________________
४ स्थानकाध्ययने उद्देशः २ कथाः २८२ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ભોજનકથામાં આ પ્રમાણે દોષો છે– आहारमंतरेण वि, गेहीओ जाय ए सईंगालं । अजिईदिय ओदरियावाओ उ अणुन्नदोसा य ।।९।।
[નિશીથ ના ૨૨૪] આહાર કર્યા વિના પણ આસક્તિ વડે અંગારદોષ થાય છે. આ સાધુ જીતેંદ્રિય નથી, પેટભરા છે એમ લોકમાં અપવાદ થાય છે અને દોષની પરંપરા થાય છે અર્થાત્ આહારની ગૃદ્ધિથી એષણાના દોષ ન ટાલી શકે. (૭)
મગધાદિ દેશમાં વિધિ-ભોજન, મણિ અને ભૂમિકા વગેરેની રચના અથવા અમુક દેશમાં પ્રથમ અમુક ભોજન ખવાય છે. આવી જે કથા અર્થાત્ દેશ દેશની ભોજન વગેરેની વિધિની જે કથા કરવી તે દેશવિધિકથા, એમ જ બીજી કથાઓમાં પણ જાણવું. વિશેષ એ કે–અમુક દેશમાં ધાન્યની ઉત્પત્તિ, ગઢ, કૂવા વગેરે દેવકુલ અને મહેલ વગેરેની જે કથા તે દેશવિકલ્પકથા, છંદ-ગમ્ય અને અગમ્યનો વિભાગ, જેમ લાટ દેશમાં મામાની પુત્રી ગમ્ય-પરણવા યોગ્ય થાય છે, બીજા દેશમાં અગમ્યપરણવા યોગ્ય નથી, આવી જે કથા તે દેશછંદકથા, નેપથ્ય-સ્ત્રી અને પુરુષને તો સ્વાભાવિક વેષ અને શોભાના નિમિત્તરૂપ વેષ, તેની જે કથા તે દેશનેપથ્યકથા. આ કથામાં દોષો આ પ્રમાણે હોય છે– - रागद्दोसुप्पत्ती, सपक्खं-परपक्खओ य अहिगरणं । बहुगुण इमो त्ति देसो, सोउ गमणंच अन्नेसि ॥९८।।
[निशीथ भा० १२७ त्ति] જે દેશનું વર્ણન કરે છે તેમાં રાગ અને બીજા દેશમાં દ્વેષની ઉત્પત્તિ થાય છે અને દેશવર્ણનમાં પોતપોતાના પક્ષના આગ્રહથી કજીયો થાય છે. અમુક દેશ બહુ જ સારો છે. એમ સાંભળીને કોઈક સાધુ વિચારે છે કે તે દેશ બહુ સારો છે તેથી તે સાધુ ત્યાં જાય છે. (૯૮)
: રાજાનો નગરાદિકમાં પ્રવેશ, તેની જે કથા તે અતિયાનકથા, દા. ત– सियसिंधुरखंधगओ, सियचमरो सेयछत्तछन्नणहो । जणणयणकिरणसेओ, एसो पविसइ पुरे राया ॥१९॥
શ્વેત હાથીના સ્કંધ ઉપર બેઠેલો, ધોળા ચામરથી વીંઝાયેલો, શ્વેત છત્ર વડે ઢંકાયેલ આકાશવાળો અને મનુષ્યોના નયનકિરણો વડે ઉજ્જવલ થયેલ એવો આ રાજા નગરમાં પ્રવેશ કરે છે. (૯૯).
એવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે-નગર બહાર નીકળવારૂપ (સવારી) ની જે કથા તે નિર્માણકથા, જેમवज्जंतायोज्जममंदबंदिसई मिलंतसामंतं । संखुद्धसेनमुद्धयचिंधं नयरा निवो नियइ ॥१०॥
વાજીંત્રો વગાડતા સતા, મોટે સાદે ભાટ-ચારણો બિરુદાવળી બોલતા સતા, સામંતો સહિત, ક્ષોભ પામેલ સૈન્ય સહિત અને ધારણ કરેલ છે રાજચિહ્ન જેણે એવો રાજા નગરથી બહાર નીકળે છે બલ-હાથી વગેરે, અશ્વ વગેરે વાહન, તેની જે કથા તે બલવાહન કથા, (૧૦૦) કેમ કેहेसंतहयं गज्जंतमयगलं घणघणंतरहलक्खं । कस्सऽनस्स वि सेनं, णिन्नासियसत्तुसिन्नं भो! ।।१०।।
હે મિત્ર! લાખોગમે ઘોડાઓના હણહણાટ શબ્દવાળું, લાખોગમે હાથીઓના ગર્જારવવાળું, લાખોગમે રથના ધણધણાટવાળું અને શત્રુના લશ્કરનો નાશ કરનારું આવું સૈન્ય શું કોઈપણ બીજા રાજાનું છે? (૧૦૧).
કોશ-ભંડાર, કોષાગાર-ધાન્યનું ઘર, તેની જે કથા તે કોશકોષાગાર કથા. જેમ કેपुरिसपरंपरपत्तेण, मरियविस्संभरेण कोसेणं । णिज्जियवेसमणेणं, तेण समो को निवो अन्नो? ॥१०२।।
પુરુષની પરંપરા વડે પ્રાપ્ત કરેલ અર્થાત્ વડિલોપાર્જિત ભંડાર વડે સમગ્ર વિશ્વ-જગતનું પોષણ કરવાથી વૈશ્રમણને જીતવા વડે તે રાજા સમાન બીજો કયો છે? (૧૦૦)
રાજકથામાં આ પ્રમાણે દોષો હોય છે–
351