________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ अग्रमहिष्यः विकृत्यः कूटागाराः २७३-२७७ सूत्रे કૂટ-જીવને બાંધવાના સ્થળ જેવા ઘરો તે કૂટાગારો, તેમાં ગુણ-ગઢ વગેરેથી વીંટાયેલું અથવા ભોંયરું વગેરે. વળી બંધ બારણા વડે ગુપ્ત અથવા પૂર્વકાળની અને પછીના કાલની અપેક્ષાએ ગુહ્ય છે. ૧, એમ જ બીજા પણ ત્રણ ભાંગા જાણવા. પુરુષ તો વસ્ત્રાદિદ્વારા આચ્છાદિત હોવાથી ગુપ્ત, વળી ઈદ્રિયોને ગુપ્તવશ કરવા વડે ગુપ્ત છે, અથવા પહેલાં પણ ગુપ્ત છે અને હમણાં પણ ગુપ્ત છે ૧, અગમ પણ એમ જ સમજવું. તથા ટના જેવો આકાર છે જે શાલાનો અર્થાત્ ગૃહવિશેષનો તે કૂટાગારશાળા. સ્ત્રીલક્ષણ દાખતિક અર્થના સમાનતાના વશથી. આ સ્ત્રીલિંગમાં દષ્ટાંત છે. તત્ર ગુપ્તા-પરિવાર વડે વીંટાયેલી, ઘરમાં રહેલી, વસ્ત્રાદિ વડે આચ્છાદિત અંગવાળી, ગૂઢ સ્વભાવવાળી અથવા ગુપ્ત ઇંદ્રિયવાળી અથવા અનુચિત પ્રવૃત્તિમાં ઇંદ્રિયોને કાબૂમાં રાખનારી, એવી રીતે બાકીના ભાંગા જાણવા. ર૭પી/
હમણાં જ ગુખેંદ્રિયપણું કહ્યું, અને ઇંદ્રિયો અવગાહનાના આશ્રયવાળી છે માટે અવગાહનાનું નિરૂપણ કરનારું સૂત્ર કહે છે-અવગાહે છે-રહે છે જેણીને વિષે, અથવા જીવો જેણીનો આશ્રય કરે છે તે અવગાહના, અર્થાત્ શરીર. દ્રવ્યથી અવગાહના તે દ્રવ્યાવગાહના, એમ જ સર્વત્ર જાણવું. તત્ર દ્રવ્યથી અનંત દ્રવ્યરૂપ છે, અર્થાત્ અનંત પરમાણુમયી છે. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશમાં રહેનારી, કાલથી અસંખ્યાત સમયની સ્થિતિવાળી, ભાવથી વર્ણાદિ અનંત ગુણવાળી છે. અથવા વિવક્ષિત દ્રવ્યના આધારભૂત આકાશપ્રદેશો તે અવગાહના; તેમાં દ્રવ્યોની અવગાહના, તે દ્રવ્યાવગાહના, ક્ષેત્ર એ જ અવગાહના તે ક્ષેત્રાવગહના, કાલની અવગાહના એટલે મનુષ્યક્ષેત્રમાં વર્તતી તે કાલાવગાહના અને ભાવ (પર્યાય) વાળા દ્રવ્યોની અવગાહના તે ભાવાવગાહના ભાવની મુખ્યતાથી કહેલી છે. અથવા આશ્રય માત્ર અવગાહના, તેમાં પર્યાયો વડે દ્રવ્યનો આશ્રય તે દ્રવ્યાવગાહના, એમ જ ક્ષેત્રનો અને કાલનો પર્યાયો વડે આશ્રય કરવો–પર્યાયોનો દ્રવ્ય વડે આશ્રય કરવો અથવા બીજી રીતે યોજના કરીને વ્યાખ્યા કરવી. ર૭૬ll.
અવગાહનની પ્રરૂપણા પ્રજ્ઞપ્તિઓને વિષે કરેલી છે, માટે પ્રજ્ઞપ્તિનું ચતુઃસ્થાનક સૂત્ર જણાવે છે–વિશેષથી જણાય છે. અર્થો જેણીને વિષે તે પ્રજ્ઞપ્તિઓ, આચારાદિ અંગ સૂત્રથી બાહિર તે અંગબાહ્યા, જે પ્રમાણે નામ છે તે પ્રમાણે તે પ્રજ્ઞપ્તિઓ વર્ણનવાળી કાલિકસૂત્રરૂપ છે, તેમાં સૂર્યપ્રજ્ઞપ્તિ, પંચમ અંગના ઉપાંગભૂત છે. અને જેબૂદીપપ્રજ્ઞપ્તિ છઠ્ઠા અંગના ઉપાંગરૂપ છે, બાકીની બે પ્રજ્ઞપ્તિ પ્રકીર્ણરૂપ છે. પાંચમી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) છે, પરંતુ તે અંગપ્રવિષ્ટ છે માટે અહીં આ ચાર કહેલી છે.
/ ચતુરથાનકના પ્રથમ ઉદ્દેશકની ટીકાનો અનુવાદ સમાપ્ત II
અનધ્યાયમાં સ્વાધ્યાય કરવો ભક્તિ વિરુદ્ધ છે. અશુદ્ધ ઉચ્ચારણથી વિપરીતાર્થની ભાવનાને કારણે અભિષ્ટ | સિદ્ધિમાં વિન આવવાની સંભાવના રહે છે, આથી અધ્યાયના કાળમાં આગમોના સ્વાધ્યાયનો નિષેધ છે. (ઠાણાંગજી સૂત્ર ટીકા સ્થાનકવાસી). અસ્વાધ્યાયના સમયમાં પૂર્વધરો વડે રચાયેલ જે કોઈ સૂત્ર છે, શાસ્ત્ર છે તેનો સ્વાધ્યાય થઈ શકતો નથી. પૂર્વધરોના સિવાય બીજા મહાત્માઓના (શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે) રચેલા ગ્રંથોનું (અધ્યયન)
વાંચન સ્વાધ્યાય વગેરે થઈ શકે છે. · આગમ ગ્રંથ નિર્યુક્તિ ભાષ્ય આવશ્યક ક્રિયાઓનાં સૂત્ર વગેરે અસઝાયના દિવસોમાં વાંચી શકાતાં નથી.
એમનો સ્વાધ્યાય પણ થઈ શકતો નથી. સ્તવન વગેરે વાંચી શકાય છે, શિખવી શકાય છે. (લ્યાણ, ઓકટોબર૧૯૮૭, પૃ. ૮૧૧ પર). 340