SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ३ देवानां इच्छादिकम् विमानस्वरूपं च १७८-१८० सूत्राणि દેખાડવા માટે બહુવચનમાં કહેલ છે, અર્થાત્ દેવલોકોની મધ્યમાં કોઈએક દેવલોકને વિષે એવો પણ સંબંધ જાણવો. 'રૂચ્છત' પૂર્વના સંબંધીઓના દર્શનાદિ માટે અભિલાષા કરે. મનુષ્યો સંબંધી તે માનુષ, તે પ્રત્યે, 'દબં” શીધ્ર 'સંવારૂ’ ત્તિ સમર્થ છે. દેવલોકને વિષે થયેલ તે દિવ્યો, તેઓને વિષે કામ એટલે શબ્દ અને રૂપલક્ષણ, ભોગ એટલે ગંધ, રસ અને સ્પર્શરૂપ, તે કામભોગોને વિષે અથવા #ાયને—જે ઇચ્છાય છે તે કામો-મનને ગમતા, તે જ ભોગવાય છે તે ભોગો અર્થાત્ શબ્દ, રૂપ વગેરે કામભોગોને વિષે મૂચ્છિત-મૂઢ, કારણ કે કામભોગના અનિત્યત્વ વગેરે સ્વરૂપને જાણવા માટે તે અસમર્થ હોય છે, વળી વૃદ્ધ-તેની આકાંક્ષાવાળો–અસંતોષી, ગ્રથિત–ગુંથાયેલની જેમ ગુંથાયેલ, તેના વિષયમાં સ્નેહરૂપ દોરડાઓ વડે બદ્ધ થયેલ, અધ્યપપન્ન-અધિકપણાએ આસક્ત, અત્યંત તન્મય (હોવાથી) મનુષ્ય સંબંધી કામભોગોને વિષે આદરવાળો થતો નથી, આ કામભોગો પણ વસ્તુભૂત છે એમ માનતો નથી, તેઓને વિષે પ્રયોજન નથી અર્થાત્ આ કામભોગો સાથે (મારે) આ પ્રયોજન છે એમ નિશ્ચય કરતો નથી, “આ મને પ્રાપ્ત થાઓ એવી રીતે તેઓને વિષે નિદાન કરતો નથી, તથા તેઓને વિષે હું રહું અથવા તેઓ મારા વિષે રહો-સ્થિર થાઓ એવા પ્રકારના વિકલ્પને કરતો નથી, અથવા સ્થિતિ–મર્યાદા વડે વિશિષ્ટ એવો પ્રકલ્પ–આચાર–સેવા એવો અર્થ છે, તે પ્રત્યે કરવા માટે આરંભે છે. 'ગુ' શબ્દનો આદિકર્મરૂપ અર્થ છે. આ પ્રમાણે દેવના મનુષ્યલોક પ્રત્યેના અનાગમનમાં દિવ્ય વિષયમાં આસક્તિરૂપ એક કારણ છે (૧), તથા જે કારણથી આ તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દિવ્ય કામભોગોને વિષે મૂર્શિત, વૃદ્ધ, ગ્રથિત વગેરે વિશેષણવાળો હોવાથી તે દેવનો મનુષ્ય વિષયક પ્રેમ, જેના વડે મનુષ્ય લોકમાં અવાય તે સ્નેહ નાશ પામેલ હોય છે. વળી સ્વર્ગમાં રહેલ વસ્તુ સંબંધીનો પ્રેમ દેવને વિષે પ્રવેશિત થયેલ હોય છે. આ દિવ્ય પ્રેમસંક્રાંતિ બીજું કારણ સમજવું (૨), તથા આ દેવ જે કારણથી દિવ્ય કામભોગોને વિષે મૂર્છાિતાદિ વિશેષણ સહિત હોય છે, તેથી તેના પ્રતિબંધથી 'તરૂ ' તિતે દેવને 'પર્વ' તિઆ પ્રકારે વિચાર થાય છે કે “જિં' તિ અહિંથી હમણા ન જાઉં, “મુદુત્ત’ તિ કાર્યની સમાપ્તિ થયે છતે મુહૂર્તમાં જાઉં છું. તે વાતે' તિ, જે કાળ વડે તે કાર્ય પૂર્ણ થાય છે તે કાળ જવા વડે તે દેવ, કૃતકૃત્ય કાર્યની સમાપ્તિ થવાથી આવવામાં સમર્થ થાય છે પરન્તુ તેટલો કાળ ગયે છતે ('' શબ્દ વાક્યાલંકારમાં છે.) સ્વભાવથી જ અલ્પ આયુષ્યવાળા મનુષ્યો, જેના દર્શન માટે આવવાને ઇચ્છે છે તે માતાપિતાદિ મનુષ્યો, કાળધર્મ (મરણ) પામેલા હોય છે. (હવે) આ દેવ કોના દર્શન માટે આવે? આ અસમાપ્તકર્તવ્યતા નામનું ત્રીજું કારણ (૩), 'ક્વેદિ' ઇત્યાદિ નિગમન-રહસ્ય વચન છે. કોઈક દેવ, દેવ સંબંધી કામભોગોને વિષે અમૂચ્છિતાદિ વિશેષણવાળો હોય છે. તેનું મન એવું થાય છે કે-આચાર્ય-પ્રતિબોધ કરનાર, દીક્ષાદિ આપનાર, અથવા અનુયોગાચાર્ય છે તેમને વાંદું, સત્કારું વગેરે. તિ' શબ્દનો આવા પ્રકારનો અર્થ છે. 'વા' શબ્દ વિકલ્પાર્થવાળો છે. પ્રયોગ તો આ પ્રમાણે છે-મનુષ્ય ભવમાં મારા આચાર્ય છે અથવા ઉપાધ્યાય છે–સૂત્રદાતા છે, એમ સર્વત્ર પ્રયોગ કરવો. વિશેષ કહે છે–આચાર્ય વડે કહેવાયેલ વૈયાવચ્ચાદિને વિષે સાધુઓને જે પ્રવર્તાવે છે તે પ્રવર્તક કહેવાય. કહ્યું છે કેतवसंजमजोगेसुं, जो जोगो तत्थ तं पयट्टेइ । असहुंच नियत्तेई, गणतत्तिल्लो पवत्ती उ ॥११४॥ [व्यव० १/९५९ त्ति] તપ, સંયમ અને યોગને વિષે જે જે યોગ્ય હોય તેને તે તે ક્રિયામાં પ્રવર્તાવે છે, અસમર્થને નિવર્તન કરે છે–અટકાવે છે અને ગચ્છની ચિંતા કરનાર તે પ્રવર્તી–પ્રવર્તક કહેવાય છે. (૧૧૪) પ્રવર્તક વડે જોડાયેલા અને સંયમયોગોને વિષે સીદાતા સાધુઓને જે સ્થિર કરે છે તે સ્થવિર કહેવાય. કહ્યું છે કે– थिरकरणा पुण थेरो, पवत्तिवावारिएसु अत्थेसु । जो जत्थ सीयइ जई, संतबलो तं थिरं कुणइ ॥११५॥ ચિવ ૧/૧દર ] સ્થિર કરવાથી તે સ્થવિર કહેવાય છે. પ્રવર્તક વડે જોડાયેલ અર્થો (જ્ઞાનાદિ)ને વિષે જે જેમાં સીદાય છે તે મુનિને ઐહિક તથા આમુમ્બિક દોષ બતાવવા વડે મોક્ષમાર્ગમાં સ્થિર કરે છે અથર્ બલસંપન્ન થયો થકો સ્થવિર તેને શિખામણ આપે છે. (૧૧૫) 230.
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy