગેરે ચાર પ્રકારનો માન છે. (૧૧૦) मायाऽवलेहि-गोमुत्ति-मेंढसिंग-घणवंसिमूलसमा । लोभो हलिद्द-खंजण-कद्दम-किमिरागसारिच्छो ॥१११।। ''
[વિરોલાવવા ૨૨૬૨ ]િ. બાંસની ઝીણી છાલ સમાન, ગાયના મૂત્ર સમાન, મેંઢાના શીંગડા સમાન અને વાંસના મૂલ સમાન ક્રમશઃ સંજવલના વગેરે ચાર પ્રકારની માયા છે. હલદરના રંગ સમાન, ખંજનના રંગ સમાન, કાદવના રંગ સમાન અને કૃમિરાગના રંગ સમાન ક્રમશઃ સંજ્વલનાદિ ચાર પ્રકારનો લોભ છે. (૧૧૧) पक्ख-चउमास-वच्छर-जावज्जीवाणुगामिणो कमसो । देव-नर-तिरिय-नारयगइसाहणहेयवो भणिया।।११२॥
' [વિશેષાવસ્થ ર૬૬૨ ]િ સંજ્વલનનો કષાય એક પક્ષ' પર્યત રહે છે અને દેવની ગતિને સાધવાનો હેતુ છે. પ્રત્યાખ્યાનાવરણ કષાય ચાર માસ પર્યત રહે છે તથા મનુષ્યગતિને સાધવાના હેતુભૂત છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાય એક વર્ષ પર્યત રહે છે અને તિર્યંચની ગતિને સાધવાના હેતુભૂત છે. અનંતાનુબંધી કષાય જાવજીવ પર્યત રહે છે અને નરકગતિ સાધવાના કારણભૂત છે. (૧૧૨) l/૨૯૩ll
હમણાં જ કષાયો કહ્યા અને કષાયો વડે સંસાર થાય છે માટે સંસારનું સ્વરૂપ કહે છે– ' चउव्विहे संसारे पन्नत्ते, तंजहा–णेरतियसंसारे जाव देवसंसारे । चउविहे आउते पन्नत्ते, तंजहा–णेरतिआउते जाव देवाउते । चउव्विहे भवे पन्नत्ते, तंजहा-नेरतियभवे जाव देवभवे ॥सू० २९४।। .. વરબ્રિગાહાર પરે, સંનહીં–તળ, પાળે, વા, સાફ વાલ્વિદે મહાપત્ત, તંગદી– વાસંપ, उवक्खडसंपन्ने, सभावसंपन्ने, परिजुसियसंपन्न ।। सू० २९५।। (મૂળ) ચાર પ્રકારે સંસાર કહેલ છે, તે આ પ્રમાણે–નરકભૂમિમાં જવું તરૂપ નરયિકસંસાર યાવત્ દેવલોકમાં જવું તે
દેવસંસાર, ચાર પ્રકારે આયુષ્ય કહેલ છે, તે આ પ્રમાણેનરયિકનું આયુષ્ય યાવત્ દેવનું આયુષ્ય. ચાર પ્રકારે ભવ કહેલ છે, તે આ પ્રમાણે–નરયિકના ભવમાં ઉત્પન્ન થવું તે નરયિકભવ યાવત્ દેવના ભવમાં ઉત્પન્ન થવું તે દેવભવ. //ર૯૪ll
1. આ સ્થિતિનું કથન સામાન્યતઃ વ્યવહારને આશ્રયીને છે; નિશ્ચયથી તો બાહુબલી મુનિને સંજ્વલન માન એક વર્ષ પર્યત રહેલ છે તથા
પ્રસન્નચંદ્ર રાજર્ષિને અનંતાનુબંધીનો ક્રોધ અંતર્મુહૂર્ત માત્ર રહેલ છે.
366.