________________
२ स्थानकाध्ययने उद्देशः ३ इंद्रस्य वर्णनम् ९४ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ महासुक्क-सहस्सारेसु णं कप्पेसु विमाणा दुवण्णा पन्नत्ता, तंजहा-हालिद्दा चेव सुक्किला चेव। गेविज्जगाणं देवा णं दो रयणीओ उड्डमुच्चत्तेणं पन्नत्ता ।। सू० ९४।।
હિતીસ્થાને તૃતીયોદ્દેશવ ના ૨-૩ | (મૂળ) બે અસુરકુમાર દેવોના ઈદ્રો કહેલા છે, તેના નામ–ચમરેદ્ર અને બલીન્દ્ર (૧), બે નાગકુમાર દેવોના ઇદ્રો કહેલ છે,
તેના નામ–ધરણંદ્ર અને ભૂતાનંદ્ર (૨), બે સુપર્ણકુમાર દેવોના ઈદ્રો કહેલ છે, તે આ પ્રમાણે–વેણુદેવેંદ્ર અને વેણદારીંદ્ર (૩), બે વિદ્યુતકુમાર દેવોના ઈદ્રો કહેલ છે, તે આ પ્રમાણે–હરીંદ્ર અને હરિસ્સહેંદ્ર (૪), બે અગ્નિકુમાર દેવોના ઈંદ્રો કહેલ છે, તે આ પ્રમાણે–અગ્નિશિખ અને અગ્રિમાણ (૫), બે દ્વીપકુમારદેવોના ઇદ્રો કહેલ છે, તે આ પ્રમાણે–પૂર્ણ અને વિશિષ્ટ (૬), બે ઉદધિકુમાર દેવોના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણેજળકાન્ત અને જળપ્રભા (૭), બે દિકકુમાર દેવોના ઇદ્રો કહેલ છે, તે આ પ્રમાણે–અમિતગતિ અને અમિતવાહન (૮), બે વાયુકુમાર દેવોનાં ઈદ્રો કહેલ છે, તે આ પ્રમાણે–વેલંબ અને પ્રભંજન (૯), બે સ્વનિત(મેઘ)કુમાર દેવોના ઈદ્રો કહેલ છે, તે આ પ્રમાણેઘોષ અને મહાઘોષ (૧૦): ઉપરોક્ત દશ ભુવનપતિ દેવોના ક્રમશઃ દક્ષિણ અને ઉત્તર દિશાઓના મળી વીશ ઈદ્રો છે. બે પિશાચના ઈદ્રો કહેલા છે, તેના નામ-કાલ અને મહાકાલ (૧), બે ભૂતોના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—સુરૂપ અને પ્રતિરૂપ (૨), બે યક્ષોના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે–પૂર્ણભદ્ર અને માણિભદ્ર (૩), બે રાક્ષસોના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે–ભીમ અને મહાભીમ (૪), બે કિન્નરોના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે–કિન્નર અને દ્વિપુરુષ (૫), બે કિંપુરુષોના ઈદ્રો કહેલ છે, તેના નામ–સન્દુરુષ અને મહાપુરુષ (૬), બે મહોરગોના ઈદ્રો કહેલા છે, તેના નામ–અતિકાય અને મહાકાય (૭), બે ગંધર્વોના ઈદ્રો કહેલ છે, તે આ પ્રમાણે-ગીતરતિ અને ગીતયશા (૮). (આઠ આઠ વ્યતરજાતિના ક્રમશઃ દક્ષિણ અને ઉત્તરના ઈદ્રો છે)[૨]. બે અણપત્રી દેવોના ઈદ્રો કહેલ છે, તે આ પ્રમાણે—સન્નિહિત અને સામાજિક (૯), બે પણપત્રી દેવીના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—ધાતા અને વિધાતા (૧૦), બે ઋદ્ધિવાદી દેવોના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—ઋષિ અને ઋષિપાલિત (૧૧), બે ભૂતવાદી દેવોના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—ઈશ્વર અને મહેશ્વર (૧૨), બે કંદી દેવોના દ્રો કહેલા છે, તે આ પ્રમાણે–સુવત્સ અને વિશાળ (૧૩), બે મહાકંદી દેવોના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—હાસ્ય અને હાસ્યરતિ (૧૪), બે કુંભડ (કોહંડ) દેવોના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—શ્વેત અને મહાશ્વેત (૧૫), બે પતંગદેવોના ઇદ્રો કહેલા છે, તે આ પ્રમાણે–પતંગ અને પતંગપતિ (૧૬), બે જ્યોતિષ્ક દેવોના ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે-ચંદ્ર અને સૂર્ય [૩]. સૌધર્મ અને ઈશાન દેવલોકને વિષે બે ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે–શકેંદ્ર અને ઈશાનેદ્ર, એમ જ સનત્કુમાર અને માહેંદ્ર દેવલોકને વિષે બે ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—સનકુમારેંદ્ર અને માહેંદ્ર, બ્રહ્મલોક અને લાંતક દેવલોકને વિષે બે ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે-બ્રાઁદ્ર અને લાંતકેંદ્ર, મહાશુક્ર અને સહસાર દેવલોકને વિષે બે ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—મહાશકેંદ્ર અને સહસ્ત્રારેંદ્ર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવલોકને વિષે બે ઈદ્રો કહેલા છે, તે આ પ્રમાણે–પ્રાણતંદ્ર અને અમ્યુરેંદ્ર. મહાશુક્ર અને સહસાર દેવલોકને વિષે વિમાનો બે વર્ણવાળા કહેલા છે, તે આ પ્રમાણે–પીળા અને ધોળા (શુક્લ), રૈવેયક નિવ]ના દેવો ઊંચપણે બે
હાથની અવગાહનાવાળા કહેલા છે [૪]. I૯૪ો. (ટી) અસુરકુમાર વગેરે દશ ભવનપતિ નિકાયોના, મેરુપર્વતની અપેક્ષાએ દક્ષિણ અને ઉત્તર બે દિશાઓના આશ્રિતપણાએ 1. આ આઠ વ્યંતરદેવો રત્નપ્રભાના હજાર યોજનના તલામાં નીચે ઉપર સો-સો યોજન છોડીને શેષ આઠસો યોજનમાં રહે છે. 2. અણપત્રી વગેરે આઠ વાણવ્યંતરદેવો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના સ યોજનમાં નીચે ઉપર દશ-દશ યોજન છોડીને શેષ એંસી યોજનમાં રહે છે.
133