________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ४ प्रशस्ताप्रशस्तानि मरणानि १०२ सूत्रम् संजमजोगविसन्ना, मरंति जे तं वलयमरणं तु । इंदियविसयवसगया, मरंति जे तं वसट्टं तु ॥१३५॥
[उत्तरा०नि० २१६ इति]
સંયમના વ્યાપારો (પ્રવૃત્તિઓ)માં ખિન્ન થયેલા-ખેદ પામેલાઓ જે મરણ કરે છે તે વલયમરણ અને ઇંદ્રિયને વશ થયેલાઓ જે મરણ કરે છે તે વશાર્ત્તમરણ (૧૩૫) (૧), અને એવી રીતે 'ળિયાને' ત્યાદ્રિ 'વ' મિતિ તો મારૂં સમોગમિત્યાર્િ॰ અભિલાપ પછીના સૂત્રોને વિષે પણ સૂચન ક૨વા માટે છે. ઋદ્ધિ અને ભોગ વગેરેની જે પ્રાર્થના તે નિદાન, અને નિદાન (નિયાણ) પૂર્વક જે મરણ તે નિદાનમરણ, જે ભવમાં જીવ વર્તે છે તે ભવને યોગ્ય જ આયુષ્ય બાંધીને મરનારનું જે મરણ તે તદ્ભવમરણ કહેવાય છે. તદ્ભવમરણ, સંખ્યાત (વર્ષના) આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચોને હોય છે. તેઓને જ તદ્ભવના આયુષ્યનો બંધ થાય છે. કહ્યું છે કે—
मोत्तुं अकम्मभूमगनर- तिरिए सुरगणे य णेरइए । सेसाणं जीवाणं, तब्भवमरणं तु केसिंचि ॥ १३६ ॥ । [ उत्तरा०नि० २२०] અકર્મભૂમિક મનુષ્ય, તિર્યંચો અને દેવનો સમુદાય અને નૈરિયકોને મૂકીને બાકીના કેટલાએક જીવોને જ તદ્ભવમરણ હોય છે. (૧૩૬)
'સત્યોવાડખે' ત્તિ જે (મરણ)માં કિા આદિ શસ્ત્ર વડે પોતાના શરીરનું વિદારણ થાય છે તે શસ્ત્રાવપાટન મરણ કહેવાય છે. 'વ્હારને પુને' કૃતિ શીલભંગની રક્ષા વગેરે કારણ છતે, પાઠાંતરે જારખેન—કારણ વડે બે મરણ ભગવાને નિષેધ કરેલ નથી, તે આ—વૃક્ષની શાખામાં ઊંચે બંધાવાથી વિહાયસિ—આકાશમાં થયેલું જે મરણ તે વૈહાયસ મરણ. (પ્રાકૃત શૈલીથી તો ‘વહાણસ’ કહેલું છે.) જે (મરણ)માં ગીધો વડે સ્પર્શાવું તે ગૃસ્પષ્ટ મરણ અથવા ગીધોને ખાવા યોગ્ય જે પીઠ અને ઉપલક્ષણથી હાથી, ઊંટ વગેરેના પેટ વિગેરે અવયવમાં પેસીને મરવાની ઇચ્છાવાળા મહાસત્ત્વવાન્ જીવનું જે મરણ તે ગૃધૃસ્પષ્ટ મરણ કહેવાય છે, અહિં ગાથા—
गद्धादिभक्खणं, गद्धपट्ठमुब्बंधणादि वेहासं । एते दोन्निऽवि मरणा, कारण्जाएं अणुन्नाया ।।१३७॥ [ उत्तरा०नि० २२३ ति] ગૃદ્ધાદિની પાસે શરીર ખવડાવવું તે વૃદ્ધસ્પર્શમરણ અને વૃક્ષશાખાદિમાં બંધાઈને મરવું તે વૈહાનસમરણ આ બન્ને મરણ કારણની ઉપસ્થિતિમાં અનુજ્ઞાત છે. (૧૩૭)
અપ્રશસ્તમરણ પછી તે પ્રશસ્ત મરણ ભવ્ય જીવોને થાય છે, તે કહે છે 'વો મરળારૂં' ફત્યાદ્િ॰ પાપ એટલે વૃક્ષ. તે છેદાઇને જેમ પડે તેમ ઉપગમન—અત્યંત ચેષ્ટા રહિતપણે જે (મરણ)માં રહેવું તે પાદપોપગમન, ભક્ત-ભોજનનું જ પાદપોપગમનની જેમ પ્રત્યાખ્યાન–વર્જવું જેમાં છે તે ભક્તપ્રત્યાખ્યાન, પરંતુ પાદપોપગમનની જેમ ચેષ્ટાનું વર્જવું નથી. 'ખીહારિમ' તિ॰ જે વસતિ (જગ્યા)ના એક વિભાગમાં (અનશન) કરાય છે તે સ્થાનથી શરીરનું નિર્હરણ-બાહે૨ કાઢવાથી (સંસ્કા૨ ક૨વામાં આવે છે તેથી) તે નિર્હરિમ મરણ કહેવાય છે. વળી જે પર્વતની મોટી ગુફા વગેરેને વિષે (અનશન) કરવામાં આવે છે તે અનિર્દારિમ અર્થાત્ તેને ત્યાંથી બાહેર કાઢવામાં કે સંસ્કાર કરવામાં આવતું નથી. 'યિમ'તિ॰ અહિં વિભક્તિના બદલવાથી અર્થાત્ પંચમી વિભક્તિનો અર્થ કરવાથી એટલે નિયમથી અપ્રતિકર્મ-શરીરની પ્રતિક્રિયા રહિત પાદપોપગમન અનશન કહેવાય છે. કહ્યું છે કે—
सीहाइसु अभिभूओ, पायवगमणं करेइ थिरचित्तो । आउम्मि पहुप्पंते, वियाणिउं नवर गीयत्थो || १३८ ।।
[પ≠વસ્તુ ૬૨૦ fi]
સિંહાદિ વડે પરાભવ પામેલ, સ્થિર ચિત્તવાળો થયો થકો, વળી ઘણું કે થોડું જે આયુષ્ય તેના અંતને જાણીને ગીતાર્થ સાધુ પાદપોપગમન્ત અનરાન કરે છે. (૧૭૮)
સાધુને આ પાદપોપગમન વ્યાઘાતવાળું કહેવાય છે, વ્યાઘાત રહિત તો સૂત્ર અને અર્થ જાણનાર, ઉત્સર્ગથી બાર વર્ષ
148