________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः २ कथाः २८२ सूत्रम् સમજવું. એવી રીતે ભોજનની, દેશની અને રાજાની જે કથા તે વિકથા છે. બ્રાહ્મણી વગેરેમાંથી કોઈપણ એકની પ્રશંસા અથવા નિંદા જે જાતિ વડે અથવા જાતિની કરવામાં આવે છે તે જાતિકથા, દા. ત. धिग्ब्राह्मणीर्धवाभावे या जीवन्ति मृता इव। धन्या मन्ये जने शुद्रीः पतिलक्षेऽप्यनिन्दिताः ॥९१।।
પતિના અભાવે જે બ્રાહ્મણી મરેલાની જેમ જીવે છે તેને ધિક્કાર છે, અને મનુષ્યમાં શુદ્ધ સ્ત્રીઓને ધન્ય માનીએ છીએ કે જે લાખ પતિ કર્યા છતાં પણ અનિંદિત છે. (૯૧).
એમ ઉગ્ર કુલ વગેરેમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓમાંથી કોઈપણ સ્ત્રીની જે પ્રશંસાદિ કરાય છે તે કુલકથા. દા. ત. अहो चौलुक्यपुत्रीणां साहसं जगतोऽधिकम् । पत्युम॒त्यो विशन्त्यग्नौ याः प्रेमरहिता अपि ॥९२॥ .
અહો જગતમાં ચૌલુક્યવંશની પુત્રીઓનું સાહસ અધિક છે, પતિનું મરણ થયે છતે જે સ્ત્રીઓ પ્રેમરહિત છે તો પણ અગ્નિમાં પ્રવેશ કરે છે. (૯૨)
તથા આંદ્રદેશ વગેરેમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓમાંથી કોઈપણ સ્ત્રીના રૂપની જે પ્રશંસાદિ તે રૂપકથા. દા. ત. चन्द्रवक्त्रा सरोजाक्षी सद्गी पीनघनस्तनी । किं लाटी नो मता साऽस्य देवानामपि दुर्लभा? ॥१३॥
ચંદ્ર જેવા મુખવાળી, કમલ જેવા નેત્રોવાળી, સારા વચનવાળી, પીન અને કઠણ સ્તનવાળી લાટ દેશની સ્ત્રી દેવોને પણ દુર્લભ છે તો એવી સ્ત્રી શું આ પુરુષને ઈષ્ટ નથી? (૯૩)
તે સ્ત્રીઓમાંથી કોઈપણ એક સ્ત્રીના કથ્થાબંધ (કાછડી) વગેરે પહેરવાના વસ્ત્રની જે પ્રશંસાદિ તે નેપથ્યકથા. દા. ત. धिग्नारीरौदीच्या बहुवसनाच्छादिताङ्गलतिकत्वात्। यद्यौवनं न यूनां चक्षुर्मोदाय भवति सदा ॥९४।। - ઉત્તરદેશની સ્ત્રીઓને ધિક્કાર છે, કેમકે ઘણા વસ્ત્ર વડે ઢંકાયેલ શરીરરૂપ લતિકા હોવાથી જેનું યૌવન (સૌંદર્ય) યુવાન પુરુષોની આંખને હમેશાં આનંદ માટે થતું નથી. (૯૪)
સ્ત્રીની કથામાં દોષો આ પ્રમાણે હોય છેआय-परमोहुदीरणं, उड्डाहो सुत्तमाइपरिहाणी । बंभवयस्स अगुत्ती, पसंगदोसाय गमणादी ॥१५॥
છે . [નિશીથ ના ૨૨૨ ]િ સ્ત્રીની કથાના કરનારને પોતાના આત્માને વિષે અને પરના આત્માને વિષે મોહની ઉદીરણા થાય છે, લોકોમાં ઉફાહ હેલના થાય છે, સૂત્ર વગેરેની હાનિ થાય છે, બ્રહ્મચર્ય વ્રતની અગુપ્તિ હોય છે અને પ્રસંગથી દોષો-જાવું આવવું વગેરે થાય છે. (૯૫)
તથા આ રસવતીમાં આટલા શાક અને ધૃત વગેરે ઉપયોગી થાય છે, આવી કથા તે આવા પકથા. તે રસવતીમાં આટલા પક્વાન્ન અને અપક્વ અન્ન (મિષ્ટાન્ન, ભાત વગેરે) નો અથવા વ્યંજન (શાક, રાઇ, વગેરે) ના પ્રકારનો ઉપયોગ થાય છે, આવી જે કથા તે નિવપકથા. આ રસવતીમાં આટલા તિતિરાદિનો ઉપયોગ, આવી જે કથા તે આરંભકથા તેમજ આટલું દ્રવ્ય અર્થાત્ સો કે હજાર રૂપિયાનો ખર્ચ આ રસવતીમાં લાગશે એવી જે કથા તે નિષ્ઠાન કથા. કહ્યું છે કેसागघयादावावो', पक्कापक्को य होइ निव्वावो । आरंभ तित्तिराई, णिवाणं जा सयसहस्सं ॥१६॥
[નિશીથ ના ૧૨૩ ]િ આ ભોજનમાં, આ શાક, આ વૃત આટલું જોઈએ. આ મિષ્ઠાન્ન, આ અન્નમાં આનો ઉપયોગ કરવો-આમ કહેવું તે નિવપભોજન કથા. આ ભોજનમાં આટલા તિતિરાદિનો ઉપયોગ, આટલા રૂપિયાનો ખર્ચ સો, હજારનો-આવી જે કથા તે નિષ્ઠાન ભોજન કથા. (૯૬). 1. સાદિયારાવાહો (વો?].
350.