________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ४ पूर्ववस्तुतारक-म०समुद्रचक्रवर्ती वर्णनम् १०९-२१२ सूत्राणि કેષવૃત્તિકા અથવા ષપ્રત્યયા મૂચ્છે છે. મૂચ્છથી ઉત્પન્ન થયેલ કર્મનો ક્ષય આરાધના વડે થાય છે માટે ત્રણ સૂત્ર વડે આરાધના કહે છે–'વિત્યાવિ ત્રણ સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે–આરાધવું તે આરાધના. તે જ્ઞાનાદિ વસ્તુને અનુકૂલ વર્તવાપણું અર્થાત્ અતિચાર રહિત જ્ઞાનાદિની મર્યાદા વડે સેવા કરવી. શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ વડે વર્તે છે તે ધાર્મિક-સાધુઓ, તેઓ સંબંધી જે ક્રિયા તે ધાર્મિકી, એવી જે આરાધના તે ધાર્મિકઆરાધના. કેવલીઓની-જે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની સંબંધી જે ક્રિયા તે કેવલિકી, એવી જે આરાધના તે કેવલિઆરાધના. સુયધર્મે'ત્યાવી. આમાં વિષયના ભેદ વડે આરાધનાભેદ કહેલ છે. જેવતિગાર ' ત્યાવીઆમાં લના ભેદ વડે આરાધનાનો ભેદ કહેલ છે. તે બે ભેદમાં અંત–ભવનો અંત, તેની જે ક્રિયા તે અંતક્રિયા, અર્થાત ભવનો છેદ-નાશ. તેના હેતભૂત જે આરાધના શૈલેશીરૂપ અર્થાત યોગનું સંધન તે ઉપચારથી અંતક્રિયા કહેવાય છે. આ અંતક્રિયા ક્ષાયિકજ્ઞાન છતે જ કેવલીઓને થાય છે. તથા દેવલોકને વિષે, પરંતુ જ્યોતિશ્ચક્રમાં નહિ. દેવોના આવાસ વિશેષ વિમાનો, અથવા ઋત્પા-સૌધર્માદિ બાર દેવલોક અને વિમાનાનિ દેવલોકના ઉપર રહેલા સૈવેયક વગેરે તે કલ્પવિમાનો, તેઓને વિષે ઉપપાત-જન્મ, જે આરાધના દ્વારા પ્રાપ્ત થાય તે કલ્પવિમાનોપપત્તિકા. જ્ઞાનાદિ આરાધના શ્રુતકેવલી વગેરેને હોય છે. આવા પ્રકારના ફળવાળી આરાધના અનંતરફલરૂપ દ્વાર વડે કહી, પરંપરાએ તો ભવાંતક્રિયાને અનુસરનારી જ છે. જ્ઞાનાદિની આરાધના હમણા જ કહી, તે આરાધનાના ફળભૂત તીર્થકરો છે, અથવા તીર્થકરોએ તે આરાધના સમ્યક્ પ્રકારે કરેલી-આરાધેલી છે અથવા બીજાઓને ઉપદેશેલી છે તે કારણથી બે સ્થાનકના સંબંધ વડે તીર્થકરોને કહે છે–રો તિસ્થયર' ત્યા ચાર સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે કે-પ૫-રાતા કમલની માફક સુંદર વર્ણવાળા રાતા, તથા ચંદ્રની માફક ઉજ્વલ વર્ણવાળા વગેરે છે. આ સંબંધને લગતી ગાથા નીચે પ્રમાણે છે – पउमाभ वासुपुज्जा, रत्ता ससिपुप्फदंत ससिगोरा । सुव्वय नेमी काला, पासो मल्ली पियंगाभा ॥१७२।।
[માવનિ રૂ૭૬] પદ્મપ્રભ અને વાસુપૂજ્ય જાસુસના ફૂલની માફક રાતા છે, ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિનાથ) ચંદ્રની જેમ શ્વેત છે, મુનિસુવ્રત અને નેમિનાથ ઇદ્રનીલમણિના જેવા શ્યામ છે, મલ્લિનાથ અને પાર્શ્વનાથ પ્રિયંગુ વૃક્ષની જેમ નીલા છે. (૧૭૨) /૧૦૬-૧૦૮||
તીર્થકરોનું સ્વરૂપ હમણાં જ કહ્યું. તીર્થને કરનાર હોવાથી તેઓ તીર્થકરો કહેવાય છે. તીર્થ એટલે પ્રવચન, આ કારણથી પ્રવચન (સિદ્ધાંત)ના એક વિભાગરૂપ પૂર્વવિશેષને બે સ્થાનકમાં અવતરણ કરવા માટે કહે છે કેसच्चप्पवायपुव्वस्स णं दुवे वत्थू पन्नत्ता ।। सू० १०९।। पुव्वाभद्दवयाणक्खत्ते दुतारे पन्नत्ते। उत्तराभद्दवयाणक्खत्ते दुतारे पन्नत्ते। एवं पुव्व फग्गुणी उत्तरा फग्गुणी
अंतो णं मणुस्सखेत्तस्स दो समुद्दा पन्नत्ता, तंजहा-लवणे चेव कालोदे चेव ।। सू० १११।। दो चक्कवट्टी अपरिचत्तकामभोगा कालमासे कालं किच्चा अहेसत्तमाए पुढवीए अप्पतिवाणे णरए नेरइतत्ताए उववन्ना, तंजहा-सुभूमे चेव बंभदत्ते चेव ।। सू० ११२।। । (મૂ૦) સત્યપ્રવાદ નામના છઠ્ઠા પૂર્વની બે વસ્તુ (એટલે અધ્યયન વગેરેની જેમ વિભાગ) કહેલ છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રના
બે તારા કહેલા છે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બે તારા કહેલા છે. એવી જ રીતે પૂર્વાફાલ્યુની તથા ઉત્તરાફાલ્યુની નક્ષત્રના પણ બબ્બે તારા કહેલા છે. પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રના મધ્યમાં બે સમુદ્ર કહેલા છે, તે આ પ્રમાણે—લવણ અને કાલોદધિ સમુદ્ર. બે ચક્રવર્તી કામભાગને છોડ્યા સિવાય, આયુ પૂર્ણ કરીને મૃત્યુ પામી નીચે સાતમી પૃથિવીમાં (નરકમાં) અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકપણાએ ઉત્પન્ન થયા છે, તે આ પ્રમાણે–
156