________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ३ जम्बूद्वीपादेः वेदिकादेः वर्णनम् ९१-९२-९३ सूत्राणि નામ છે તેનું ગ્રંથાંતરમાં વેગવતી એવું નામ દેખાય છે. તેમ ક્ષારોદ એવું અહિં નામ છે તેનું શીરોદ (નદી) એવું નામ બીજે સ્થળે છે. વળી આ સૂત્રમાં સિંહશ્રોતા નામ છે તેનું અન્યત્ર સીતશ્રોતા એવું નામ કહેલ છે. ફેનમાલિની અને ગંભીરમાલિની આ બન્ને નામોનું અહિં ઊલટી રીતે કથન દેખાય છે. માલ્યવત્ નામના ગજવંત પર્વત અને ભદ્રશાલ વનથી આરંભીને કચ્છ વગેરે બત્રીશ વિજય ક્ષેત્રો બળે પ્રદક્ષિણાથી જાણી લેવા (૫).
તથા કચ્છાદિ વિજયને વિષે ક્રમથી ક્ષેમાદિ નગરીઓના બત્રીશ યુગલો (બે બે) જાણી લેવા (૬). મેરુના ભદ્રશાલાદિ ચાર વનો છે– भूमीए भद्दसालं, मेहलजुयलंमि दोन्नि रम्माइं । नंदणसोमणसाइं, पंडगपरिमंडियं सिहरं ॥१०४।।
વૃિદક્ષેત્ર ૧/૩૬ ]િ ભદ્રશાલ વન મેરુપર્વતની તળેટી-ભૂમિમાં છે. નંદન અને સૌમનસ એ બે રમવનો મેરુપર્વતની બે મેખલાએ ક્રમશઃ છે. પાંડુકવન શિખરથી શોભિત છે અર્થાત્ સર્વથી ઉપર છે. (૧૦૪)
ઉપરોક્ત શાસ્ત્રના વચનથી મેરુપર્વતના વિભાગથી વનોના વિભાગ છે. મેરુપર્વતના પાંડુકવનની મધ્યમાં ચૂલિકા ઉપર ક્રમથી પૂર્વાદિ ચાર દિશાઓને વિષે ચાર શિલાઓ છે. અહિં તે સંબંધી બે ગાથા કહે છે–
पंडगवणंमि चउरो, सिलाउ चउसुवि दिसासु चूलाए । चउजोयणउस्सियाओ, सव्वज्जुणकंचणमयाओ ॥१०५।। पंचसयायामाओ, मज्झे दीहत्तणऽद्धरुंदाओ । चंदद्धसंठियाओ, 'कुमुओयर-हारगोराओ ।।१०६।।
વૃિદક્ષેત્ર ૧/૩૫-૧૬] પાંડુકવનમાં ચારે દિશામાં પણ ચૂલિકા ઉપર ચારે શિલાઓ છે, તે ચાર યોજન ઊંચી, શ્વેત સુવર્ણવાળી, પાંચસો યોજન લાંબી અને મધ્યમાં દીર્ઘપણા (જાડાઈ)થી અઢીસો યોજન પહોળી, અર્ધચંદ્રના આકારે રહેલી અને કુમુદ (શ્વેત કમળ)ના ગર્ભમાં રહેલ મોતીના હાર સમાન ગૌર (સ્વચ્છ) વર્ણવાળી ચારે શિલાઓ છે. (૧૦૫-૧૦૬)
મેરુના ઉપર ચૂલિકા એટલે શિખર વિશેષ. તેનું સ્વરૂપ આ પ્રમાણે– मेरुस्स उवरि चूला, जिणभवणविहूसिया देवी सुच्चा (४०)। बारस अट्ठ य चउरो, मूले मझुवरि रुंदा य ।।१०७।।
વૃિદ્ધત્સં]. મેરુપર્વતની ઉપર જિનભવનોથી વિભૂષિત, ચાલીશ યોજન ઊંચી તથા મૂલમાં બાર યોજન પહોળી, મધ્યમાં આઠ યોજન પહોળી અને ઉપર ચાર યોજન વિસ્તારવાળી ચૂલિકા છે. (૧૦૭)
વેદિકા સૂત્ર જંબૂદીપની માફક સમજવું. ધાતકીખંડ પછી કાલોદ સમુદ્ર હોય છે માટે તેની વક્તવ્યતા કહે છે– 'વાનો?” ત્યાર સુગમ છે. કાલોદ સમુદ્ર પછી અંતર રહિતપણાથી પુષ્કરવર હીપના પૂર્વાદ્ધ, પશ્ચિમ અને તદુભય પ્રકરણોને કહે છે–પુવારે’ ત્યારે ત્રણ સૂત્રો પણ અતિદેશપ્રધાનવાળા છે. અતિદેશથી મળેલો અર્થ સુગમ જ છે. વિશેષ એ કે–પૂર્વાદ્ધતા અને અપરાદ્ધતા ધાતકીખંડની માફક બે ઈષકારપર્વતોથી થયેલી જાણી લેવી. ભરતક્ષેત્ર વગેરેની લંબાઈ વગેરેની સમાનતા આ પ્રમાણે વિચારવી
इगुयालीस सहस्सा, पंचेव सया हवंति उणसीया।
તેવત્તરમંતર, અવિવર્ષનો પવારે ૦૮. વૃિદક્ષેત્ર ૧/[૪૧૭૧ /+]. 1. भूमौ भद्रशालवनम्, तथा मेखलायुगले द्वे रम्ये नंदन-सौमनसाख्ये वने, इदं किमुक्तं भवति? प्रथममेखलायां नन्दनवनम, द्वितीयस्यां मेखलायां सौमनसमिति । शिखरं पण्डकवनमण्डितमिति शिखरे चतुर्थ चूलिकायाः समन्ततः परिक्षेपि पण्डकवनम् ॥ इति
बृहत्क्षेत्रसमासटीकायां मलयगिरिविरचितायाम्।। श्री जंबुविजयजी सं. स्थानांगे पत्रांक १५२ 2. પ્રત્યંતરમાં સુખો , યુસુમોવ. પાઠ છે.
130 .