________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने एकानेकात्मसिद्धि २ सूत्रम् પરિણામવાળી માનેલ છે માટે ઉભય નયના મતને અનુસરનારાને જ સુખ-દુઃખ, બંધ-મોક્ષ વગેરે ઘટી શકે છે, પણ બેમાંથી 'એક નયને છોડી દેવાથી સર્વ વ્યવહારનો વિચ્છેદ થાય છે (૫૮-૫૯).
વળી કથંચિત્ આત્મા એક છે તે કારણથી જૈનોના મતમાં પદાર્થનો સામાન્ય વિશેષ ઉભયરૂપ હોવાથી કોઇપણ પદાર્થ એક અથવા અનેક સર્વથા નથી. જો કહેશો કે વસ્તુ વિશેષરૂપ જ છે, તો વિશેષોથી ભેદ-અભેદસ્વરૂપ વડે-વિચારતાં જે સામાન્યનો અસંબંધ છે તે આ પ્રમાણે–સામાન્ય, વિશેષોથી ભિન્ન છે કે અભિન્ન? તે સાક્ષાત્ જણાતો ન હોવાથી ભિન્ન નહિ થાય, કેમકે સાક્ષાતુ નહિ દેખાતી વસ્તુની વિદ્યમાનતા (સત્તા) વડે વ્યવહાર કરવો શક્ય નથી. જો અવિદ્યમાન વસ્તુનો પણ , વ્યવહાર સ્વીકારશો તો ગધેડાના શીંગડાનો પણ પ્રસંગ આવી જાય. અથવા જો અભિન્ન પક્ષ (સામાન્ય વિશેષોથી અભિન્ન) સ્વીકારશો તો તે સામાન્ય માત્ર છે કે વિશેષ માત્ર છે? જો સામાન્ય માત્ર હોય તો એક (આત્મા)ને વિષે સામાન્ય એક હોય નહિ, કારણ કે સામાન્ય એક થવાથી સંકીર્ણ વ્યવસ્થા થશે. જેમ ઘટમાં ઘટત્વ સામાન્ય છે પણ કંબૂ, ગ્રીવાદિ વિશેષની પ્રતીતિ થશે નહિ. જો વિશેષ માત્ર સ્વીકારશો તો વિશેષો અનેક રૂપે છે તેથી સંકીર્ણ વ્યવસ્થા થવા નહિ પામે. તેમ એક આત્માને વિષે આત્મત્વ સામાન્ય છે અને દુઃખસુખાદિ વિશેષ છે; માટે સામાન્ય સ્વીકાર થવાથી દુઃખસુખાદિની પ્રતીતિ થશે નહિ. અહિં 2ટીકાકાર કહે છે–અમારા વડે સામાન્ય અને વિશેષનો એકાંતથી ભેદ-અભેદ સ્વીકાર કરાયેલ નથી પરંતુ અસદૃશ રૂપ મુખ્યતાને અને સદૃશ રૂપ ગૌણતાને લઈને વિષમતા વડે જણાતા વિશેષો જ, વિશેષરૂપે કહેવાય છે. તે જ વિશેષો, અતુલ્ય રૂપે ગૌણ કરીને અને તુલ્ય રૂપે મુખ્ય કરીને સમપણે જણાતા સામાન્ય રૂપે કહેવાય છે. કહ્યું છે કે
निर्विशेषं गृहीताश्च, भेदाः सामान्यमुच्यते । ततो विशेषात् सामान्यविशिष्टत्वं न युज्यते ॥६०॥ वैषम्यसमभावेन, ज्ञायमाना इमे किल । प्रकल्पयन्ति सामान्यविशेषस्थितिमात्मनि ॥६१।।
નિર્વિશેષ ગ્રહણ કરાયેલા ભેદો સામાન્ય કહેવાય છે. તેથી વિશેષથી સામાન્યમાં વિશિષ્ટત યોગ્ય નથી. આત્મામાં વિષમતા અને સમભાવથી ભેદો જણાવાથી સામાન્ય અને વિશેષ સ્થિતિની કલ્પના કરમ છે. (૬૦-૬૧)
તે કારણથી જ સામાન્ય રૂપ વડે આત્મા એક છે અને વિશેષ રૂપ વડે અનેક છૅ. વ્યતિરેકથી એક આત્માના અભાવ વડે શેષ (અનેક) આત્માઓને અનાત્માપણાનો પ્રસંગ આવવાથી આત્માઓનું તુલ્ય રૂપ નથી, એમ કહેવું નહિં; કારણ કે તુલ્ય રૂપ ઉપયોગ છે-'૩૫યો નક્ષો નીવ' તિ, વનાત્ ઉપયોગરૂપ એક લક્ષણપણું હોવાથી સર્વ આત્મા એક રૂપવાળા છે. એવી રીતે એક લક્ષણ હોવાથી એક આત્મા છે અથવા જન્મ, મરણ અને સુખદુઃખાદિના સંવેદનો (ભોગવવામાં) કોઈ પણ અન્ય સહાયક નહિ હોવાથી એક આત્મા છે એમ ભાવવું. અહિં સર્વ સૂત્રોને વિષે કથંચિત્ (કોઈક અપેક્ષા)નું સ્મરણ કરવું. અવિરોધ વડે કથંચિત્વાદને સર્વ વસ્તુની વ્યવસ્થાનું નિબંધન હોવાથી કહ્યું છે કેस्याद्वादाय नमस्तस्मै, यं विना सकलाः क्रिया । लोकद्वितयभाविन्यो, नैव साङ्गत्यमियति ॥१॥
તે સ્યાદ્વાદને નમસ્કાર થાઓ કે જે સ્યાદ્વાદ વિના બન્ને લોકમાં થનારી સર્વ ક્રિયાઓ યોગ્ય સંગતિને પામતી નથી. તથા
नयास्तव स्यात्पदसत्त्वलाञ्छिता, रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो, भवन्तमार्याः प्रणता हितैषिणः ॥२॥ [बृहत्स्वयंभूस्तोत्रे]
રસ વડે સિદ્ધ કરેલ લોહ ધાતુઓની જેમ ચાતુપદરૂપ સત્ત્વ વડે લાગિછત તમારા નયો (નૈગમાદિ) છે, જેથી ઇચ્છિત 1. કેમકે પર્યાયનયના મતે સર્વથા નાશ થતો હોવાથી મરેલાની પેઠે સુખદુ:ખાદિ ન સંભવે અને દ્રવ્યનયના મતે આકાશાદિની પેઠે સર્વ નિત્ય હોવાથી સુખદુ:ખાદિ ન ઘટી શકે. 2. બ્રાહ્મણ ક્ષત્રિયાદિ જાતિવિશેષમાં મનુષ્યમાં મનુષ્યત્વરૂપી સામાન્યને ગૌણ કરી અને ક્ષત્રિયાદિની અપેક્ષાએ બ્રાહ્મણને મુખ્ય કરીને વિશેષનો વ્યવહાર કરાય છે. 3. બ્રાહ્મણ ક્ષત્રિયાદિ જાતિવિશેષને ગૌણ કરી અને મનુષ્યત્વરૂપી સામાન્યને મુખ્ય કરી અર્થાત્ સર્વ મનુષ્યો સરખા છે એમ સામાન્ય વ્યવહાર કરાય છે,
20