SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ सुपात्रदानस्य क्रियाफलम् १२५ सूत्रम् દેવ અને મનુષ્યા, શુભ છે. શ્રી ભગવતીજીમાં દાનને ઉદ્દેશીને કહ્યું છે કે—સમMવાસયસ vi અંતે તદારૂવું समणं वा २ फासुएसणिज्जेणं असण ४ पडिलाभेमाणस्स किं कज्जइ? गोयमा! एगंतसो निज्जरा कज्जइ, णो से केई પાવે ને ઝૂડું ર''[માવતી ૮/૬/૧]–હે ભગવન્! તથારૂપ શ્રમણ-માહણને પ્રાસુક અને એષણીય આહાર, પાણી, ખાદિમ અને સ્વાદિમ વડે પ્રતિલાભનાર શ્રમણોપાસક વડે શું કરાય છે? ગૌતમ! એકાંતથી નિર્જરા કરાય છે. તે વડે કંઈપણ પાપકર્મ કરાતું નથી. જે નિર્જરાનું કારણ, તે શુભ દીર્ધાયુષ્યના કારણપણાએ મહાવ્રતની માફક વિરુદ્ધ નથી. હમણા આયુષ્યના દીર્ઘપણાનાં કારણો કહ્યાં, તે દીર્ધાયુષ્ય શુભ અને અશુભ બે પ્રકારનું છે. તે બન્નેમાં પ્રથમ અશુભ આયુષ્યની દીર્ઘતાનાં કારણો કહે છે 'તિહી'ત્યા૦િ પૂર્વની માફક જાણવું, વિશેષ કહે છે કે–અશુભ દીર્ધાયુષ્યપણા માટે-નારકાયુષ્ય માટે એ કહેલ છે. તે આ પ્રમાણે-નરકા, પાપપ્રકૃતિરૂપ હોવાથી અશુભ છે અને દીર્ઘ-નારકનું આયુષ્ય જઘન્યથી પણ દશ હજાર વર્ષની સ્થિતિ પ્રમાણ છે, ઉત્કૃષ્ટથી તો તેત્રીશ સાગરોપમરૂપ હોવાથી અશુભ દીર્ઘ છે. તેવા પ્રકારનું જે આયુ-જીવિત જે કર્મથી બંધાય તે અશુભ દીર્ધાયુ, તેનો જે ભાવ અશુભ દીર્ધાયુષ્યતા, તે અશુભ દીર્ધાયુષ્યપણા માટે અથવા તેના વડે. પ્રાણીઓને પ્રાણથી રહિત કરનાર હોય છે, જૂઠું બોલનાર હોય છે, તથા સાધુની હીલના વગેરે કરીને અશનાદિ વડે પ્રતિલાભનાર થાય છે, આ શબ્દાર્થ છે. હીલના એટલે જાતિ વગેરેથી ઊઘાડા પાડવું, મનથી નિંદવું તે નિંદા, મનુષ્યોની આગળ નિંદા કરવી તે ખિંસના, તેમની સમક્ષ નિંદા કરે તે ગહેણા, ઊભા ન થવું, નમસ્કાર ન કરવો વગેરે તે અપમાન, આ બધામાંથી કોઈપણ એક પ્રકાર વડે (કોઈક પ્રતિને વિષે 'અન્યતા' એવો પાઠ દેખાતો નથી.) સ્વરૂપથી અસુંદર-ખરાબ અન્ન વગેરે, આ કારણથી અપ્રીતિ કરાવનાર વડે. ભક્તિવાળાને તો અસુંદર પણ સુંદર જ છે; કારણ કે આર્યા ચંદનાની માફક મનોજ્ઞ–સારું ફલ હોય છે. આર્યા ચંદનબાળાએ સૂપડાના ખૂણામાં રાખેલ અડદના બાકળા ભગવાન્ શ્રી મહાવીર માટે પાંચ દિવસ ન્યૂન છ માસિક તપના પારણામાં આપ્યા ત્યારે જ તેણીની લોઢાની બેડીઓ સુવર્ણમય ઝાંઝરરૂપ બની ગઈ, માથાના કેશો પૂર્વની માફક થયા, પાંચ વર્ણવાળા વિવિધ રત્નોની વૃષ્ટિ વડે ઘર ભરાયું, ઇંદ્ર સહિત દેવ, દાનવ, મનુષ્ય અને તેના નાયકો વડે સ્તુતિ કરાઈ. ત્યારબાદ પ્રાપ્ત કરેલ છે ચારિત્ર જેણીએ એવી તે આય ચંદના મુક્તિ મહેલના ઉપરના ભાગને પ્રાપ્ત થઈ અર્થાત્ મોક્ષ ગઈ. અહિં ત્રીજા સૂત્રમાં અશનાદિ આહાર, પ્રાસુક અને અપ્રાસુકાદિપણાએ વિશેષણ સહિત નથી, કારણ કે હીલનાદિ કરનારને પ્રાસુકાદિ વિશેષણના લ પ્રત્યે અકારણપણું હોય છે. મત્સર-ઈષ્યવડે ઉત્પન્ન થયેલ હીલના વગેરે વિશેષણોને જ મુખ્યપણાએ અશુભ દીઘયુષ્યરૂપ ફલનું કારણ પણું હોવાથી પ્રાણાતિપાત અને મૃષાવાદને વિષે દાન વિશેષણ પક્ષરૂપ વ્યાખ્યાન પણ યોગ્ય જ છે, કારણ કે અવજ્ઞા-તિરસ્કાર વડે દેવામાં પણ પ્રાણાતિપાત વગેરેનું જોવાપણું હોય છે. પ્રાણાતિપાત વગેરેથી નરકનું આયુષ્ય બંધાય છે, જે માટે કહ્યું છે કેमिच्छादिट्ठी महारंभपरिग्गहो तिव्वलोहनिस्सीलो । नरयाउयं निबंधइ, पावमती रोद्दपरिणामो ॥३८॥ વિંધશતવ ર૦ ]િ મિથ્યાદૃષ્ટિ, મહારંભી, મહાપરિગ્રહી, તીવ્ર લોભી, દુરાચારી, પાપની મતિવાળો અને રૌદ્રપરિણામી જીવ નરકના આયુષ્યને બાંધે છે. (૩૮) કહેલ વિષયથી હવે બીજું શુભદીઘયુષ્ય) કહે છે– તિહિં વાપરી’ ત્યાદ્રિ પૂર્વની માફક છે. વિશેષ કહે છે કેવંતિત્વ-સ્તુતિ કરીને, નચિવા-નમસ્કાર કરીને, વસ્ત્ર વગેરેથી સત્કાર કરીને, બહુવિધ ઉપચાર વડે સન્માન કરીને, કલ્યાણ-સમૃદ્ધિના હેતુભૂત હોવાથી સાધુ પણ કલ્યાણસ્વરૂપ, મંગલ-વિજ્ઞક્ષયના યોગથી મંગલરૂપ, દેવતાની માફક દેવસ્વરૂપ, ચૈત્યની જેમ-જિન વગેરેની માફક ચૈત્યસ્વરૂપ એવા શ્રમણ પ્રત્યે સેવા કરીને. અહિં પણ પ્રાસુક અને અપ્રાસુકપણાએ વિશેષણ રહિત દાન છે, કારણ કે આ સૂત્રનું પૂર્વ (ત્રીજા) સૂત્રથી વિપર્યયપણું છે અને પૂર્વસૂત્રનું અવિશેષણપણાએ પ્રવર્તવાપણું છે. પ્રાસુક અને અપ્રાસુક દાનને વિષે ફલ પ્રત્યે વિશેષ નથી એમ સમજવું નહિ, કારણ કે પૂર્વ (૧-૨) સૂત્રને વિષે પ્રાસુક 176
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy