________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ बादरवनस्पतिकायतर्थियोः त्रिविधम् १४१-१४२ सूत्रे સંવૃત્તવિવૃત્તા-ઉભયસ્વરૂપ. યોનિઓનો વિભાગ આ પ્રમાણે જાણવોएगिदिय-नेरइया, संवुडजोणी हवंति देवा य । विगलिंदियाण विगडा, संवुडवियडा य गब्भमि ॥५६॥
[નીવ સ. ૪૫, વૃદë ૧૮ તિ] સ્પષ્ટ નહિં જણાવાથી એકેંદ્રિયને, ઢાંકેલ ગોખના જેવી હોવાથી નૈરયિકોને અને શય્યામાં ઢાંકેલ દેવદૂષ્ય વસ્ત્રથી દેવોનો ઉત્પાદ હોવાથી દેવોને સંવૃત્તાયોનિ છે અર્થાત્ તે ત્રણેને સંવૃત્તાયોનિ હોય છે. વિકલૈંદ્રિયો' અને સંમૂર્છાિમ મનુષ્ય, તિર્યંચોને વિવૃત્તા (ખુલ્લી) યોનિ હોય છે, કારણ કે તેઓની ઉત્પત્તિના સ્થાનો (જલાશય વગેરે) સ્પષ્ટ જણાય છે. વળી ગર્ભજ મનુષ્ય અને તિર્યંચોને સંવૃત્તવિવૃત્તા યોનિ છે, કારણ કે ગર્ભ, અંદરના સ્વરૂપથી જણાતો નથી અને ઉદરવૃદ્ધિ વગેરે લક્ષણથી બહારથી જણાય છે માટે કાંઈક ઢાંકેલી અને કાંઈક ખુલ્લી સમજવી. (પ૬)
મુત્ર’ ત્યાદિ સુગમ છે. વિશેષ કહે છે કે—કૂર્મ-કાચબો, તેની જેમ ઉપડતી તે કૂર્મોન્નતા, શંખની જેમ આવર્ત છે જેણીને વિષે તે શંખાવર્તા, વેશ્યા-વંશજાલીના પાંદડાની જેમ છે તે વંશી પત્રિકા 'હમં વમતિ' રિ૦ ગર્ભને વિષે ઉત્પન્ન થાય છે. બલદેવ અને વાસુદેવોનું સાથે રહેવાપણું હોવાથી એકત્વની વિવક્ષા વડે ઉત્તમ પુરુષનું ત્રિવિધપણું સમજવું. હવે રૂત્યાવિ યોનિપણાથી જીવો અને જીવને ગ્રહણ કરવા યોગ્ય પુદ્ગલોનું શું થાય?'વ્યતિ ' ઉત્પન્ન થાય છે, 'વ્યવન્તિ ' નાશ પામે છે, એ જ વ્યાખ્યા કરે છે–'વિકમંતી' તિ શો અર્થ છે?આવે છે, 'વમંતિ’ ત્તિ શું કહેવું થાય છે?—ઉત્પન્ન થાય છે. '
પિન્ન/સ' રિ૦ પૃથગૂજન–સામાન્ય મનુષ્યની ઉત્પત્તિનું કારણ હોય છે (૨) ll૧૪ll
હમણાં યોનિથી મનુષ્યો કહેવાયા, હવે મનુષ્યના સમાન ધર્મવાળા બાદરવનસ્પતિકાયિકોની પ્રરૂપણા કરતા થકા કહે છે– तिविहा तणवणस्सइकाइया पन्नत्ता, तंजहा-संखेज्जजीविता, असंखेज्जजीविता, अणंतजीविया।।सू० १४१।। जंबूहीवे दीवे भारहे वासे तओ तित्था पन्नत्ता, तंजहा-मागहे, वरदाम, पभासे, एवं एरवर वि। जंबुद्दीवे दीवे महाविदेहे वासे एगमेगे चक्कवट्टिविजये, ततो तित्था पन्नत्ता, तंजहा-मागहे, वरदामे, पभासे ३। एवं धायइसंडे दीवे पुरच्छिमद्धे वि ६, पच्चत्थिमद्धे वि ९, पुक्खरवरदीवद्धपुरच्छिमद्धे वि १२, पच्चत्थिमद्धे वि १५
સૂ૦ ૨૪૨ા. (મૂ૦) ત્રણ પ્રકારે બાદરવનસ્પતિકાયિકો કહેલ છે, તે આ પ્રમાણે—સંખ્યાત જીવવાળા, અસંખ્યાત જીવવાળા અને અનંત
જીવવાળા. ૧૪૧ જંબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રને વિષે ત્રણ તીર્થો કહેલ છે, તે આ પ્રમાણે—માગધ, વરદામ અને પ્રભાસ. એવી રીતે ઔરવતક્ષેત્રને વિષે પણ ત્રણ તીર્થો છે. જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રને વિષે એક એક ચક્રવર્તીના વિજયમાં ત્રણ ત્રણ તીર્થો કહેલ છે, તે આ પ્રમાણે—માગધ, વરદામ અને પ્રભાસ (૩), એમ જ ધાતકીખંડ દ્વીપના પૂર્વાદ્ધને વિષે પણ એક એક વિજયમાં ત્રણ ત્રણ તીર્થ છે (૬), પશ્ચિમાદ્ધમાં પણ છે (૯), પુષ્કરવરદ્વીપાદ્ધના
પૂર્વાદ્ધમાં પણ છે (૧૨) અને પશ્ચિમાદ્ધમાં એક એક વિજયમાં ત્રણ ત્રણ તીર્થ છે (૧૫). /૧૪૨/ (ટીવ) તિવિહે ત્યારે તૃણવનસ્પતિઓ બાદર સમજવી, સંખ્યાતા જીવોવાળા-જેમ નાલિકાબદ્ધ ફૂલો-નાળથી બંધાયેલ જાઈ વગેરે ફૂલો. અસંખ્યાતા જીવવાળા-જેમ લીંબડો, આંબો વગેરેનાં મૂલ, કંદ, સ્કંધ (થડ), છાલ, ડાળ અને પ્રવાલ (નવાં પાંદડાં) છે. અનંતજીવવાળા-પનક (નીલ) વગેરે છે. અહિં પ્રજ્ઞાપના સૂત્રમાં જણાવેલ સૂત્રો પણ આ પ્રકારે છે– 1. વિકલૈંદ્રિય શબ્દથી સંમૂર્છાિમ મનુષ્ય અને તિર્યંચો પણ જાણવા, કારણ કે તેઓને મન ન હોવાથી વિકલૈંદ્રિયમાં તેઓનો અન્તર્ભાવ થાય
છે. 2. જમીનની અંદર જે જાય તે મૂલ અને જમીનથી જે ઉપરનો ભાગ તે કન્દ.
194