________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ४ जीवस्य धर्मप्राप्तिः ९८, अद्धास्वरूपम् ९९ सूत्रम्
અપેક્ષાએ દેશથી ઔદારિકાદિ શરીરને છોડીને અને તેજસ કાર્પણ શરીરને તો ગ્રહણ કરીને જ, તથા સર્વથી બધા (પાંચ) શરીરના સમુદાયને છોડીને નીકળે છે અર્થાત્ સિદ્ધ થાય છે. ૯૭ી
અનંતર સૂત્રમાં સર્વથી નીકળવું કહ્યું, તે તો પરંપરા વડે ધર્મશ્રવણના લાભ વગેરેમાં થાય છે. તે જેમ થાય છે તેમ દર્શાવતા થકા કહે છે– दोहिं ठाणेहि आता केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणताते, तंजहा-खतेण चेव उवसमेण चेव, एवं जाव मणपज्जवनाणं उप्पाडेज्जा, तंजहा-खतेण चेव उवसमेण चेव ।। सू० ९८ ।। (મૂ9) બે સ્થાન (પ્રકાર) વડે આત્મા કેવલીપ્રરૂપિત ધર્મને શ્રવણપણાએ પ્રાપ્ત કરે અર્થાત્ ધર્મ સાંભળવાના લાભને પામે, તે
આ પ્રમાણે—જ્ઞાનાવરણ ને દર્શનમોહનીય કર્મના ક્ષયથી અને ઉપશમથી (ક્ષયોપશમથી), એવી રીતે યાવતું
મન:પર્યવજ્ઞાનને ઉત્પન્ન કરે. તે આ—ક્ષયથી અને ઉપશમથી (ક્ષયોપશમથી). ll૯૮l () 'રોટી'ત્યાર સુગમ છે. વિશેષ એ કે 'વણજી વેવ'ત્તિ જ્ઞાનાવરણીયના અને દર્શનમોહનીય કર્મના ઉદયમાં પ્રાપ્ત થયેલ (દલિક)ને ક્ષય-નિર્જરા કરવાથી અને ઉદયમાં નહિં પ્રાપ્ત થયેલને ઉપશમ કરવાથી–વિપાકનો અનુભવ ન કરવાથી અર્થાત્ ક્ષયોપશમથી એમ કહેલું થાય છે. યાવતુ શબ્દથી છેવત્તે વોહિં વૃત્તેજ્ઞા મુંડે મલિત્તા મ+I/Rામો સરિયું वएज्जा केवलं बंभचेरवासमावसेज्जा, केवलेणं संजमेणं संजमिज्जा, केवलेणं संवरेणं संवरेज्जा, केवलं
મળવોદિયનાળમુખાનગી—ઇત્યાદિ જાણવું. કેવલ બોધિને પ્રાપ્ત કરે, મુંડિત થઈને ગૃહવાસથી અનગારપણાને સ્વીકારે (પ્રવ્રજે), કેવલ બ્રહ્મચર્યવાસમાં વસે, કેવલ સંયમમાં યત્ન કરે, કેવલ સંવર વડે સંવૃત થાય, કેવલ મતિજ્ઞાનને ઉત્પન્ન કરે એવી રીતે યાવતું મન:પર્યવજ્ઞાનને ઉત્પન્ન કરે. કેવલજ્ઞાન તો કર્મના ક્ષયથી જ થાય છે માટે કહ્યું નથી. અહિં જો કે બોધિ વગેરે સમ્યક્ત અને ચારિત્રરૂપ હોવાથી માત્ર ક્ષયથી અને ઉપશમથી (પણ) થાય છે, તો પણ એ (સમ્યક્ત અને ચારિત્ર) : ક્ષયોપશમથી પણ થાય છે. શ્રવણ અને આભિનિબોધિકાદિ તો ક્ષયોપશમથી જ થાય છે. આ હેતથી સર્વસાધારણ ક્ષયોપશમ બે (ક્ષાયક અને ઉપશમ) પદ વડે કહેલ છે. le૮.
બોધિ, આભિનિબોધિક (મતિ) શ્રુત અને અવધિજ્ઞાન તો છાસઠ સાગરોપમ સ્થિતિ સુધી ઉત્કર્ષથી હોય છે. સાગરોપમાં તો પલ્યોપમના આશ્રયવાળા હોય છે. આ કારણથી તે બેની પ્રરૂપણા કરે છે– दुविहे अद्धोवमिए पन्नत्ते, तंजहा-पलिओवमे चेव सागरोपमे चेव, से किं तं पलिओवमे? पलिओवमे जं जोयणविच्छिन्नं, पल्लं एगाहियप्परूढाणं होज्ज निरंतरणिचितं, भरितं वालग्गकोडीणं ।।१।। वाससए वाससए, एक्कक्के अवहडंमि जो कालो । सो कालो बोद्धव्वो, उवमा एगस्स पल्लस्स ।।२।। एएसिं पल्लाणं, कोडाकोडी हवेज्ज दसगुणिता । तं सागरोवमस्स उ, एगस्स भवे परीमाणं ।।३।।।।सू० ९९ ।। (મૂળ) બે પ્રકારે અદ્ધોપમિક (ઉપમાવાળો કાળ) કહેલ છે, તે આ પ્રમાણે–પલ્યોપમ અને સાગરોપમ. તે પલ્યોપમ શું છે?
તે કહે છે–પલ્યોપમ-જે યોજન (ચાર ગાઉ)નો લાંબો, પહોળો અને ઊંડો કુઓ-પત્ય હોય, તેને એક દિવસથી સાત દિવસના ઊગેલા કોટિ (અસંખ્ય) વાલાઝો વડે ઠાંસી ઠાંસીને ભરવો. તે વાલાઝમાંથી સો સો વર્ષે એક એક વાલીગ્રને કાઢવાથી જેટલે કાળે તે પલ્ય ખાલી થાય તેટલો કાળનો એક પલ્યોપમ કાળ જાણવો. એ એક પલ્યોપમને દશ
કોડાકોડીગુણા કરવાથી એક સાગરોપમના કાળનું પ્રમાણ થાય છે. ll૯૯ll (ટી.) ઉપમા વડે થયેલું તે ઔપમિક, અદ્ધા-કાળના વિષયની ઉપમાવાળું તે અદ્ધપમિક, ઉપમાન સિવાય જે કાળના પ્રમાણને અતિશય જ્ઞાન વગરના જીવો વડે ગ્રહણ ન કરી શકાય તે અદ્ધોપમિક જાણવું. તે બે પ્રકારે છે–પલ્યોપમ અને સાગરોપમ. પલ્યની ઉપમા જેને વિષે છે તે પલ્યોપમ તથા સાગરની ઉપમા જેને વિષે છે તે સાગરોપમ. સાગરની જેમ મોટા પરિમાણવાળું એ અર્થ સમજવો. પલ્યોપમ અને સાગરોપમરૂપ ઔપમિક સામાન્યથી (૧) ઉદ્ધાર, (૨) અદ્ધા અને (૩)
142