________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः ३ इंद्रस्य वर्णनम् ९४ सूत्रम् બે પ્રકાર હોવાથી વીશ ઇદ્રો કહેલ છે. તેમાં ચમરેંદ્ર દક્ષિણ દિશાનો અને બલીંદ્ર ઉત્તર દિશાનો અધિપતિ છે, એવી રીતે સર્વત્ર જાણવું (૧), એમ જ આઠ જાતિના વ્યંતરનિકાયના દ્વિગણપણાથી સોળ ઈદ્રો છે (૨). તથા અણપત્રી વગેરે આઠ વ્યંતર વિશેષ પિટા ભેદ] નિકાયના બમણાપણાથી સોળ ઇદ્રો છે. જ્યોતિષ્ઠોમાં તો અસંખ્યાત્ ચંદ્ર અને સૂર્ય હોવા છતાં પણ જાતિ માત્રનો આશ્રય કરવાથી ચંદ્ર અને સૂર્ય નામના બે જ ઇદ્રો કહેલા છે (૩). સૌધર્માદિ દેવલોકના તો દશ ઇદ્રો છે એવી રીતે સર્વ મળીને ચોસઠ ઈદ્રો થાય છે. દેવોના અધિકારથી તેના વસવાના સ્થાનભૂત વિમાનની વક્તવ્યતા કહે છે–“મહાસુ ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે–હારિદ્ર એટલે પીળા. આ સૌધર્માદિ દેવલોકના વિમાનોના વર્ણોના વિષયનો ક્રમ આ પ્રમાણે છે—સૌધર્મ અને ઈશાન દેવલોકના વિમાનો પાંચ વર્ણવાળા છે. ત્રીજા અને ચોથા દેવલોકના વિમાનો કૃષ્ણ વર્ણ સિવાય શેષ ચાર વર્ણવાળા છે. પાંચમા અને છઠ્ઠા દેવલોકના વિમાનો કૃષ્ણ અને નીલ વર્ણ સિવાય શેષ ત્રણ વર્ણવાળા છે. સાતમા અને આઠમા દેવલોકના વિમાનો પીળા અને ધોળા એ બે વર્ણવાળા છે. તેની ઉપરના વિમાનો એક શ્વેત વર્ણવાળા છે. કહ્યું છે કેसोहम्मे पंचवन्ना, एक्कगहाणी उ जा सहस्सारो । दो दो तुल्ला कप्पा, तेण परं पुंडरीयाइं ॥११८।। [बृहत्सं० १३२ इति]
સૌધર્મ, ઈશાન દેવલોકના વિમાનો પાંચ વર્ણવાળા, પછી બે બે વિમાનમાં એક એક વર્ષની હાનિ કરવી. સહસાર દેવલોક સુધી, તેના ઉપરના શ્વેતવર્ણવાળા છે. (૧૧૮)
દેવોના અધિકારથી જ બે સ્થાનકમાં આવેલી અવગાહના કહે છે—'નેવેન્ગ'IT' મિત્કારિ આની પૂર્વની માફક વ્યાખ્યા કરવી. I૯૪
I ઠાણાંગસૂત્રના બીજા સ્થાનકના ત્રીજા ઉદ્દેશાની ટીકાનો અનુવાદ સમાન II
સ્વાધ્યાયના વિષયમાં અન્ય દાર્શનિકોનું મંતવ્ય પ. જવાહરલાલ નહેરુએ વિશ્વ વિદ્યાલયને માનવવાદ, તર્ક સહિષ્ણુતા અને પ્રયત્નોની ખોજ કહીને એને માનવ જાતિના ઉચ્ચતર ઉદેશોની પૂર્તિનું માધ્યમ કહ્યું છે. રવીન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષાલય સંપૂર્ણ સામાજિક જીવનની સાથે એક્ય સ્થાપિત ન કરીને સમાજ ઉપર નાંખવામાં આવે ત્યાં શુષ્ક અને જડ બની જાય છે. કેમકે આપણું બધું જ જ્ઞાન કઠિન અને સાર વગરનું હોઈને સમય આવવા પર એનો ઉપયોગ અને પ્રયોગને કારગત નથી કરતું. એમણે શિક્ષાલયોને સામાજિક જીવનના કેન્દ્ર ગણ્યા છે. મહાત્મા ગાંધીએ શિક્ષાને “મૌન સામાજિક ક્રાંતિ બતાવતાં એને માનવ જીવનની પૂર્ણતાનો આયામ” કહ્યો છે. સ્વામી વિવેકાનંદે શિક્ષાને શક્તિનો વિકાસ કહીને મનુષ્યમાં અન્તનિહિત પૂર્ણતાની અભિવ્યક્તિ બતાવી છે. શ્રી અરવિંદે આત્મબોધની સાથે શિક્ષાનું ધ્યેય વ્યક્તિના આત્મિક વિકાસ સત્તાના અન્ય ભાગો પર આત્માનો વિજય ગણ્યો છે. (લ્યાણમલ લોઢા, રાજસ્થાન પત્રિકા, ૧/૨/૧૯૮૯) • સન ૧૯૦૦માં લૉર્ડ કર્જનનું કલકત્તા વિશ્વવિદ્યાલયના સમાવર્તન સમારોહમાં કહેવું છે કે જે શિક્ષાનો ઉદ્દેશ્ય
શિક્ષાર્થીને ઉચ્ચ માનવીય મૂલ્યો અને બૌદ્ધિકતાની પૂર્ણતાથી આદર્શ માનવના રૂપમાં પ્રસ્તુત કરવાનો છે તે ન થવાથી આપણી શિક્ષા પ્રણાલી (મેકોલેની) નિતાન્ત અસફળ છે. (રાજસ્થાન પત્રિકા, ૧/૨/૧૯૮૯)
134.