________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः ३ श्रुतधर्मस्य भेदानि १८९ सूत्रम् (ભણવું) વગેરેમાં પ્રવર્તેલને હોય છે, વાચના વગેરેમાં પ્રવર્તેલને પરનો અનુગ્રહ હોય છે તથા તદુભયઅનુગ્રહ શાસ્ત્રનું વ્યાખ્યાન અને શિષ્યના સંગ્રહ વગેરેમાં પ્રવૃત્તને હોય છે (૪), અનુશિષ્ટિ–અનુશાસન (હિતશિક્ષા), તેમાં આત્માનું અનુશાસન આ પ્રમાણે જાણવુંबायालीसेसणसंकडंमि गहणंमि जीव! न हु छलिओ । इण्हिं जह न छलिज्जसि, मुंजतो रागदोसेहिं ॥१५७।।
[ોષ નિ ૧૪૧; પ વસ્તુ રૂ૫૪ તિ એષણા સંબંધી બેતાલીશ દોષરૂપ વિષમ સંકટમાં હે જીવ! ચલિત થયો નહિં તો હમણાં તું ભોજન કરતાં થકાં રાગ તથા દ્વેષથી જેમ છલાય નહિં તેમ કરવા યોગ્ય છે. (૧૫૭)
બીજાને અનુશાસન આ પ્રમાણેता तंसि भाववेज्जो, भवदुक्खनिपीडिया तुहं एते । हंदि सरणं पवन्ना, मोएयव्या पयत्तेणं ॥१५८॥ [पञ्चव० १३५१ ति]
તેથી તે તેઓનો ભાવ વૈદ્ય છે, સંસારરૂપી દુઃખથી પીડિત થયેલા આ બધા તારે શરણે આવેલા છે માટે પ્રયત્ન વડે (દીક્ષાદિ આપીને) એઓને તમારે દુઃખથી મૂકાવવા જોઈએ. (૧૫૮)
તદુભય અનુશાસન આવી રીતે कहकहऽवि माणुसत्ताइ, पावियं चरण पवररयणं च । ता भो एत्थ पमाओ, कइया वि न जुज्जए अम्हं ॥१५९॥
કેવી રીતે અર્થાત્ મુશ્કેલીથી મનુષ્યપણું વગેરે પ્રાપ્ત થયું તથા કોઈ પણ રીતે અર્થાત્ અત્યંત મુશ્કેલીથી પ્રવર ચારિત્રરૂપી રત્ન પ્રાપ્ત થયું તે કારણથી તે સાધુઓ! આપણને અહિં ચારિત્રમાં કદાપિ લેશમાત્ર પ્રમાદ ન કરવો જોઈએ (૫). (૧૫૯)
ઉપાલંભ એ જ [હિતશિક્ષા] અયોગ્યપણાની પ્રવૃત્તિના પ્રતિપાદન ગર્ભિત છે, તે આત્માને આ પ્રમાણે– चोल्लगदिलुतेणं, दुलह लहिऊण माणुसं जम्मं । जं न कुणसि जिणधम्म, अप्पा किं वेरिओ तुज्झ? ॥१६०।।
ભોજન વગેરે દશ દૃષ્ટાંતો વડે દુર્લભ એવો મનુષ્ય જન્મ મેળવીને જો તું જિનધર્મ પાળતો નથી તો શું હે આત્મનું! તું જ તારો વૈરી છે? (૧૬૦)
બીજાને ઉપાલંભ આ પ્રમાણે– उत्तमकुलसंभूओ, उत्तमगुरुदिक्खिओ तुमं वच्छ! । उत्तमनाणगुणडो, कह सहसा ववसिओ एवं? ॥१६१।।
હે વત્સ! તું ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલ, ઉત્તમ ગુરુ વડે દીક્ષિત થયેલ અને ઉત્તમ જ્ઞાનરૂપી ગુણ વડે આદ્ય (સંપન્ન) છતાં આમ કેમ સહસા (વગર વિચાર્યું) વ્યવસિત છે-પ્રવર્તે છે? (૧૬૧)
તદુભયઉપાલંભ આ પ્રમાણે જાણવોएगस्स कए नियजीवियस्स बहुयाओ जीवकोडीओ। दुक्खे ठवंति जे के वि ताणं किं सासयं जीयं? ॥१६२।।
જે કોઈપણ પ્રાણીઓ એક પોતાના જીવને વાસ્તે ઘણા જીવોની કોટીને દુઃખમાં સ્થાપે છે તેઓનું જીવન શું શાશ્વત છે? (૧૬૨)
gવમ' રૂલ્ય૦િ એ પ્રકાર વડે પૂર્વોક્ત અતિદેશની વ્યાખ્યા કરી. એ પ્રમાણે અહિં અક્ષરધટના, જેવી રીતે ઉપક્રમમાં આત્મા પર અને તદુભય વડે ત્રણ આલાપકો કા એવી રીતે, દરેક વૈયાવૃત્યાદિ સૂત્રમાં પણ તે ત્રણ ત્રણ આલાપકો કહેવા. I/૧૮૮.
- હવે શ્રુતધર્મના ભેદો કહે છે– तिविहा कहा पन्नत्ता, तंजहा–अत्थकहा, धम्मकहा,कामकहा७तिविहे विणिच्छते पन्नत्ते,तंजहा-अत्थविणिच्छते,
વિચ્છિને, સામવિચ્છતે ૮ સૂ૦ ૨૮૨ //. (મૂ૦) ત્રણ પ્રકારે કથા કહેલી છે, તે આ પ્રમાણે—૧ લક્ષ્મીના ઉપાય કહેવાની કથા તે અર્થકથા, ૨ ધર્મના ઉપાયની કથા
250