________________
३ स्थानकाध्ययने उद्देशः ४ त्रीणि प्रकाराणि २२६ - २३१ सूत्राणि
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ નૈઋતકોણમાં એક સમય વડે જાય છે, તે પછી બીજા સમય વડે સમશ્રેણીએ નીચે જાય છે, ત્યારબાદ ત્રીજા સમયે સમશ્રેણીએ જ વાયવ્યકોણમાં જાય છે. ત્રસકાયની ઉત્પત્તિમાં ત્રસોને જ આ પ્રકારે ઉત્કૃષ્ટથી વિગ્રહ–વક્રગતિ છે. આ કારણથી કહે છે કે-'Īરિયે' ત્યાદ્રિ એકેંદ્રિયો તો એકેંદ્રિયોને વિષે પાંચ સમય વડે પણ ઉત્પન્ન થાય છે, કારણ કે ત્રસનાડીથી બહાર રહેલા તેઓ ત્રસનાડીથી બહાર પણ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે—
विदिसाउ दिसं पढमे, बीए पइसरए लोयनाडीए । तइए उप्पिं धावइ, चउत्थए नीइ बाहिं तु ॥ २५७ ॥
'પંચમ, વિવિસીય્ તંતું મુખ્વપ્નદ્ ૩ iિધિ' પ્રથમ સમયે વિદિશાથી દિશામાં જાય છે, બીજે સમયે ત્રસનાડીમાં આવે છે, ત્રીજે સમયે ઊંચે જાય છે, ચોથે સમયે ત્રસનાડીથી બહારની દિશામાં સમશ્રેણીએ જાય છે અને પાંચમે સમયે વિદિશામાં જઈને એકેંદ્રિયપણાએ ઉત્પન્ન થાય છે. (૨૫૭)
આ સંભવ માત્ર છે, પરંતુ હોય છે તો ચા૨ સમય જ. શ્રી ભગવતી સૂત્રમાં તે પ્રમાણે કહેલ હોવાથી જણાવે છે— 'अपज्जत्तगसुहुमपुढविकाइए णं भंते! अहेलोगखेत्तनालीए बाहिरिल्ले खेत्ते समोहए समोहणित्ता जे भविए उड्डलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए से णं भंते! कतिसमइएणं विग्गहेणं उववज्जेज्जा ? गोयमा ! तिसमइएण वा चउसमइएण वा विग्गहेण उववज्जेज्जा' [ भगवती ३४/१/३८] इत्यादि०પ્રશ્ન—હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, અધોલોકની ક્ષેત્રનાડીથી બહારના ક્ષેત્રમાં મારણાંતિક સમુદ્દાતથી જોડાઈને ઊર્ધ્વલોકમાં ક્ષેત્ર (ત્રસ)નાડીથી બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયપણાએ જે ઉપજવાને યોગ્ય છે, તે જીવ હે ભગવન્! કેટલા સમયવાળા વિગ્રહ વડે ઉત્પન્ન થાય? ઉત્તર—હે ગૌતમ! ત્રણ સમય અથવા ચાર સમયવાળા વિગ્રહ વડે ઉત્પન્ન થાય છે. વિશેષણવતી (ગ્રંથ)માં પણ કહ્યું છે કે—
: सुत्ते चउसमयाओ, नत्थि गई उपरा विणिद्दिद्वा । जुज्जइ य पंच समया, जीवस्स इमा गई लोए ।। २५८ ।।
[વિશેષળવતી ૨૨] સિદ્ધાંતને વિષે ચા૨ સમયવાળી ગતિથી ઉ૫૨ વક્રગતિ કહેલી નથી, પરંતુ લોકમાં જીવને આ પાંચ સમયવાળી વક્રગતિ ઘટી શકે છે. (૨૫૮)
जो तमतमविदिसाए, समोहओ बंभलोगविदिसाए । उववज्जई गईए, सो नियमा पंचसमयाए ।। २५९।
=
[વિશેષળવતી ૨૪]
જે જીવ, સાતમી નકભૂમિની વિદિશામાં મરણસમુદ્લાતથી બ્રહ્મલોકની વિદિશામાં ઉપજે છે તે ચોક્કસ પાંચ સમયવાળી વક્રગતિ વડે ઉત્પન્ન થાય છે. (૨૫૯)
उववायाभावाओ, न पंचसमयाहवा न संता वि । भणिया जह चउसमया, महल्लबंधे न संता वि ॥२६०॥
[વિશેષાવતી ૨૬]
ઉક્ત રીતે જીવને ઉપજવાના અભાવથી પાંચ સમયો થતા નથી, અથવા પાંચ સમયો થાય છે છતાં પણ (અપવાદભૂત હોવાથી) કહેલ નથી. જેમ ચાર સમયવાળી ગતિ છતાં પણ મોટા પ્રબંધમાં (વિસ્તારવાળા શાસ્ત્રમાં) કહેલ નથી તેમ અહીં પણ જાણવું. (૨૬૦)
આ હેતુથી કહ્યું છે કે—'યિવષ્ન' તિ-એકેંદ્રિય છોડીને યાવત્ વૈમાનિક પર્યંતના જીવોને ઉત્કૃષ્ટથી ત્રણ સમયવાળો વિગ્રહ (વાંક) હોય છે. ૨૨૫॥
મોહવાળા જીવોનું ત્રિ (ત્રણ સંખ્યાવાળું) સ્થાનક કહીને હવે ક્ષીણમોહવાળાને ત્રિસ્થાનક વડે કહે છે— खीणमोहस्स णं अरहओ ततो कम्मंसा जुगवं खिज्जंति, तंजहा - नाणावरणिज्जं, दंसणावरणिज्जं, अंतरातियं ॥ સૢ૦ ૨૨૬।।
289