________________
३ स्थानकाध्ययने उद्देशः ३ देवाणां आगमनस्य इच्छाऽनिच्छा १७७ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ भवति - अत्थि णं-मम माणुस्सते भवे माता ति वा जाव सुण्हा ति वा, तं गच्छामि णं तेसिमंतियं पाउब्भवामि, पासंतु ता मे इमं एतारूवं दिव्वं देविड्विं दिव्वं देवजुतिं दिव्वं देवाणुभावं लद्धं पत्तं अभिसमन्नागयं, इच्चेतेहिं तिहिं ठाणेहिं अहुणोववन्ने देवे देवलोगेसु इच्छेज्ज माणूसं लोगं हव्वमागच्छित्तते, संचातेति हव्वमागच्छित्तते ४ ॥ सू० १७७ ।।
(મૂળ) ત્રણ કારણ વડે તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ દેવલોકને વિષે મનુષ્યલોક પ્રત્યે શીઘ્ર આવવા માટે ઇચ્છા કરે, પણ શીઘ્ર આવવા માટે સમર્થ થતો નથી. તે આ પ્રમાણે—દેવલોકને વિષે તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દેવ સંબંધી કામભોગને વિષે મૂર્છા પામેલ, ગૃદ્ધ–અતૃપ્ત થયેલ, ગ્રથિતસ્નેહપાશથી બંધાયેલ અને અત્યંત આસક્ત થયેલ એવો દેવ, મનુષ્ય સંબંધી કામભોગ પ્રત્યે આદર કરતો નથી, વસ્તુરૂપે જાણતો નથી, કોઈ હિસાબમાં નથી એમ માને છે, આ પ્રયોજન છે એમ નિશ્ચય કરતો નથી, આ મને પ્રાપ્ત થાઓ એમ નિદાન કરતો નથી અને તે કામભોગને વિષે રહેવાનો વિચાર પણ કરતો નથી (૧). તત્કાલ ઉત્પન્ન થયેલ, દેવલોકને વિષે દિવ્ય કામભોગને વિષે મૂર્છિત થયેલ, વૃદ્ધ થયેલ, ગ્રંથિત–બંધાયેલ, આસક્ત થયેલ અને એવો જે દેવ હોય છે તેનો મનુષ્ય સંબંધી પ્રેમ નાશ થયેલ છે અને સ્વર્ગ સંબંધી પ્રેમમાં પ્રવેશ થયેલ છે (૨). તત્કાલ ઉત્પન્ન દેવ દેવલોકને વિષે દિવ્ય કામભોગને વિષે મૂર્છિત યાવત્ આસક્ત થયેલ હોય છે. તે દેવનું એવું મન થાય છે કે—અહિંથી હમણા ન જાઉં, મારું કાર્ય (નાટક) પૂર્ણ કરીને એક મુહૂર્ત પછી જાઉં છું, તે કાલ જવા વડે (એક નાટકમાં બે હજાર વર્ષ વ્યતીત થવાથી) થોડા આયુષ્યવાળા મનુષ્યો મરણ પામે છે (૩). આ ત્રણ કારણ વડે તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દેવલોકને વિષે મનુષ્ય સંબંધી લોક પ્રત્યે શીઘ્ર આવવા માટે ઇચ્છે પણ શીઘ્ર આવવાને માટે સમર્થ થતો નથી. ત્રણ કારણ વડે દેવલોકમાં તત્કાલનો ઉત્પન્ન થયેલ
દેવ, મનુષ્ય લોકમાં શીઘ્ર આવવાને માટે ઇચ્છે અને શીઘ્ર આવવા માટે સમર્થ થાય, તે આ પ્રમાણે—તત્કાલનો ઉત્પન્ન થયેલ દેવ દેવલોકને વિષે દિવ્ય કામભોગને વિષે મૂર્છિત ન થયેલ, વૃદ્ધ ન થયેલ, ગ્રંથિત ન થયેલ (ન બંધાયેલ) અને આસક્ત ન થયેલ હોય તેને એવા પ્રકારનું મન થાય છે કે–મારા મનુષ્યભવને વિષે આચાર્ય છે, અથવા ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર અથવા ગણાવચ્છેદક છે, જે (મહાપુરુષ)ના પ્રભાવથી મને આવા પ્રકારની સ્વર્ગ સંબંધી દિવ્ય દેવઋદ્ધિ, દેવની દિવ્ય કાંતિ, દેવનો દિવ્ય અનુભાવવૈક્રિયશક્તિ વગેરે પ્રાપ્ત થઈ, ભોગ્યતાને પામી, તે કારણથી (હું) જાઉં, તે ભગવંતોને વાંદું, નમસ્કાર કરું, સત્કાર કરું, સન્માન કરું, કલ્યાણસ્વરૂપ, મંગલસ્વરૂપ, દેવસ્વરૂપ, ચૈત્યસ્વરૂપ એવી બુદ્ધિ વડે તેમની પર્યુપાસના—સેવા કરું (૧). તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ દેવલોકને વિષે દિવ્ય કામભોગને વિષે અમૂર્છિત યાવત્ અનાસક્ત હોય, તેને આવા પ્રકારનું મન થાય છે કે આ મનુષ્યભવને વિષે જ્ઞાની છે, તપસ્વી છે, અથવા અતિશય દુષ્કરદુષ્કર કાર્ય (ક્રિયા)ના કરનાર છે, તે કારણથી હું જાઉં, તે ભગવંતોને વાંદુ, નમસ્કાર કરું યાવત્ સેવા કરું (૨). તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ દેવલોકને વિષે અમૂર્છિત યાવત્ અનાસક્ત થયેલ હોય તેને આવો વિચાર થાય છે કે મનુષ્યભવમાં મારા માતાપિતા વગેરે યાવત્ પુત્રવધૂ છે તે કારણથી હું જાઉં, તેઓની સમીપે પ્રકટ થાઉં, તેઓ જુએ–દેખે, આવા પ્રકારની દેવની દિવ્ય ઋદ્ધિને, દેવની દિવ્ય કાંતિને તથા દેવના દિવ્ય અનુભાવને ઉપાર્જેલ–પ્રાપ્ત કરેલ અને ભોગ્યપણાને પ્રાપ્ત થયેલને તેઓ જુએ (૩). આ ત્રણ કારણ વડે તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દેવલોકને વિષે મનુષ્ય સંબંધી લોકમાં શીઘ્ર આવવા માટે ઇચ્છે અને શીઘ્ર આવવા માટે સમર્થ થાય (૪). II૧૭૭
(ટી૦) તત્કાલનો ઉત્પન્ન થયેલ દેવ, ક્યાં? તે કહે છે—દેવલોકને વિષે, અહિં બહુવચન તો એક જીવને એક સમયમાં અનેક દેવલોકને વિષે ઉત્પન્ન થવાનો અસંભવ હોવાથી એકવચનમાં જાણવું. વચનનો વિપર્યાસ ક૨વાથી અથવા દેવલોકનું અનેકપણું
229