________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ શેષવિધિને કહે છે.
ગા.૧૯ ગોચરાગ્રમાં પ્રવેશેલો સાધુ (ગોચરી માટે જતો સાધુ) સ્થંડિલ-માત્રુ અટકાવે નહિ. અચિત્ત અવકાશ જાણી રજા લઈ વોસિરાવે.
-X
न
'गोयरग्ग 'त्ति सूत्रं, गोचराग्रप्रविष्टस्तु वर्चो मूत्रं वा न धारयेत्, अवकाशं प्रासुकं ज्ञात्वाऽनुज्ञाप्य व्युत्सृजेदिति । अस्य विषयो वृद्धसंप्रदायादवसेयः, स चायम् - पुव्वमेव न साहुणा सन्नाकाइ ओवयोगं काऊण गोअरे पविसिअव्वं, कहिंवि ण कओ कए वा पुणो होज्जा ताहे वच्चमुत्तं ण धारेअव्वं, जओ मुत्तनिरोहे चक्खुवघाओ भवति, वच्चनिरोहे मो जीविओवघाओ, असोहणा अ आयविराहणा, जओ भणिअं - 'सव्वत्थ संजम 'मित्यादि, S अओ संघाडयस्स सयभायणाणि समप्पिअ पडिस्सए पाणयं गहाय सन्नाभूमीए विहिणा वोसिरिज्जा । बित्थरओ जहा ओहणिज्जुत्तीए । इति सूत्रार्थः ॥१९॥
અધ્ય. ૫ સૂત્ર-૧૯
ટીકાર્થ : ગોચરાંગ્રમાં પ્રવેશેલો સાધુ થંડિલ-માત્રુ ધારી ન રાખે. નિર્દોષ જગ્યા જાણી રજા લઈ વોસિરાવે. (ખ્યાલ રાખવો કે શાસ્ત્રમાં વ્યુતૃપ્તેત્ શબ્દ સીધા જ સ્થંડિલ 7 # માત્રુ જવા માટે વપરાય છે. જયારે છાપયેત્ શબ્દ પ્યાલામાં કરીને પરઠવવાની ક્રિયા છે અંગે વપરાય છે.)
આનો વિષય વૃદ્ધસંપ્રદાયથી જાણવો.
તે આ છે. ગોચરી જતા પહેલા જ સાધુએ સંજ્ઞા-કાયિકાના ઉપયોગને કરીને ગોચરીમાં પ્રવેશવું=જવું. (સંજ્ઞા= સ્થંડિલ, કાયિકા = માત્રુ. ઉપયોગ કરવો એટલે મને સંજ્ઞાદિની શંકા છે કે નહિં ? એ ધ્યાનમાં લેવું, શંકા હોય તો ટાળવી, સંજ્ઞા—કાયિકા કરી લેવા..)
न
शा
મા
યા
પણ કોઈપણ કારણસર ઉપયોગ કર્યો ન હોય, અથવા ઉપયોગ કર્યો હોય છતાં ગોચરી ગયા બાદ ફરી શંકા થાય, તો સ્થંડિલ માત્રુ અટકાવવા નહિ. કેમકે મૂત્રનો નિરોધ કરવામાં ચક્ષુનો ઉપઘાત થાય. વર્ચસ્=સંજ્ઞાનો નિરોધ કરવામાં જીવનનો ઉપઘાત થાય. આ આત્મવિરાધના સારી નથી. કેમકે ઓનિ.માં કહ્યું છે કે સર્વત્ર સંયમની રક્ષા કરવી. પણ સંયમ કરતા પણ આત્માની શરીરની રક્ષા કરવી.
–
૩૧
ન
E
य
**
એટલે આવે વખતે સંઘાટક સાધુને પોતાના પાત્રા આપી દઈ ઉપાશ્રયે જઈ પાણી * * લઈ સંજ્ઞાભૂમિમાં વિધિપૂર્વક સંજ્ઞા વોસિરાવવી.
આ વિષયમાં વિસ્તાર જે રીતે ઓ.નિ.માં આપેલો છે, તે રીતે સમજવો.