________________
३ स्थानकाध्ययने उद्देशः ४ चक्षुस्वरूपम् २११ - २१३ सूत्राणि
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
महापज्जवसाणे भवति ।। सू० २१० ॥
(મૂળ) ત્રણ સ્થાનક–મનોરથ વડે શ્રમણનિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાન એટલે સમાધિમરણ વગે૨ેવાળો થાય છે, તે આ પ્રમાણે—૧ ક્યારે હું થોડું અથવા ઘણું શ્રુત ભણીશ, ૨ ક્યારે હું એકલવિહારીની પ્રતિમાને અંગીકાર કરીને વિચરીશ અને ૩ ક્યારે (હું) અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની સેવના વડે સેવિત (આચરણવાળો) થયો થકો ભાતપાણીનો પ્રત્યાખ્યાન કરતો થકો, પાદપોપગમન-છેદાયેલ વૃક્ષની માફક સ્થિર રહેતો થકો, કાળને ન ઇચ્છતો થકો હું વિચરીશ, એ પ્રમાણે મન વડે, વચન વડે અને કાયા વડે વિચારણા કરતો થકો નિગ્રંથ, મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળો થાય છે. ત્રણ સ્થાનક–મનોરથ વડે શ્રમણોપાસક (શ્રાવક) મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાન (સમાધિમરણાદિ) વાળો થાય છે. તે આ પ્રમાણે—૧ ક્યારે હું અલ્પ અથવા બહુ પરિગ્રહને છોડીશ? ૨ ક્યારે હું દ્રવ્યભાવથી મંડિત થઈ, ઘરથી નીકળીને અણગારપણાને સ્વીકારીશ? અને ૩ ક્યારે અપશ્ચિમ (છેલ્લી) મરણાંતિક સંલેખનાની સેવા વડે સેવિત થયો થકો, ભક્તપાનનો પ્રત્યાખ્યાન કરતો થકો, પાદપોપગમન-વૃક્ષની માફક સ્થિર રહેવાપૂર્વક કાળને ન ઇચ્છતો થકો હું વિચરીશ, એવી રીતે મન વડે, વાણી વડે અને કાયા વડે વિચારણા કરતો થકો (જાગૃત થયો થકો) શ્રમણોપાસક, મોટી નિર્જરાવાળો અને મહાપર્યવસાનવાળો થાય છે. II૨૧૦ની (ટી૦) 'તિલ્હી' ત્યાતિ॰ સુગમ છે. વિશેષ એ કે–મોટી નિર્જરા-કર્મનું ક્ષપણ (ક્ષય) છે જેને તે મહાનિર્જરા, મહત્–પ્રશસ્ત અથવા અત્યંત પર્યવસાન–છેવટ અર્થાત્ સમાધિમરણથી એટલે કે ફરીને મરણ ન કરવાથી છેડો છે જે જીવને તે મહાપર્યવસાન. 'Ë સમળા' ત્તિ એવી રીતે જણાવેલ ત્રણ લક્ષણ છે. સ કૃતિ—સાધુ, 'મસ' ત્તિ॰ મન વડે, (પ્રાકૃતશૈલીમાં હ્રસ્વપણું છે) એવી રીતે સ 'વયસ'ત્તિ॰ વચન વડે અને સ 'ાયસ'ત્તિ॰ કાયા વડે એવો અર્થ છે. અહિં 'ાયસા' એ શબ્દમાં સકારનો આગમ પ્રાકૃતપણાથી જ છે. ત્રણે કારણો વડે એ અર્થ છે. અથવા સ્વ (પોતાના) મન વડે વિચારણા કરતો થકો, કોઈક પ્રતમાં તો 'પાનડેમાળે' એવો પાઠ છે ત્યાં પ્રગટ કરતો થકો એવો અર્થ જાણવો. જેમ સાધુને કહ્યા તેમ શ્રાવકને પણ નિર્જરાદિમાં ત્રણ કારણો (મનોરથો) છે, એ બતાવતાં થકા કહે છે—'તિી' ત્યાર્િ॰ સુગમ છે. ર૧૦
અનંતરકર્મની નિર્જરા કહી, તે પુદ્ગલના પરિણામવિશેષરૂપ છે માટે પુદ્ગલના પરિણામવિશેષને કહેવા માટે સૂત્રકાર
કહે છે—
तिविहे पोग्गलपडिघाते पन्नत्ते, तंजहा - परमाणुपोग्गले परमाणुपोग्गलं पप्प पडिहम्मेज्जा, लुक्खत्ताते वा पडिहम्मेज्जा, लोगंते वा पडिहम्मेज्जा ।। सू० २११ ।।
तिविहे चक्खू पन्नत्ते, तंजहा - एगचक्खू, बिचक्खू, तिचक्खू। छउमत्थे णं मणुस्से एगचक्खू, देवे बिचक्खू, तहारूवे समणे वा माहणे वा उप्पन्ननाणदंसणधरे से णं तिचक्खू त्ति वत्तव्वं सिया ।। सू० २१२ ।
तिविधे अभिसमागमे पन्नत्ते, तंजहा- उड्डुं अहं तिरियं । जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा अतिसेसे नाणदंसणे समुप्पज्जति से णं तप्पढमताते उड्डमभिसमेति, ततो तिरितं, ततो पच्छा अहे, अहोलोगे गं दुरभिगमे पन्नत्ते समणाउसो ! ।। सू० २१३ ।।
(મૂળ) ત્રણ પ્રકારે પુદ્ગલો (પરમાણુ વગેરે) નો પ્રતિઘાત (ગતિની સ્ખલના) કહેલ છે, તે આ પ્રમાણે—૧ પરમાણુ પુદ્ગલ, બીજા પરમાણુપુદ્ગલને પામીને અથડાઈને ગતિની સ્ખલના થાય. (જેમ પાષાણને ફેંકતાં થકાં બીજા પાષાણ સાથે અથડાઈને તે પાછો પડે છે તેમ) ૨ રુક્ષ (લૂખા)પણાથી પરમાણુ પુદ્ગલ સ્ખલિત થાય છે—અટકે છે, ૩ પરમાણુપુદ્ગલ લોકના અંતે સ્ખલિત થાય છે—અટકે છે; કારણ કે ત્યાં ધર્માસ્તિકાયનો અભાવ છે. ।।૨ ૧૧।। ત્રણ પ્રકારે ચક્ષુ કહેલ છે, તે આ પ્રમાણે—(ચક્ષુ, દ્રવ્યથી નેત્ર અને ભાવથી જ્ઞાનરૂપ સમજવું)-૧ એક ચક્ષુ, ૨ બે ચક્ષુ
278