________________
* * *
F E ” F
शा
स
ना
य
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. “ સૂત્ર-૧૨-૧૩
तव काणं काणत्ति, पंडगं पंडगत्ति वा । वाहीअं वावि रोगित्ति, तेणं ચોરત્તિ નો વધુ oા
ગા.૧૨ તે જ પ્રમાણે કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી, ચોરને ચોર ન કહેવો.
‘તહેવ‘ત્તિ સૂત્રં, તથૈવેતિ પૂર્વવત્, ‘જાળ’ત્તિ મિન્નાક્ષ જાળ કૃતિ, તથા ‘પડાં’ नपुंसकं पण्डक इति वा, व्याधिमन्तं वापि रोगीति, स्तेनं चौर इति नो वदेत्, अप्रीतिलज्जानाशस्थिररोगबुद्धिविराधनादिदोषप्रसङ्गादित्ति गाथार्थः ॥ १२॥
ટીકાર્થ : તથૈવ એટલે પૂર્વની જેમ જ. એટલે કે જેમ પૂર્વે બીજાને પીડાકારી ભાષા ન બોલવાની વાત કરી, તે જ પ્રમાણે અહીં પણ સમજવું કે કોઈકની એક આંખ ભેદાઈ ગઈ હોય, કાણો થઈ ગયો હોય તો એને ‘કાણો’ કહેવો નહિ. એમ કોઈ નપુંસક હોય તો એને નપુંસક કહેવો નહિ. વ્યાધિવાળાને ‘રોગી’ કહેવો નહિ. ચોરને ચોર ન કહેવો. જો કાણાને કાણો કહો તો એને અપ્રીતિ થાય.
જો નપુંસકને નપુંસક કહો તો લજ્જાનાશ થાય. (નપુંસકતરીકે પ્રિસિદ્ધ થાય, જાહેર થાય એટલે પછી નિર્લજજ બને.)
જો રોગીને રોગી કહો તો સ્થિરોગની બુદ્ધિ થાય. (રોગી વિચારે કે “હું રોગી છું, બધા મને રોગી કહે છે. ખરેખર મારો રોગ નહિ મટે...” વગેરે.)
જો ચોરને ચોર કહો તો લોકોને એ ચોર હોવાની ખબર પડતા જ એને મારે... આમ એની વિરાધના થાય.
આમ આ બધા દોષોનો સંભવ હોવાથી આ પ્રમાણે ન બોલવું.
एएणन्त्रेण अद्वेणं, परो जेणुवहम्मइ । आयारभावदोसन्नू, न तं भासिज्ज પન્નવં ॥ ૧૩ II
ગા.૧૩ આ કે અન્ય જે અર્થવડે બીજો હણાય, આચારભાવદોષજ્ઞ પ્રજ્ઞાવાન તે ન
બોલે.
'एएण 'त्ति सूत्रं, एतेनान्येन वाऽर्थेनोक्तेन सता परो येनोपहन्यते, येन केनचित्प्रकारेण आचारभावदोषज्ञो यतिर्न तं भाषेत प्रज्ञावांस्तमर्थमिति सूत्रार्थः ॥ १३॥
૨૪૨
न
मा
S
त
स्मे
न
शा
स
ना
य
X X X