SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * છે આ હ દશવૈકાલિકસૂર ભાગ-૩ ની અદય. ૭ નિર્યુક્તિ-૨૦૩ ) (૪) નામસત્યઃ કોઈક પુરુષ કુલને વધારતો ન હોય છતાં એનું નામ કુલવર્ધન હોય, આ તો એને એ નામથી બોલાવાય છે. એમાં એ બોલનારને મૃષા ન લાગે. એ નામ સત્ય * ગણાય. એમ ધનને નહિ વધારતો પુરુષ પણ ધનવર્ધન એ પ્રમાણે કહેવાય છે. એમ જે " યક્ષ નથી, તે પણ યક્ષ એ પ્રમાણે કહેવાય છે. (૫) રૂપસત્ય : અતગુણનું તથારૂપનું ધારણ એ રૂપસત્ય. (તીVII: = તUTI: [ ન વિદતે તÇVI: યસ્ય મતા : સાધુના ગુણવિનાનો માણસ - સાધુવેષનું ધારણ કરે, વૈદ્યના ગુણવિનાનો માણસ વૈદ્યવેષનું ધારણ કરે... વગેરે.) IT || દા.ત. ખોટાસાધુનું સાદુરૂપનું ધારણ એ રૂપસત્ય. (એને સાધુ કહેવો એ પણ રૂપસત્ય છે.) || IL (૬) પ્રતીત્યસત્ય : અપેક્ષાએ સત્ય. જેમકે અનામિકાઆંગળીની પૂજા કરવાની || ૪ આંગળીની) દીર્ધતા અને હ્રસ્વતા એ પ્રતીયસત્ય છે. તે આ પ્રમાણે – આ દ્રવ્ય અનંતા ત | પરિણામવાળું છે. જયારે તે તે સહકારી કારણોનું સંનિધાન થાય, ત્યારે તેનાવડે દ્રવ્યનું તે તે સ્વરૂપે પ્રગટ કરાય છે. આ રીતે આની સત્યતા છે. (આશય એ છે કે અનામિકા એ ટચલી આંગળીની અપેક્ષાએ દીર્ઘ છે, વચલી આંગળીની અપેક્ષાએ સ્વ છે. આ તે | અનામિકા આંગળીરૂપી દ્રવ્યમાં અનંતા પરિણામો = ધર્મો છે જ, પણ એને પ્રગટ થવા ન માટે સહકારી કારણ જોઈએ. એનામાં દીર્ઘત્વ, હ્રસ્વત્વ બંને છે. પણ ટચલી આંગળી રૂપી સહકારિકરણ દ્વારા તેમાં દીર્ઘત્વ પરિણામ પ્રગટ થાય છે, અને વચલી આંગળી રૂપી સહકારિકરણ દ્વારા તેનામાં હ્રસ્વત્વ પ્રગટ થાય છે.. માતા-પુત્રા, પિતા-પુત્ર, " ભાઈ-બહેન. આ બધા સસંબંધિક પદાર્થોમાં પ્રતીત્યસત્ય સંભવિત છે.) 1 (૭) વ્યવહાર સત્ય : પર્વત બળે છે, ભાજન ગળે છે, કન્યા પેટ વિનાની છે, ઘૂંટી || " રૂંવાટી વિનાની છે. આ બધો વ્યવહાર થાય છે. આમાં પર્વતમાં રહેલ ઘાસ બળે તો જ " પણ પર્વત બળે એમ કહેવાય છે. એમ ભાજનમાંનું પ્રવાહી ગળે છે છતાં ભાજન ગળતું જ ન કહેવાય. સંભોગ-મૈથુન સેવનથી જન્ય બીજનીગર્ભની ઉત્પત્તિ જેમાં થઈ શકે એવા ના a પેટનો અભાવ હોવાથી પેટવાળી પણ કન્યા અનુદરા કહેવાય. (જેમકે પાંચેક વર્ષની ય છોકરી) તથા કાપી શકાય એવી રૂંવાટી ન હોવાથી રૂંવાટી હોવા છતાં પણ ઘંટી કે લોમરહિત કહેવાય. આ બધુ વ્યવહારથી સત્ય છે. . (૮) ભાવસત્ય: “બગલો સફેદ છે” એમ બોલાય છે. ખરેખર તો એમાં પાંચેય વર્ણો ! ા છે, છતાં પણ સફેદ વર્ણરૂપી ભાવની = પર્યાયની ઉત્કટતા હોવાથી બગલો સફેદ કહેવાય છે IS * . ઈ છે. .
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy