________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः २ परिषदः वर्णनम् १५४ सूत्रम् અધોલોક છે. અધોલોક અને ઊર્ધ્વલોકની મધ્યમાં અઢાર સો યોજન પ્રમાણ તિર્યભાગમાં રહેલ હોવાથી તિર્યશ્લોક છે. બીજી રીતે પણ આ ક્ષેત્રલોક ત્રણ ગાથાઓ વડે વર્ણવાય છે—
अहवा अहपरिणामो, खेत्तणुभावेण जेण ओसन्नं । असुहो अहो त्ति भणिओ, दव्वाणं तेण अहोलोगो ॥ ७५ ॥ અથવા ‘અધ’ શબ્દ અશુભવાચક છે, તેમાં ક્ષેત્રસ્વભાવથી પ્રાયઃ દ્રવ્યોનો અશુભ પરિણામ થાય છે તેથી અશુભલોક, અધોલોક કહેલ છે. (૭૫)
उड् उवरिं जं ठिय, सुहखेत्तं खेत्तओ य दव्वगुणा । उप्पज्जंति सुभा वा, तेण तओ उपलोगो त्ति ॥७६॥
જે ઉ૫૨ રહેલ છે તે ઊર્ધ્વલોક, અથવા ઊર્ધ્વ શબ્દ શુભવાચક છે, તેથી શુભ ક્ષેત્ર તે ઊર્ધ્વક્ષેત્ર છે. ક્ષેત્રના અનુભાવથી દ્રવ્યોના ગુણો શુભ પરિણામવાળા ઉત્પન્ન થાય છે, તેથી તે ઊર્ધ્વલોક કહેવાય છે. (૭૬) मज्झणुभावं खेत्तं, जंतं तिरयं ति वयणपज्जवओ । भण्णइ तिरिय विसालं, अओ य तं तिरियलोगो त्ति ।। ७७ ।।
જે મધ્યમ સ્વભાવવાળું ક્ષેત્ર તે તિર્યક્, વચનપર્યાયથી તિર્યક્ શબ્દનો મધ્યમ શબ્દ પર્યાયવાચક છે. ક્ષેત્રના અનુભાવથી પ્રાયઃ મધ્યમ પરિણામવાળા દ્રવ્યો હોય છે, અથવા તિર્યક્–વિશાળ છે તેથી તિર્યશ્લોક કહેવાય છે. (૭૭) ૧૫૩॥
લોકના સ્વરૂપનું નિરૂપણ કર્યા પછી લોકમાં આધેયભૂત (રહેલ) ચમર દેવ વગેરેની 'વનરસ્સ' એ પ્રથમ સૂત્રથી આરંભીને 'અન્નુયલો વાતામાં' એ છેલ્લા સૂત્ર વડે પરિષદોનું વર્ણન કરે છે.
चमरस्स णं असुरिंदस्स असुरकुमाररन्नो तओ परिसातो पन्नत्ताओ, तंजहा - समिता, चंडा, जाया । अब्भिंतरिता समिता, मज्झिमिता, चंडा, बाहिरिता जाया । चमरस्स णं असुरिंदस्स असुरकुमाररन्नो सामाणिताणं देवाणं तओ પરિસાતો પન્નત્તાઓ, તંનહા-સમિતા ખદેવ સમરસ્ત,વંતાયત્તીસાળવા તો પાતાળ તુંવા, તુડિયા, પન્ના, एवं अग्गमहिसीण वि । बलिस्स वि एवं चेव, जाव अग्गमहिसीणं १ ।
धरणस्स, य सामाणिय तायत्तीसगाणं च समिता, चंडा, जाता। लोगपालाणं अग्गमहिसीणं ईसा, तुडिया, दढरहा, जहा धरणस्स तहा सेसाणं भवणवासीणं ।
નાણસ્સાં પિસામ્સ પિસાયરશો તો પરિસાતો પશત્તાઓ, તંનહા–સા, તુડિયા, ૧૦રહા, एवं सामाणिय अग्गमहिसीणं, एवं जाव गीयरति गीयजसाणं ।
चंदस्स णं जोतिसिंदस्स जोतिसरन्नो तओ परिसातो पन्नत्ताओ, तंजहा- तुंबा, तुडिया, पव्वा । एवं सामाणिय अग्गमहिसीणं । एवं सूरस्स वि। सक्कस्स णं देविंदस्स देवरन्नो तओ परिसातो पन्नत्ताओ, तंजहासमिता, चंडा, जाया । जहा चमरस्स एवं जाव अग्गमहिसीणं । एवं जाव अच्चुतस्स लोगपालाणं२ ।। सू० १५४ ।। (મૂળ) ચમર, અસુરેંદ્ર, અસુરકુમારના રાજાની ત્રણ પરિષદ્ કહેલી છે, તે આ પ્રમાણે—સમિતા, ચંડા અને જાયા. અત્યંતર
પરિષદ્ સમિતા-કારણ પડ્યે બોલાવ્યાથી જ આવે, મધ્યમ પરિષદ્ ચંડા–બોલાવ્યા અને ન બોલાવ્યાથી પણ આવે તેમજ બહારની પરિષદ્ જાયા–બોલાવ્યા વિના પણ આવે. ચમર, અસુરેંદ્ર અને અસુરકુમારના રાજાના સામાનિક દેવોની ત્રણ પરિષદ્ કહેલી છે, તે આ પ્રમાણે—સમિતા વગેરે જેમ ચમરેંદ્ર સંબંધી કહી તેમજ જાણવી. એવી રીતે ત્રાયશ્રિંશકોની પણ જાણવી. લોકપાલોની ત્રણ પરિષદ્–અત્યંતર તુંબા, મધ્યમ તુડિયા અને બહારની પવ્વા. એવી રીતે અગ્રમહિષીઓની પણ જાણવી, બલીદ્રની પણ એમ જ જાણવી, એમ યાવત્ અગ્રમહિષીઓની જાણવી (૧). ધરણેંદ્રની, સામાનિકની અને ત્રાયસિઁશકની અત્યંતર પરિષદ્ સમિતા, મધ્યમ પરિષદ્ ચંડા અને બાહ્ય પરિષદ્ જાયા કહેલી છે. લોકપાલની અને અગ્રમહિષીઓની અત્યંતર પરિષદ્ ઈશા, મધ્યમ પરિષદ્ ત્રુટિતા અને બાહ્ય પરિષદ્ દૃઢરથા. જેમ ધરણેંદ્રની છે તેમ શેષ (બાકીના) ભવનવાસીની ત્રણ પરિષદ્ જાણવી. કાલ નૌમના પિશાચના ઇંદ્ર,
204