SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ त દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૬ નિર્યુક્તિ-૨૬૪, ૨૬૫ ટીકાર્થ : જો જિનવચન હૃદયમાં બરાબર પરિણમી જાય તો પછી એ જીવ પોતાની યોગ્યતાને અનુસારે દર્શનાદિ ૧૧ શ્રાવક પ્રતિમાઓનો સ્વીકાર કરે, અને એમાં નિરતિચાર પાલન કરે. આ રીતે પાલન કરવાથી એને ધર્મ થાય. તથા જિનવચન પરિણમી જાય તો પછી એ સ્વચ્છઆશયથી પ્રયોગ-વ્યાપાર કરે. એના દ્વારા વિશિષ્ટ લોક પાસેથી અને પુણ્યના બલથી અર્થ મળે. (મારે સંસારમાં જીવવા માટે અમુક સંપત્તિ જરૂરી છે. જો હું ગરીબ-ભિખારી રહું તો મારો નિર્વાહ ન થાય, તો 1 હું ધર્મ પણ શી રીતે આચરું ? લોકોમાં પણ ધર્મની નિંદા થાય... એટલે મારે ધર્મારાધના નૈ મેં નિર્વિઘ્નપણે કરવામાટે મારી આજીવિકા ચલાવવી જોઈએ...' આ બધા સ્વચ્છઆશયથી મો | એ માણસ ઉચિતવેપારાદિ કરે. આવા માણસ પ્રત્યે વિશિષ્ટલોકોને આદર હોય. એટલે ડ ૢ તેઓ એને ધંધામાં સહાય કરે જ. અને એનું પુણ્ય પણ ઘણું હોય એટલે એના બલથી સ્તુ પણ અર્થ પ્રાપ્તિ થાય. शा તથા જિનવચન પરિણમી જાય તો પછી વિદ્રંભથી વિશ્વાસથી ઉચિતીને સ્વીકારવાની અપેક્ષાવાળો એવો વિશ્રમ્મતઃ કામ સંભવે. - * * * (એ શ્રાવક લગ્ન કરે છે, એમાં ભોગસુખેચ્છા છે. એ વાત સાચી. પણ જિનવચન પરિણમેલું હોવાથી એની વિચારધારા આવી હોય કે “મને ભોગેચ્છા સતાવે છે, જો લગ્ન નહિ કરું તો મારું મન ચંચળ-આર્તધ્યાનવાળું રહેશે. તો હું ધર્મ પણ શાંતિથી નહિ કરી શકું. એટલે ધર્મ આચરવામાટે મનની પ્રસન્નતા કેળવવા મારે લગ્ન કરવા પડશે... જેમ ભોજન કર્યા વિના શરીર મન નબળા પડવાથી ધર્મ ન થાય તો ભોજન કરવું પડે. એમ એ શ્રાવકને ભોગેચ્છાશમન વિના મન આકુળવ્યાકુળ રહેવાથી ધર્મ ન થાય તો છેવટે ન जि न મા शा લગ્ન કરવું પડે. स આમ પરિણતશ્રાવક કામવિકારની મુખ્યતાથી સ્ત્રીગ્રહણ નથી કરતો, પરંતુ F ના ધર્માચરણની મુખ્યતાથી સ્ત્રીગ્રહણ કરે છે. આ જં વિશ્રંભથી સ્ત્રીગ્રહણ કહેવાય. માટે ન મૈં જ એ ઉચિતસ્ત્રીનો અંગીકાર કરે. અર્થાત્ ઘણી સ્ત્રીનો અંગીકાર ન કરે તથા એકાદ વ સ્ત્રી પણ જે ધર્મમાં પ્રતિબંધક બનનારી ન હોય તેનો અંગીકાર કરે... આ રીતે જિનવચનમાં અવતરેલા ધર્મ, અર્થ અને કામ પરસ્પર વિરોધી બનતા નથી.) अधुना निश्चयेनाविरोधमाह धम्मस्स फलं मोक्खो सासयमउलं सिवं अणाबाहं । तमभिप्पेया साहू तम्हा धम्म ત્તિ ॥૬॥ ૧૫૧ त
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy