________________
३ स्थानकाध्ययने उद्देशः १ योगस्वरूपम् १२४ सूत्रम्
'અભિસંધિ અને અનભિસંધિપૂર્વક આત્માનું જે વીર્ય તે યોગ. ભાષ્યકાર કહે છે કે—
१ वीरियं २ थामो ३, उच्छाह ४ परक्कमो ५ तहा चेट्ठा ६ । सत्ती ७ सामत्थं ति ८ य, जोगस्स हवंति पज्जाया ॥ १९ ॥ [પદ્મસં॰ રૂ૧૬ કૃતિ] ૧ યોગ, ૨ વીર્ય, ૩ સ્થામ, ૪ ઉત્સાહ, પ પરાક્રમ, ૬ ચેષ્ટા, ૭ શક્તિ અને ૮ સામર્થ્ય—આ યોગના પર્યાયો (એક અર્થવાળા શબ્દો) છે. (૧૯)
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
તે વીર્ય બે પ્રકારે છે—૧ સકરણવીર્ય અને ૨ અકરણવીર્ય, તે બેમાં અલેશ્યી એવા કેવલીને–સમસ્ત જ્ઞેય (જાણવા યોગ્ય) અને દૃશ્ય (દેખવા યોગ્ય) પદાર્થને વિષે કેવલજ્ઞાન અને કેવલદર્શનને જોડનારને-જે અપરિસ્કંદ (ચલન) રહિત પ્રતિઘાત રહિત વીર્યવિશેષ તે અકરણવીર્ય, તે અહિં અધિકા૨ કરાયેલ નથી અર્થાત્ તેનો અધિકાર (વર્ણન) નથી. સકરણવીર્યનું જ ત્રિસ્થાનકમાં અવતરિતપણું હોવાથી તેમાં જ તેની (યોગ શબ્દની) વ્યુત્પત્તિ છે, તે વીર્યવિશેષ યોગને જ આશ્રય કરીને સૂત્રની વ્યાખ્યા છે. 'યુન્યતે નીવઃ મિર્યેન'–કર્મથી જીવ જેના વડે જોડાય છે, 'માં ગોનિમિત્તે બાફ' [પવેશપ૬૦ ૪૭૬ ત્તિ}? આ શબ્દથી કર્મ જોગના નિમિત્તથી બંધાય છે. આ વચનથી પ્રવુ જે પર્યાય પ્રત્યે વિશેષે જોડાય છે તે યોગ– વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલ જીવનો પરિણામવિશેષ, ભાષ્યકાર કહે છે—
मणसा वयसा कारण, वा वि जुत्तस्स विरियपरिणामो । जीवस्स अप्पणिज्जो, स जोगसन्नो जिणक्खाओ ॥२०॥ મન વડે, વચન વડે અથવા કાયા વડે યુક્ત જીવનો આત્મા સંબંધી જે વીર્યપરિણામ તે જિનેશ્વરોએ યોગ સંજ્ઞાવાળો કહેલ છે. (૨૦)
तेओजोगेण जहा, रत्तत्ताई घडस्स परिणामो । जीवकरणप्पओगे, विरियमवि तहप्परिणामो ॥२१॥
અગ્નિના યોગ વડે ઘડાનો જેમ રક્ત (રાતાપણું) પરિણામ થાય છે તેમ જીવના કરણપ્રયોગમાં વીર્ય પણ આત્માનો પરિણામ થાય છે. (૨૧)
મનકરણથી યુક્ત જીવનો યોગ—વીર્યપર્યાય, દુર્બલ માણસને યષ્ટિકાદ્રવ્ય—લાકડીની જેમ જે મદદગાર થાય છે તે મનોયોગ, તે ચાર પ્રકારે છે—૧ સત્ય મનોયોગ, ૨ અસત્ય મનોયોગ, ૩ સત્યમૃષા (મિશ્ર) મનોયોગ અને ૪ અસત્યામૃષા (વ્યવહા૨) મનોયોગ. અથવા મનનો યોગ—કરવું, કરાવવું અને અનુમતિરૂપ જે વ્યાપાર તે મનોયોગ ચાર પ્રકારે છે. એવી જ રીતે વચનયોગ તથા કાયયોગ જાણવો. કાયયોગ સંબંધે વિશેષ કહે છે કે—કાયયોગ સાત પ્રકારે છે—૧ ઔદારિક, ૨ ઔદારિક–મિશ્ર, ૩ વૈક્સિ, ૪ વૈક્રિય–મિશ્ર, ૫ આહારક, ૫ આહારક–મિશ્ર અને ૭ કાર્યણકાયયોગ. તેમાં શુદ્ધ ઔદારિક વગેરે સુબોધ સુગમ છે. ઔદારિકમિશ્ર તો અપરિપૂર્ણ ઔદારિક જ મિશ્ર કહેવાય છે, જેમ ગોળથી મિશ્ર દહીં, એટલે કે ગોળ વડે વ્યવહાર નથી કરાતો અને દહીં વડે પણ વ્યવહાર નથી કરાતો, કારણ કે ગુડમિશ્ર જે દહીં તે ગોળ વડે અને દહીં વડે અપરિપૂર્ણ હોય છે. એવી રીતે ઔદારિક, કાર્યણની સાથે મિશ્ર છે તે ઔદારિકપણાએ વ્યવહાર કરવાને શક્ય-યોગ્ય નથી અને કાર્મણપણાએ પણ વ્યવહાર કરવાને યોગ્ય નથી; કારણ કે અપરિપૂર્ણ હોવાથી તેને (કાર્પણ સહિત ઔદારિકને) ઔદારિકમિશ્રનો વ્યવહાર કરાય છે. એવી રીતે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર પણ જાણવું. આ શતક (કર્મગ્રંથ)ની ટીકાનો લેશ જાણવો, પક્ષવણાની વ્યાખ્યાનો લેશ તો આ પ્રમાણે—શુદ્ધ ઔદારિક વગેરે કાયયોગો ઔદારિકાદિ શ૨ી૨૫ર્યાપ્તિ વડે પર્યાપ્તકને અને મિશ્રો તો અપર્યાપ્તકને હોય છે. તેમાં ઉત્પત્તિકાલમાં ઔદારિકકાય, કાર્મણ સાથે મિશ્ર થાય છે અને ઔદારિક
1. ઇચ્છાપૂર્વક દોડવું વગેરે ક્રિયા તે અભિસંધિવીર્ય અને સ્વાભાવિક, જેમ આહા૨નું રસ વગેરે ધાતુરૂપે પરિણમવું તે અનભિસંધિવીર્ય કહેવાય છે.
2. कम्मं जोगनिमित्तं बज्झइ बंधट्टिति कसायवसा । सुहजोयम्मी अकसायभावओ ऽवेइ तं खिप्पं ।।४७१ ।।
169