________________
Aહુલ દશવૈકાલિકસૂર ભાગ-૩
સહુ અધ્ય. ૫.૧ સૂત્ર -૮ ઉત્તર : પૃથ્વીરજની વિરાધના ન થાઓ. એ માટે આમ કરે. જ (આશય એ છે કે પગ ઉપર સચિત્ત માટી લાગી હોય અને જો આ પગ આ બધા [: ઢગલા પર પડે તો આ ઢગલા દ્વારા એ સચિત્ત માટીની વિરાધના થાય.) | ત્રેવીસ્વાયાવિયતનામાદ- "
न चरेज्ज वासे वासंते, महियाए वा पडंतिए । महावाए व वायंते, तिरिच्छसंपाइमेसु वा ॥८॥ અહીં જ અપકાયાદિની યતનાને કહે છે.
ગા.૮ વરસાદ વરસતો હોય, કે ધુમ્મસ પડતું હોય કે મોટો વાયુ વાતો હોય છે ? પતંગીયાદિ જીવો પડતા હોય ત્યારે સાધુ ન ચરે.
'न चरेज्जत्ति सूत्रं, न चरेद्वर्षे वर्षति, भिक्षार्थं प्रविष्टो वर्षणे तु प्रच्छन्ने तिष्ठेत्, तथा महिकायां वा पतन्त्यां, सा च प्रायो गर्भमासेषु पतति, महावाते वा वाति सति, - तदुत्खातरजोविराधनादोषात्, तिर्यसंपतन्तीति तिर्यक्संपाताः-पतङ गादयः तेषु वा । | सत्सु क्वचिदशनिरूपेण न चरेदिति सूत्रार्थः ॥८॥
ટીકાર્થ : જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે સાધુ ગોચરી માટે ન ચરે. (બહાર ન નિ જાય). જો ગોચરી માટે પ્રવેશી ચૂક્યો હોય (નીકળી જ ગયો હોય) અને પછી વરસાદ વિ. તે પડે તો પ્રચ્છન્ન = ઉપરથી ઢંકાયેલા સ્થાનમાં ઊભો રહે. તથા ધુમ્મસ પડતું હોય તો તે ન પણ ન ચરે. ધુમ્મસ પાયઃ ગર્ભમાસોમાં થાય છે. (મારવાડીતિથિ પ્રમાણે કા.વ.૧ થી | મહાસુદ પુનમ સુધી ચારમાસ ગર્ભમાસ ગણાય. બાકીના આઠ માસ પણ ધુમ્મસ સંભવે ખરું.પણ મુખ્યતયા તો આ ચાર માસમાં જ હોય...)
અથવા મોટો પવન વાતો હોય તો પણ સાધુ ન ચરે. કેમકે મહાવાતથી ઉડાડાયેલી * સચિત્તધુળની વિરાધનાનો દોષ લાગે.
જે તીર્થો પડે તે તિર્યક્રસંપાત કહેવાય. અર્થાતું માખી-મચ્છર-માસી વગેરે. તે કોઈક Fસ્થાનોમાં અશનિરૂપે હોય છે. અર્થાત્ છ પ્રકારની ઈતિ (ઉપદ્રવવિશેષ)માંની એક ઈતિ મન આ છે કે આ બધા જીવો પડે. તો જયારે આ અશનિરૂપે પડતા હોય ત્યારે સાધુ ગોચરી *| જ ન જાય. (છુટા છવાયા પડતા હોય તો એમાં યતના સંભવિત હોવાથી જવામાં વાંધો છે; એમ નથી.)