________________
४ स्थानकाध्ययने उद्देशः १ कर्मचयादि प्रतिमाश्च २५०-२५१ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ચાર પડિકાઓ કહેલી છે, તે આ પ્રમાણે–સમાધિપડિમા-શ્રુતચારિત્રની સમાધિ, ઉપધાનપ્રતિમા–તપવિશેષ, વિવેકપડિમા-અશદ્ધ ભાત પાણી વગેરેના ત્યાગરૂપ અને વ્યત્સર્ગપડિમા-કાયોત્સર્ગરૂ૫. વળી ચાર પ્રતિમાઓ કહે છે. *તે આ પ્રમાણે–ભદ્રાપ્રતિમા–ચાર દિશાએ મળીને સોળ પ્રહરના કાયોત્સર્ગરૂપ, સુભદ્રા પણ પ્રાયઃ ભદ્રાની માફક છે, મહાભદ્રા-ચાર દિશાએ આઠ આઠ પ્રહર કાર્યોત્સર્ગ કરવારૂપ, સર્વતોભદ્રા-દશ દિશાઓમાં એક અહોરાત્ર કાયોત્સર્ગરૂપ. વળી ચાર પ્રતિમાઓ કહેલી છે, તે આ પ્રમાણે–લઘુ મોકપડિમા સોળ ભક્ત પૂર્ણ થાય, મોટી મોકપડિમા અઢાર ભક્ત પૂરી થાય, યવમધ્યા-આદિ, અંતમાં કવલની હાનિ અને મધ્યમાં વૃદ્ધિરૂપ, વજમણા-આદિ–અંતમાં કવલની
વૃદ્ધિ અને મધ્યમાં હાનિરૂપ. રપ૧// (ટીવ) “નીવા 'નિત્યાર સૂત્ર કહેલ અર્થવાળું છે, વિશેષ એ કે ચયન-કષાયથી પરિણત જીવને કર્મપુદ્ગલોનું ગ્રહણ માત્ર, ઉપચયન-ગ્રહણ કરેલ કર્મના અબાધાકાલને છોડીને જ્ઞાનાવરણીયાદિ સ્વરૂપે નિષેક કરવો, તે આ પ્રમાણે પ્રથમ સ્થિતિ (પ્રથમ ઉદયમાં આવે તે) માં અત્યંત કર્મદલિકને સ્થાપે છે, તે પછી બીજી સ્થિતિમાં વિશેષહીન કર્મદલને સ્થાપે છે, એવી રીતે ત્રીજી ચોથી યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષહીન દલિકને સ્થાપે છે. કહ્યું છે કેमोत्तूण सगमबाहं, पढमाइ ठिईए बहुतरं दव्वं । सेसे विसेसहीणं, जावुक्वोसंति सव्वेसि ॥५२।।
ઉપાર્જન કરેલ કર્મના અબાધાકાળને છોડીને પ્રથમ સ્થિતિમાં ઘણા કર્મદલિકોને સ્થાપે પછીની સ્થિતિમાં ઓછા વિશેષહીન યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષહીન દલિકોને સ્થાપે છે. (૧૨)
બંધન-જ્ઞાનાવરણીયાદિ સ્વરૂપે નિષેક કરેલ કર્મદલિકને ફરીથી પણ કષાયની પરિણતિવિશેષથી નિકાચન-મજબૂત કરવારૂપ, ઉદીરણ-ઉદયમાં નહિ આવેલ કર્મલિકને કરણ (જીવના વીર્ય) વડે ખેંચીને ઉદયમાં પ્રક્ષેપવું લાવવું, વેદન-કર્મની સ્થિતિના ક્ષયથી સહજ ઉદયમાં આવેલ અથવા ઉદીરણાકરણ વડે ઉદય ભાવમાં પ્રાપ્ત થયેલ કર્મનું અનુભવવું, નિર્જરા-કર્મનું અકર્મસ્વરૂપ થવું, અહિં દેશથી જ નિર્જરા ગ્રહણ કરવી, કેમ કે ચોવીશ દંડકમાં સર્વ નિર્જરાનો અસંભવ હોય છે. વળી નિર્જરામાં ક્રોધ વગેરે કારણ થતા નથી, કેમ કે ક્રોધાદિકના ક્ષયને જ નિર્જરાનું કારણ કહેલ છે અર્થાત્ ક્રોધાદિ ક્ષય થવાથીજ નિર્જરા થાય છે. અહિં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલી સંગ્રહગાથા જણાવે છે– आयपइट्ठिय १ खेत्तं, पडुच्च २ णंताणुबंधि ३ आभोगे ४ । चिण-उवचिण-बंध, उदीर वेय तह निज्जरा चेव ॥५३॥
પ્રિજ્ઞાપના ૧૮ ]િ : '૧. આત્મપ્રતિષ્ઠિત પદ વડે ઉપલક્ષિત જણાતું) સૂત્ર, ૨. ક્ષેત્રને આશ્રયી સૂત્ર, ૩. અનંતાનુબંધી પદ વડે ઉપલલિત સૂત્ર અને ૪. આભોગપદ વડે ઉપલક્ષિત સૂત્ર. ત્યારબાદ ચયન, ઉપચયન, બંધન, ઉદીરણ, વેદના અને નિર્જરા અર્થાત્ ચયનાદિ વિષયવાળા સૂત્રો છે. (૫૩) ર૫oll - હમણાં નિર્જરા કહી તે વિશિષ્ટ નિર્જરા પ્રતિમાદિ અનુષ્ઠાનથી થાય છે, માટે પ્રતિમાના સૂત્રો કહેલ છે. તે બીજા સ્થાનક (ટાણા)માં વર્ણવાઈ ગયા છે તો પણ અહિં કહેવાય છે કેમ કે ચાર સ્થાનકના અનુરોધથી તેનું વર્ણન કરવું જોઈએ. એની વ્યાખ્યા પૂર્વની માફક જાણવી પરંતુ સ્મરણના વાસ્તે કિંચિત્ કહેવાય છે. સમાધિ એટલે શ્રુત અને ચારિત્રરૂપ, તેના વિષયવાળી પ્રતિમા પ્રતિજ્ઞા અર્થાત્ અભિગ્રહ તે સમાધિપ્રતિમા, અથવા દ્રવ્યસમાધિ પ્રસિદ્ધ છે, તેના વિષયવાળી પ્રતિમા–અભિગ્રહ તે સમાધિપ્રતિમા. એવી રીતે બીજી પ્રતિમાઓના સંબંધમાં પણ જાણવું. વિશેષ એ કે-ઉપધાન એટલે તપ અને વિવેક-અશુદ્ધ અને અતિરિક્ત (વધારે) ભક્તપાન, વસ્ત્ર, શરીર અને શરીરના મલ (લઘુનીતિ-વડીનીતિ) વગેરેનો ત્યાગ. '
વિસ્મ'ત્તિ કાયોત્સર્ગ. ભદ્રા પ્રતિમા એટલે પૂર્વદિ ચાર દિશાની સન્મુખ રહેલ સાધુને પ્રત્યેક દિશામાં ચાર પ્રહર પર્યત કાયોત્સર્ગ 1. પ્રતિમાઓનું સ્વરૂપ બીજા ઠાણાના ત્રીજા ઉદેશામાં કહેવાઈ ગયેલ છે. 2. વોર્સિ
319