________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने १ सूत्रम् કહ્યું પણ છે કેवुद्वेऽवि दोणमेहे, न कण्हभूमाउ' लोट्ठए उदयं । गहण-धरणासमत्थे, इय देयमच्छित्तिकारिम्मि ।।३१।।
[विशेषावश्यक. १४५८ त्ति] દ્રોણ નામના મેઘ વર્ષે છતે પણ કાળી ભૂમિમાંથી પાણી બહાર જતું નથી અર્થાત્ અંતરમાં સમાઈ જાય છે. એવી રીતે જેને જ્ઞાન આપવાથી નાશ ન થાય એવા ગ્રહણ અને ધારણ કરવામાં સમર્થ શિષ્યને વિષે ગુરુએ જ્ઞાન આપવું જોઈએ. (૩૧)
પૂર્વોક્ત ગુણથી વિપરીત શિષ્યને જ્ઞાન આપવામાં ગુરુને દોષ છે. માદ - आयरिए सुत्तम्मि य, परिवाओ सुत्तअत्थपलिमंथो । अनेसि पि य हाणी, पुट्ठा वि न दुद्धदा(या) वंझा ।।३२॥
[विशेषावश्यक० १४५७ त्ति] અયોગ્ય શિષ્યને જ્ઞાન આપવાથી આચાર્ય અને શ્રુતનો અવર્ણવાદ થાય છે તેમજ સૂત્ર અને અર્થનો વિનાશ થાય છે. બીજા શિષ્યોને પણ જ્ઞાનનો લાભ મળતો નથી. વિશેષ કાલ મહેનત કરવાથી શિષ્ય શા માટે કંઈ પણ ગ્રહણ ન કરે? એમ કોઈ શંકા કરે તો તેને આ દૃષ્ટાંત કહેવું કે—જેમ ગાયના પગ બાંધીને તેના સ્તનોનું સારી રીતે મર્દન કરીએ તો પણ અને પુષ્ટ હોવા છતાં પણ વાંઝણી ગાય હોય તે દૂધ ન જ આપે. (૩૨)
તેન’તિ આ શબ્દ વડે તો આતત્વાદિ ગુણોથી જાહેરપણે નામ ધરાવનાર વડે (કહેલું) તેથી આ અધ્યયનમાં પ્રમાણપણું બતાવેલ છે. વક્તાના ગુણોની અપેક્ષાએ વચનનું પ્રામાણ્ય હોય છે. 'માવત’તિ આ શબ્દથી પ્રસ્તુત અધ્યયન સ્વીકારવા યોગ્ય જણાવેલ છે. અતિશયવાનું (પ્રભુ) અવશ્ય સ્વીકારવા યોગ્ય છે, તેમનું વચન પણ ઉપાદેય છે. અથવા તેvi'તિ આ શબ્દથી ઉપોદ્ધાતનિયુક્તિમાં અંતર્ગત ત્રીજું નિર્ગદ્વાર બતાવ્યું છે. (દ્રવ્યથી) મિથ્યાત્વરૂપ અંધકાર આદિ દોષોથી નિર્ગત (નીકળેલો) જે પુરુષ, તેથી નીકળેલું આ અધ્યયન, ક્ષેત્રથી અપાપા (મધ્યમા) નગરીમાં, કાલથી વૈશાખ શુક્લ અગ્યારસની પ્રથમ પોરસીને વિષે અને ભાવથી ક્ષાયિકભાવમાં વર્તમાન હોવાથી-આ પ્રમાણે આનો ગુરુપર્વક્રમ (ગુરુપરંપરા) રૂપી સંબંધ દેખાડેલો છે. વળી તથાવિધ ભગવાને જે કહેલું છે તે સપ્રયોજન જ છે. એવી રીતે સામાન્યથી આ અધ્યયનની સપ્રયોજનતા દર્શાવી. પરમ ઐશ્વર્યવાન જિનેશ્વરો પુરુષાર્થને બિનઉપયોગી કહેતા નથી, કારણ કે તેમ કહેવાથી ભગવાનપણાની હાનિ થાય. આ જ કારણથી આનો ઉપાય-ઉપેય (કારણકાર્ય) ભાવરૂપી સંબંધ પણ દેખાડેલ છે. ભગવાને જે કહેલું તે આ સૂત્રરૂપે ગુંથાયેલું એ ઉપાય અને પુરુષાર્થ એ ઉપેય જાણવો. આ કારણથી જ શ્રોતાઓ શ્રવણમાં પ્રવર્તે છે. કહેવું છે કેसिद्धार्थं सिद्धसम्बन्धं श्रोतुं श्रोता प्रवर्तते । शास्त्रादौ तेन वक्तव्यः सम्बन्धः सप्रयोजनः ॥३३॥
[ની.સ્તો.વા ૭ તિ] સાંભળનાર, સિદ્ધ છે સંબંધ જેના એવા નિર્ણત અર્થવાળા શબ્દને સાંભળવા માટે પ્રવર્તે છે. તે કારણથી શાસ્ત્રની શરૂઆતમાં પ્રયોજન સહિત સંબંધ કહેવો જોઈએ. (૩૩)
'પવન'તિ આ શબ્દથી ભગવાનના વચનથી આત્મ (અમારું) વચન જુદું નથી, આ કારણથી જ સ્વવચનનું પ્રમાણપણું બતાવેલું છે. સર્વજ્ઞ–વચનના અનુવાદરૂપે માત્ર અમારું વચન છે, અથવા વમિતિ-વિષયપણાએ કરી એકત્વાદિ પ્રકાર કહેલ છે. અવિષયપણાની શંકા વડે કાગડાના દાંતની પરીક્ષામાં જેમ કોઈ પ્રવૃત્ત થતો નથી તેમ શ્રોતાઓની અપ્રવૃત્તિ ન થાય, એ હેતથી બારાતમિ'તિ-આ શબ્દથી કહેલું વચન અપૌરુષેય વચનનો અસંભવ હોવાથી અપૌરુષેય વચનરૂપ નથી. કહ્યું છે કે–
1. MT મૂર્વિત્ર મત $wiધૂમ, તસ્માન્ ! નિ પોમારો] 2. વૈશાખ શુક્લ દશમીના દિવસે મહાવીર પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને વૈશાખ સુદ ૧૧ ના તીર્થસ્થાપના કરી તેથી અન્યૂયારસ જણાવી છે. [12