SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ दृष्टिवादः प्रायश्चित्तञ्च २६२-२६३ सूत्रे ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાં ચોરાશી લાખ પદ છે, ૧૦. વિદ્યાનુવાદ પૂર્વમાં એક ક્રોડ અને દશ હજાર પદ . (૫૯) छव्वीसं कोडीओ, पयाण पुव्वे अवंझणामंमि ११ । पाणाउम्मि य कोडी, छप्पणलक्खेहिं अमहिया १२ ॥६०।। ૧૧. અવંધ્ય નામના પૂર્વમાં છવ્વીસ ક્રોડ પદ છે, ૧૨. પ્રાણાયુ પૂર્વમાં એક ક્રોડ ને છપ્પન્ન લાખ પદ છે. (૬૦) नवकोडीओ संखा, किरियविसालंमि वनिया गुरुणा १३ । अद्धत्तेरसलक्खा, पयसंखा बिंदुसारम्मि १४ ॥१॥ ૧૩. ક્રિયાવિશાલ પૂર્વમાં નવ ક્રોડ પદ છે અને ૧૪. બિંદુસાર પૂર્વમાં સાડાબાર લાખ પદની સંખ્યા છે. (૬૧) તેઓને વિષે ગત-રહેલું જે શ્રુત તે પૂર્વગત, અર્થાત્ પૂર્વો જ-જેમ અંગપ્રવિષ્ટ તે અંગો કહેવાય છે તેમ અહિં જાણવું જોડવું તે યોગ, તે અનુરૂપ અથવા અનુકૂલ. સૂત્રનો પોતાના અભિધેય-વિષય સાથે યોગ તે અનુયોગ. તીર્થકરોને પ્રથમ સમકિતની પ્રાપ્તિ અને પૂર્વભવ વગેરેનું વર્ણનરૂપ જે છે તે મૂલ પ્રથમાનુયોગ કહેવાય છે. વળી જે કુલકર વગેરેની વળ્યતા જણાવનાર તે ગંડિકાનુયોગ છે. ર૬૨I. પૂર્વગત શ્રુત હમણા કહ્યું. તેમાં પ્રાયશ્ચિત્તની પ્રરૂપણા હતી માટે પ્રાયશ્ચિત્તનાં બે સૂત્ર કહેલ છે. તેમાં જ્ઞાન એ જ પ્રાયશ્ચિત્ત, કારણ કે જ્ઞાન જ પાપને છેદે છે અથવા પ્રાયઃ ચિત્તને શુદ્ધ કરે છે માટે નિરુક્તિવશાત્ જ્ઞાનપ્રાયશ્ચિત્ત, એવી રીતે દર્શન અને ચારિત્રમાં પણ સમજવું. વિયક્વેિ ' ત્તિ વ્યસ્ત–ભાવથી ગીતાર્થનું જે કૃત્ય તે વ્યક્તકૃત્યપ્રાયશ્ચિત્ત, ગીતાર્થ તો ગુરુ લઘુના પર્યાલોચન (વિચાર) વડે જે કંઈ પણ કરે છે તે બધું પાપની વિશુદ્ધિ કરનાર જ હોય છે, અથવા જ્ઞાન વગેરેના અતિચારોની વિશુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્તો એટલે આલોચનાદિ વિશેષથી કહેલા છે, તે જ્ઞાનપ્રાયશ્ચિત્તાદિ કહેવાય છે, અથવા 'વિયત્તે તિ વિશેષ વડે-અવસ્થા વગેરેની ઉચિતતાએ[સૂત્રમાં] ન કહેલ છતાં પણ જે આપ્યું-આજ્ઞા કરીહુકમ કર્યો એવું જે કંઈ પણ મધ્યસ્થ ગીતાર્થ વડે કરાયેલું અનુષ્ઠાન તે વિદંતકૃત્યપ્રાયશ્ચિત્ત જ છે. નિયત્તેિ 'ત્તિ આ પાઠાંતરથી તો પ્રીતિ વડે કરવા યોગ્ય વૈયાવૃત્ય વગેરે અર્થ થાય છે. પ્રતિષવણમૂ-અકૃત્યનું સેવવું તે પ્રતિસેવના, તે પરિણામભેદથી અથવા પ્રતિસેવનીયના ભેદથી બે પ્રકારે છે. પરિણામના ભેદથી તો , पडिसेवणा उ भावो, सो पुण कुसलो व्व होज्जऽकुसलो वा । कुसलेण होइ कप्पो, अकुसलपरिणामओ दप्पो ॥१२॥ [વ્યવહારનાથ૦ રૂ]િ પ્રતિસેવના તો ભાવ-જીવના અધ્યવસાયરૂપ જ છે, તે ભાવ વળી કુશલ અને અંકુશલ એમ બે પ્રકારે છે. તેમાં જ્ઞાનાદિરૂપ કુશલ ભાવ વડે જે બાહ્ય વસ્તુની પ્રતિસેવના તે કલ્પપ્રતિસેવના અને અવિરતિ વગેરે અકુશલ ભાવ વડે જે પ્રતિસેવના તે દર્પપ્રતિસેવના કહેવાય છે. (૬૨) પ્રતિસેવનીયના ભેદો તોमूलगुण-उत्तरगुणे, दुविहा पडिसेवणा समासेणं । मूलगुणे पंचविहा, पिंडविसोहाइगी इयरा ॥६३।। [વ્યવહારમાષ્ય૦ ૪૧] પ્રતિસેવના, મૂલગુણના વિષયવાળી અને ઉત્તરગુણના વિષયવાળી એમ સંક્ષેપથી બે પ્રકારે છે. તેમાં મૂલગુણના વિષયવાળી પ્રાણાતિપાત વગેરે પાંચ પ્રકારે છે અને ઉત્તરગુણ વિષયવાળી પ્રતિસેવના પિંડ વિશુદ્ધિ આદિ અનેક પ્રકારે છે. (૬૩) પ્રતિસેવનામાં પ્રાયશ્ચિત્ત અને આલોચના વગેરે આ પ્રમાણે– 1. પૂર્વના પદની સંખ્યામાં મતાંતર પણ છે. 2. વિષ્ણકુમાર વગેરે મુનિઓએ નમુચિ વગેરેને શિક્ષા કરેલ તે કલ્પપ્રતિસેવના જાણવી, 328
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy