________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः ४ देवस्थितिप्रायश्चित्तप्ररूपणम् १९९-२०१ सूत्राणि (ટી0) 'તિલ્હી' ત્યાર્િ॰ સ્પષ્ટ છે. માત્ર દેશ એટલે ભાગ, પૃથ્વીનો એટલે રત્નપ્રભા નામની પૃથ્વીનો, 'જ્ઞદે'ત્તિ॰ નીચે 'ઓરાપ્તિ' ત્તિ ઉદારો–બાદરો, તે વિસ્રસા પરિણામથી જોરથી પડવાને કારણે ચલે, અથવા યંત્રથી મૂકેલ મહાન્ પત્થરની માફક બીજા સ્થલથી આવીને ત્યાં લાગે, 'તલ્ પાં' તિ॰ તેથી તે પુદ્ગલો પડતાં થકાં પૃથ્વીનો દેશ (ભાગ) ચલિત થાય અર્થાત્ પૃથ્વીનો દેશ ચલે ૧, મહોરગ—વ્યંતર વિશેષ 'મહિ་િ' પરિવારાદિ વડે મહાન્ ઋદ્ધિવાળો, યાવત્ શબ્દથી 'મહષ્ણુફ' શરીરાદિ દીપ્તિ વડે મહાદ્યુતિવાળો, 'મહાવત્તે' પ્રાણથી મહાબલવાન, 'મહાજુમાને' વૈક્રિયાદિ કરવાથી મહાનુભાગ, . 'મહેસવવું' મહેશ એવી છે આખ્યા (પ્રસિદ્ધિ) જેની તે, 'સન્મનનિમનિામ્' ઊંચે ચડતાં અને નીચે ઉતરતાં કોઈ પણ 1અભિમાનાદિ કારણથી કરતા થકો પૃથ્વીનો દેશ ચલિત ક૨ે તે પૃથ્વીનો દેશ ચલિત થાય ૨, નાગકુમા૨ અને સુવર્ણકુમાર નામના ભવનપતિ દેવોનો પરસ્પર સંગ્રામ હોતે છતે 'રેસ' ત્તિ॰ પૃથ્વીનો દેશ ચલે ૩. 'રૂગ્વેદેં' તિ॰ આ નિગમન છે (૧). પૃથ્વીનું દેશથી ચલન કહ્યું, હવે સમસ્તથી તે ચલનને કહે છે—'તિહી' ત્યાત્િ॰ સ્પષ્ટ છે, સંપૂર્ણની માફક તે કેવળકલ્પા, સ્હેજ ન્યૂનતાની અહીં વિવક્ષા કરતા નથી. આ કારણથી પરિપૂર્ણ પૃથ્વી જાણવી. 'અન્હે' fi॰ નીચે ઘનવાયુ (તેવા પ્રકારના પરિણામવાળો (કઠણ) વાયુવિશેષ) વ્યાકુલ થાય અર્થાત્ ક્ષુભિત થાય, તેથી તે ક્ષુભિત થયો થકો ઘનોદધિ (તથા પ્રકારના પરિણામવાળો કઠણ છે તે) જલના સમૂહરૂપ કંપિત થાય, ત્યારબાદ તે ઘનોદધિ કંપિત થયો થકો પરિપૂર્ણ પૃથ્વીને ચલાવે. તે પૃથ્વી ચલે ૧, તેવો વા ઋદ્ધિ—પરિવારાદિરૂપ, દ્યુતિ—શરીરાદિની, યશ—પરાક્રમથી કરાયેલી ખ્યાતિ, વલ—શારીરિક, વીર્ય—જીવથી ઉત્પન્ન થયેલ (જીવની શક્તિ), પુરુષાર્—અભિમાન સહિત વ્યવસાય અને નિષ્પન્ન લવાળું જે અભિમાન તે પરાક્રમ, બલ અને વીર્યાદિકનું બતાવવું તો પૃથ્વી વગેરેના ચલન વિના થતું નથી (અર્થાત્ તે ઋદ્ધિ વગેરે બતાવે ત્યારે સંપૂર્ણ પૃથ્વી ચલાયમાન થાય.) ૨, દેવો—વૈમાનિકો અને અસુરો–ભવનપતિઓ, તેઓનું ભવપ્રત્યયવાળું જ વૈર હોય છે. શ્રી ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે કે—'' િપત્તિયાં મંતે! અસુમારા વેવા સોહમાં પૂં થયા ય નમિઅંતિ ય? ગોયમા! તેસિ ાં રેવાળ ભવપન્ન વેરાનુબંધે'' [મળવતી ૩/૨/૨૩] ત્તિ॰ પ્રશ્ન—હે ભગવન્! શા માટે અસુરકુમાર દેવો સૌધર્મ દેવલોકમાં ગયા અને જશે? ઉત્તર—હે ગૌતમ! તે દેવોનું ભવપત્યયિક વૈરાનુબંધ છે, તેથી સંગ્રામ થાય છે. તે સંગ્રામ વર્તતે છતે પૃથ્વી ચલિત થાય; કારણ કે સંગ્રામમાં તેઓને મહાવ્યાયામ (મહેનત)થી ઉત્પાત અને નિપાતનો સંભવ હોય છે ૩. 'ફન્નેદ્દી' ત્યાવિ નિગમન છે. ૧૯૮૦
અનંતર, દેવ અને અસુરો સંગ્રામ કરવાપણાએ કહ્યા, તે દશ પ્રકારના છે. 'ક્રૂસામાનિ ત્રાયશ્રિંશપાર્ષદ્યાત્મરક્ષલોપાલાની પ્રીવિજ્ઞમિયોયવિત્ત્તિષિજાક્ષેશ' (તત્ત્વા॰ ૬૦૪, સૂ॰ ૪) કૃતિ વવનાત્. ૧ ઇદ્ર, ૨ સામાનિક, ૩ ત્રાયશ્રિંશક, ૪ પર્ષદાના દેવો, ૫ આત્મરક્ષક, ૬ લોકપાલ, ૭ અનીક (સૈન્ય), ૮ પ્રકીર્ણ દેવો, ૯ આભિયોગિક અને ૧૦ કિલ્બિષિક દેવો. ત્રણ સ્થાનકમાં અવતરણ હોવાથી તેના મધ્યવર્તિ કિલ્બિખિક દેવોનું વર્ણન કરતાં કહે છે કે— तिविधा देवकिब्बिसिया पन्नत्ता, तंजहा - तिपलि ओवमट्ठितीता १ तिसागरोवमद्वितीता २ तेरससागरोवमद्वितीया ३। कहि णं भंते! तिपलिओवमट्ठितीता देवकिब्बिसिया परिवसंति ? उप्पिं जोइसियाणं हिट्ठि सोहम्मीसाणेसु कप्पेसु एत्थ णं तिपलि ओवमद्वितीया देवकिब्बिसिया परिवसंति १ । कहि णं भंते । तिसागरोवमट्टितीता देवा किब्बिसिया परिवसंति? उप्पिं सोहंमीसाणाणं कप्पाणं हेडिं सणकुमार- माहिंदेसु कप्पेसु एत्थ णंतिसागरोवमद्वितीया देवकिब्बिसिया परिवसंति २ । कहि णं भंते । तेरससागरोवमद्वितीया देवकिब्बिसिता परिवसंति? उप्पिं बंभलोगस्स कप्पस्स हिट्ठि लंतगे कप्पे एत्थ णं तेरससागरोवमट्टितीता देवकिब्बिसिया परिवसंति ३ ।। सू० १९९ ।। 1. જેવી રીતે ચમરેંદ્રે અભિમાનથી એક લાખ યોજનનું રૂપ વિક્ર્વીને ઊંચે સૌધર્મ દેવલોક પ્રત્યે ગમન કર્યું તેવી રીતે જાણવું.
262